ગાંધી બાપુને અંજલી

By ગાંડાભાઈ વલ્લભ


હે દિવ્ય આલોકિત બાપુ

હે દિવ્ય આલોકિત બાપુ

પ્રેમે અંજલિ આજે આપું

દૂર કર્યું અંધારું આવી,

દશે દિશામાં રહ્યો પ્રકાશી

તારી ઉગ્ર તપસ્યાને અંજલિ આપું. ..પ્રેમે

પેટાવ્યા તેં અનેક દિવા

રહ્યા પ્રકાશી તે પણ એવા

તારી દૂરંદેશીને અંજલી આપું પ્રેમે

ઝળહળતો પ્રકાશ થયો

આજ અરેરે ક્યાંયે અલોપ

તારા દિવ્ય તેજને આજે અંજલિ આપુંતેજ વેરાયું અવનિ માંહી

ઘટ ઘટમાં તે રહ્યું પ્રકાશી

તારી માનવતાને અંજલિ આપું ..

Tags:

3 Responses to “ગાંધી બાપુને અંજલી”

  1. Dilip Gajjar Says:

    Khub Sunder Gandabhaim hamna j Nirvaan day na bapune yaad karya hata teo ni yaad mane mane khub bhavvibhor kari de chhe..maari kavitani ek pankti..

    Gandhine marge kuch karine chalshu ame
    Ne Paashvi bal ne sada padkaarshu ame

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે દીલીપભાઈ, આપને “બાપુને અંજલી” ગમ્યું એથી આનંદ થયો. હાર્દીક આભાર.

      -ગાંડાભાઈ વલ્લભ (વેલીન્ગટન, ન્યુઝીલેન્ડ)

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર દીલીપભાઈ. આ ગીત રાગ ભૈરવી તીન તાલમાં ગાઈ શકાય તે રીતે મેં રચ્યું છે.
    આપની પંક્તીઓઃ
    ગાંધીને માર્ગે કુચ કરીને ચાલશું અમે
    ને પાશવી બલને સદા પડકારીશું અમે

    સરસ છે, પ્રેરણાદાયી છે.

    ફરીથી આપનો આભાર દીલીપભાઈ.

Leave a Reply