ખજુર અને ખજુરપાક

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ખજુર અને ખજુરપાકઃ ખજુર શરીરનાં અંગોને પુષ્ટ કરે છે. ખજુર ગરમ નથી પણ શીતળ છે. એ હૃદયને હીતકર અને શુક્રધાતુની વૃદ્ધી કરનાર છે. ખજુરમાં અઢીથી ત્રણ ટકા પ્રોટીન, માંસ કરતાં પણ વધારે એવું નોંધપાત્ર પ્રમાણમાં લોહતત્ત્વ, વીટામીન-એ, વીટામીન બી-૧ અને બી-૨ વગેરે રહેલાં છે. વળી એને બધી ઋતુઓમાં ખાઈ શકાય છે.

કાળું ખજુર ઉત્તમ ગણાય છે.

ખજુર ક્ષય, વાયુ, ઉલટી વગેરે રોગો મટાડે છે. ખજુર ઠંડું, રક્તવર્ધક, વજન વધારનાર, વીર્યવર્ધક, શરીરની આંતરીક ગરમી ઘટાડનાર તથા વાયુ અને પીત્તદોષમાં ઉપયોગી છે. ખજુર તૃપ્તી કરનાર, પચવામાં ભારે, રસમાં અને પચી ગયા પછી પણ મધુર અને રક્તપીત્તને જીતનાર છે. ખજુરમાં લોહતત્ત્વ સારા પ્રમાણમાં છે, આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. એ અતી પૌષ્ટીક, વીર્યવર્ધક, બળવર્ધક, મધુર, હૃદય માટે હીતકારી, રુચી ઉત્પન્ન કરનાર અનેપુષ્ટી કરનાર, ઝાડાને રોકનાર તથા બળ વધારનાર છે. ખજુર રેચક પણ છે.

(૧) રોજ રાત્રે પાંચ-સાત પેશી ખજુર પલાળી સવારે બરાબર મસળીને તેને પીવાથી ઝાડો સાફ આવે છે.

(૨) શીયાળા દરમીયાન રોજ દસેક પેશી ખજુર ખુબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ ગરમ દુધ પીવાથી થોડા દીવસમાં જ શરીરમાં સ્ફુર્તી આવે છે અને નવું લોહી પેદા થાય છે. ખજુર શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. એ કામશક્તી વધારનાર અને હૃદયને હીતકારી છે.

(૩) વજન વધારવા માટે રોજ સવારે આઠ-દસ પેશી ખજુર એક ગ્લાસ દુધમાં ઉકાળી ઠંડુ પાડી દુધ પી જવું અને ખજુર ખુબ ચાવીને ખાઈ જવું.

(૪) ફેફસામાં પડેલાં ચાંદાંમાં ખજુર ઉપયોગી સહાયક ઔષધ છે. એ હૃદય માટે પણ હીતાવહ છે.

(૫) રોજ પાંચ ખજુર, પાંચ અંજીર અને વીસ મુનક્કા દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર પુષ્ટ થાય છે.

(૬) ખજુર, મુનક્કા દ્રાક્ષ, સાકર, મધ અને ઘી સરખા વજને લઈ ખુબ ખાંડી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ બેથી ત્રણ ખુબ ચાવીને ખાવી. એનાથી શરીર પુષ્ટ થાય છે. એ ખાંસી, દમ, ક્ષય, એનેમીયા, સુકારો વગેરેમાં ઉપપયોગી છે.

(૭) ખજુરનો આસવ (ખર્જુરાસવ) સંગ્રહણીમાં ખુબ ઉપયોગી છે.

(૮) ખજુર અને મધ ખાવાથી રક્તપીત્ત મટે છે.

ખજુરપાક આપણે ત્યાં શીયાળામાં પૌષ્ટીક પાકના સેવનનું વીશેષ મહત્ત્વ છે. આવા પાકમાં ખર્જુરપાકની ગણતરી થાય છે. આ માટે ખારેક એક કીલો, ગુંદર ૨૦૦ ગ્રામ, સાકર ૫૦૦ ગ્રામ, સુંઠ સો ગ્રામ, પીપર ૨૦ ગ્રામ, મરી ૨૫ ગ્રામ, તજ, તમાલપત્ર અને એલચી દરેક દસ ગ્રામ, ચવક, ચીત્રક દસ-દસ ગ્રામ અને શેરણી ૫ ગ્રામ આ બધા ઔષધો એકત્ર કરી તેનો પાક બનાવવાની રીત પ્રમાણે પાક બનાવવો. આ પાક બળ વૃદ્ધી કરનારો હોઈ ક્ષય, ઉધરસ, કંપવા, હેડકી, શ્વાસ, ઉધરસ, સર્વ પ્રકારના પ્રમેહ અને પ્રદરનો નાશ કરે છે તથા નબળા બાળકોને અને અશક્ત પુરુષોને પુષ્ટ કરે છે તથા આ પાકના સેવનથી શરીરની કાંતી ઉત્તમ થઈ બળ વધે છે. રક્તાલ્પતા મટે છે અને હીમોગ્લોબીન વધે છે. ધાતુવૃદ્ધી અને કામવૃદ્ધી થાય છે.

ટૅગ્સ: , , , , , , , , , , ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.