સુખ-દુખ
મને લાગે છે કે કોઈ કોઈને સુખી કે દુખી કરી ન શકે. આપણા પોતાના મનની દશા જ આપણને આનંદીત કે દુખી કરે છે. જો તમારે આનંદીત થવું હોય તો તમે થઈ શકો અને દુખી થવું હોય તો તેમ પણ કરી શકો. પરંતુ આપણને સુખી કે દુખી થવા માટે બહાનાંની જરુર હોય છે. જો કોઈ કારણ, બહાનું ન હોય તો એ ઘેલછામાં ખપે છે, ગાંડપણ માલમ પડે છે. આથી આપણે બહાનાં શોધીએ છીએ, અને તે મળી પણ રહે જ છે. પણ આ સમજવું જરા મુશ્કેલ છે, કેમ કે આપણે બધી બાબતો બીજાને માથે નાખવાને ટેવાયેલા છીએ.