અગ્નીમુખ ચુર્ણ હીંગ ૧૦ ગ્રામ, વજ ૨૦ ગ્રામ, પીપર ૩૦ ગ્રામ, સુંઠ ૪૦ ગ્રામ, અજમો ૫૦ ગ્રામ, હરડે ૬૦ ગ્રામ, ચીત્રકમુળ ૭૦ ગ્રામ અને કુક ૮૦ ગ્રામ લઈ બધાંને ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને અગ્નીમુખ ચુર્ણ કહે છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ સવાર-સાંજ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી અજીર્ણ, શુળ, બરોળવૃદ્ધી, મળાવરોધ, ઉદરરોગ, ગૅસ, ખાંસી અને દમ મટે છે. પાચનની ગરબડમાં આ ચુર્ણ ખુબ જ ઉપયોગી છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. રોગ અનુસાર આ ચુર્ણ મધ, દહીં કે છાસ સાથે લઈ શકાય.
Archive for September, 2008
અગ્નીમુખ ચુર્ણ
September 30, 2008અગ્નીતુંડી વટી
September 29, 2008અગ્નીતુંડી વટી મોટા ભાગના રોગોનું મુળ કારણ નબળી પાચનશક્તી હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નીતુંડી વટી જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દુધ સાથે લેવી. પંદર દીવસ પછી એક અઠવાડીયું બંધ કરવી. સતત એકધારું સેવન ન કરવું તથા પીત્તના રોગોમાં પણ સેવન ન કરવું. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે, સંધીવા, આમવાત, અડદીયો વા, કંપવા, પક્ષાઘાત, અરુચી, અજીર્ણ, આફરો, ગૅસ, પેટની ચુંક વગેરે મટે છે.
અગર
September 28, 2008
અગરનાં વૃક્ષો બંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જંટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે. આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર, કર્ણાટક તરફ પણ આ વૃક્ષો થાય છે. અગરનાં વૃક્ષો મોટા અને બારેમાસ લીલાંછમ રહે છે. તેનાં પાંદડાં અરડુસીનાં પાંદડાં જેવાં જ હોય છે. આ વૃક્ષ ચૈત્ર-એપ્રીલ માસમાં ફુલે છે. તેના બીજ શ્રાવણ-ઓગસ્ટમાં પાકે છે. તેનું લાકડું કોમળ અને અંદર રાળ જેવો સુગંધી પદાર્થ ભરેલો હોય છે. અગર સુગંધી, ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો માંગલ્યકારક (આ કારણથી અને સુગંધી હોવાથી તે ધુપ અને અગરબત્તીમાં પણ વપરાય છે) રુચી ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાયુ, કફરોગો અને કર્ણરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે. લેપ અને તેલમાં વપરાય છે. ઉત્તમ ઔષધ અગરને મહર્ષી ચરકે શરદી અને ખાંસીનો નાશકર્તા માનેલ છે. સુશ્રુત લખે છે કે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રંગ સુધારનાર, ખંજવાળ અને કોઠ તથા ચામડીના રોગોનો નાશકર્તા માનેલ છે. અગરની લાકડીનાં નાનાં ટુકડાઓ પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી વારંવારની તરસ ઓછી થાય છે. એને વાય-એપીલેપ્સી, ઉન્માદ, અપસ્મારમાં પરમોપયોગી ગણે છે. એ ગરમ પ્રકૃતીવાળાને હાનીકારક છે. આધુનીક મત પ્રમાણે તે વાતવાહીનીઓને ઉત્તેજક છે. વાતરક્ત અને આમવાતમાં તે અપાય છે. અગર અને ચંદનની ભુકી સરખે ભાગે મીશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આંતરીક ગરમીનું શમન થાય છે. અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.
GujaratiBloggers community invites You
September 28, 2008
Tarun Patel an educator from Vallabh Vidyanagar has launched GujaratiBloggers.com, a blogging community focused on the Bloggers from Gujarat. On GujaratiBloggers, Tarun posts the profiles of bloggers who are from Gujarat. Also he has started building a list of blogs maintained by Gujarati people.
Since the launch of this community Tarun has posted more than 40 Blogger profiles. My profile is also available on GujaratiBloggers.
With GujaratiBloggers community Tarun wants to build the biggest network of Bloggers from the land of Gandhi and Sardar.
“This community will give a common platform to the bloggers who have been trying to keep alive the Gujarati culture online”, says Tarun.
If you have a blog and want your profile to be featured on GujaratiBloggers community, send answers to the following questions at tarunpatel@gujaratibloggers.com
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How does blogging benefits you?
5. Which is your most successful blog?
6. Which is your most favorite blog? Why?
7. Can Tarun share your email id so that people can write to you? Y / N
Also you can submit your blog details to GujaratiBloggers.com by filling a form here: http://spreadsheets.google.com/viewform?key=pj1Kko-Z4epOJBdCXs_u_eg
Looking forward to have you on GujaratiBloggers.com
અગથીયો
September 26, 2008અગથીયો અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે. એના પર બીજના ચંદ્ર આકારનાં વળાંકયુક્ત સુંદર ફુલો આવે છે. એનાં ફુલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. અગથીયો ભુખ લગાડનાર, ઠંડો, રુક્ષ, મધુર અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાં ફુલ જુની શરદી અને વાતરક્ત(ગાઉટ) મટાડનાર છે. એની શીંગો બુદ્ધીવર્ધક, સ્મૃતીવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે. એનાં પાનની ભાજી તીખી, કડવી તથા કૃમી, કફ, અને ખંજવાળ મટાડે છે. એનાં ફુલ કડવાં, તુરાં, થોડાં શીતળ અને વાયુ કરનાર છે. એ સળેખમ અને રતાંધળાપણું દુર કરે છે. અગથીયાનાં પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્ધ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રે દુધ સાથે લેવાથી રતાંધળાપણું અને આંખોની બીજી નબળાઈ મટે છે. (૧૦૦ ગ્રામ ગાયના ઘીમાં ૨૦૦ ગ્રામ રસ નાખી, ધીમા તાપે રસ બળી જાય ત્યાં સુધી ગરમ કરી, ગાળી લેવું.) (૧) માયગ્રેન-આધાશીશીમાં જે બાજુ માથું દુઃખતું હોય તેની બીજી બાજુના નાકમાં અગથીયાના પાનનો રસ ચાર-પાંચ ટીપાં પાડવાથી અથવા ફુલોનો રસ પાડવાથી થોડી વારમાં જ દુખાવો મટી જશે. (૨) અગથીયાના પાંદડાના રસનાં ટીપાં નાકમાં પાડવાથી સળેખમ, શરદી, શીરઃશુળ અને ચોથીયો તાવ મટે છે. (૩) કફના રોગોમાં અગથીયાનાં પાંદડાંનો રસ એકથી બે ચમચી જેટલો લઈ તેમાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. (૪) રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે. (૫) વાયુની વૃદ્ધીવાળું શરીર હોય તો રાતા અગથીયાના મુળની છાલ ચણાના બે દાણા જેટલા પાનના બીડામાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ શાંત થાય છે.
અગત્સ્ય હરીતકી અવલેહ
September 25, 2008અગત્સ્ય હરીતકી અવલેહ ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વીકૃતીઓમાં પણ હીતાવહ છે. એ શક્તીવર્ધક, વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે. દુધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.
અખરોટ
September 24, 2008અખરોટ મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ છે. એ શરીરની આંતરીક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પીસ્તાં પણ પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય. (૧) અખરોટના તેલનું પોતું મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે. (૨) અખરોટની કાંજી બનાવી લેપ કરવાથી સોજા મટે છે.
અક્કલકરો
September 23, 2008અક્કલકરો
અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. (૧) એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે. (૨) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે. (૩) ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટીને ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, તોતડાપણું, હાથપગમાં શુન્યકાર જેવા જુના, હઠીલા રોગો મટે છે. અક્કલકરાનું ચુર્ણ સડેલા, પોલા, દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે. પા ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર મટે છે. અક્કલકરાનું ચુર્ણ મોઢામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાનું બેસ્વાદપણું મટે છે. અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે. તેનાથી મંદાગ્ની, અરુચી, ઉધરસ, સળેખમ, દમ, ઉન્માદ, અપસ્માર વગેરે મટે છે.
અનુસ્વાર-ક્યાંક સુકાળ, ક્યાંક દુકાળ
September 21, 2008અનુસ્વાર-ક્યાંક દુકાળ, ક્યાંક સુકાળ
આજે ગુજરાતી ભાષામાં અનુસ્વારના ઉપયોગમાં કેવી અરાજકતા છે, તેનાં ઉદાહરણો એક દૈનીકમાંથી આપું છું. જોડણીના ગોટાળા માત્ર હ્રસ્વ-દીર્ઘના જ છે એવું નથી. મને ખબર નથી કે આ બેદરકારી છે કે આજની ગુજરાતી ભાષા જ આ પ્રકારની છે? એક જ ‘ઈ-ઉ’વાળી જોડણીની ટીકા કરનારાઓને આ દેખાય છે ખરું? પેલા અજ્ઞાત ભાઈ જે નવી જોડણીની અભદ્ર શબ્દો વાપરી ટીકા કરે છે, તેમનું ધ્યાન આ બાબત પ્રત્યે છે ખરું? આ ઉદાહરણો તો એક જ અખબારમાંથી થોડા સમયમાં જ લીધાં છે.
(1) 20 વર્ષની પોલીસ કારકીર્દીમાં એમ.સી. શર્માને તેમની બહાદુરી માટે 6 પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. તેમણે પોતાની પોલીસ કારકીર્દીમાં 35 એન્કાઉન્ટર કર્યા હતાં. (‘આવ્યા’ માં અનુસ્વાર નથી, ‘હતાં’ માં છે. શું સમજવું? ‘શર્મા’ પુરુષ કે સ્ત્રી?)
(2) આ લોકોએ વેલ્વેટના અને ભરતકામ-જરીકામવાળા વસ્ત્રો પહેર્યા હતાં. (અહીં પણ “પહેર્યા હતાં”)
(3) સુનિતાનાં સસરાજી થાય.
(4) એને સારા દિવસો જતાં હતાં.
(5) એમના ચહેરા ઉપર પીડા અને પરેશાની બેય ફિફટી-ફિફટીનાં સરખા ભાગમાં વહેંચાયેલી અને લીંપાયેલી હતી.
(6) દવાઓનાં ત્રણ હજાર જુદા. (રુપીયા વીશે કહ્યું છે.)
(7) એટલે જે બે મુખ્ય પક્ષો છે એમાંના ભાજપને અને ખાંસ કરીને આડવાણીને ચૂંટણીઓ કરાવવાની બહુ ઉતાવળ છે.
(8) અને વડાપ્રધાન માયાવતી જ બનવાના! (જાણે માયાવતી પુરુષ હોય!)
(9) બન્ને કામ કોંગ્રેસે સાથે કરવાના રહેશે.
(10) ઘરમાં ઉડતા જીવડા વઘુમાં વઘુ ૧૪ જ દિવસ જીવે છે. અને ચોમાસાના જંતુ તો ૧૪ કલાક પણ નથી જીવતા!
(11) વિશ્વમાં ત્રણ ચતુર્થાંશ જંગલી પક્ષીઓના મરણ એમના જન્મ પછી ૬ મહિનામાં જ થાય છે.
(12) ‘સર, મારુંં માનવું છે કે આતંકવાદી પહેલા હવામાન ખાતામાં કામ કરતો હશે !’
(13) તમને પગાર તમારા માસી આપે છે ?’ ‘એ બીચારા ક્યાંથી પગાર આપવાના,
(14) અને દરેક વખત અમેરિકાનાં અખબારો ઉકળી ઉકળીને બર્નાર્ડ શૉને પ્રત્યુત્તર આપવામાં લાગી જતા હતા.
(15) આ બધા નામો કોઈ અંગ્રેજી પુસ્તકોના કે અંગ્રેજી ફિલ્મોના નથી પણ હિંદી ફિલ્મોના છે.
હાર્ટઍટેક
September 16, 2008હાર્ટઍટેક હૃદયરોગના હુમલા વખતે શું કરવું તે અંગે ડૉ. પ્રફુલ્લ જાનીનું એક ઈ-મેઈલ મળ્યું હતું. વધુમાં વધુ લોકોને એની જાણ થાય એ રીતે એનો પ્રચાર કરવાનું પણ એમણે જણાવેલુ. એમનું લખાણ અંગ્રેજીમાં હતું, જેનો મેં અનુવાદ કરી અહીં ભારતીય મંડળ દ્વારા પ્રગટ થતી પત્રીકામાં આપેલું. એ બહુ અગત્યનું હોઈ અહીં આપ્યું છે.
એકાએક છાતીમાં દુઃખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરુ થાય તો હાર્ટઍટેકની શક્યતા છે. હાર્ટઍટેક વખતે મોટા ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ધબકારા અનીયમીત થઈ જાય, તમ્મર આવવાનાં હોય એવું લાગે, ગભરામણ થાય અને કોઈ મદદ ન મળી શકે ત્યારે બેહોશી પહેલાં માત્ર ૧૦ સેકન્ડ જ હોય છે. આ સંજોગોમાં ગભરાયા વીના ખુબ જોરથી અને સતત ખાંસવાનું શરૂ કરી દો. દર વખતે ખાંસતાં પહેલાં ઉંંડો શ્વાસ લેવો. ખાંસવાનું ઉંંડું તથા લંબાણપુર્વકનું હોવું જોઈએ- છાતીમાં ચોંટેલો કફ બહાર કાઢતી વખતે કરીએ છીએ તેમ. શ્વાસ લેવાનું અને ખાંસવાનું દર બે સેકન્ડે વારાફરતી થોભ્યા વીના મદદ આવી મળે કે હૃદય ફરીથી નીયમીત ધબકતું થયેલું લાગે ત્યાં સુધી કરવું. ઉંંડા શ્વાસથી ફેફસામાં ઑક્સીજન પ્રવેશે છે અને ખાંસીનું હલન-ચલન હૃદયને સંકોચી લોહી ફરતું રાખે છે. વળી ખાંસીના સંકોચનથી હૃદય પર આવતું દબાણ એના(હૃદયના) સામાન્ય ધબકારા ફરીથી શરુ કરવામાં મદદગાર થાય છે. આ રીતે હાર્ટઍટેક થયેલ વ્યક્તી હોસ્પીટલ પહોંચી શકે. – (રોચેસ્ટર જનરલ હૉસ્પીટલના જર્નલ નં. ૨૪૦માં પ્રગટ થયેલા ડૉ. પ્રફુલ્લ જાનીના નીબંધમાંથી.)