Archive for February, 2009

તુરો રસ

February 28, 2009

તુરો રસ કષાય એટલે તુરો રસ મોંને સુકવી દે છે. જીભમાં વીશદતા, સ્તબ્ધતા અને જડતા જન્માવે છે. કંઠને કોઈ ભીંસતું હોય, બંધ કરી દેતું હોય એવું થાય છે. હૃદયમાં ખેંચાવા જેવી પીડા થાય છે, હૃદય પર દબાણ આવે છે, અને કંઠમાર્ગ-સ્રોતોનો અવરોધ કરે છે. તુરો રસ મળને બાંધનાર, ઘાને રુઝવનાર, ચીરાને સાંધનાર, જખમની પીડા દુર કરનાર, દ્રવને શોધનાર-ચુસનાર અને મળને રોકનાર છે. ઝાડા બંધ કરનાર બધાં દ્રવ્યો મોટે ભાગે તુરાંં હોય છે. તુરો રસ કફ, પીત્ત અને રક્તનું શમન કરનાર, શરીરની ભીનાશ સુકવનાર, રુક્ષ-લુખો, ઠંડો, ભારે, ખોતરનાર, વીકૃત ત્વચાને નીર્મળ કરનાર, રક્ત અને મેદની શુદ્ધી કરનાર અને કાચા આમ-ચીકાશને રોકે છે. બધા રસોમાં સૌથી ઓછી શક્તીવાળો છે.

વધુ પ્રમાણમાં તુરો રસ ખાવામાં આવે તો મોં સુકાય, હૃદયમાં પીડા થાય, પેટમાં આફરો-ગૅસ થાય, વાણી અટકી જાય, શરીરના આંતરીક સ્રોતો-માર્ગોમાં અવરોધ થાય, શરીર કાળું પડી જાય અને નપુસંકતા આવે છે. વધુ પડતો તુરો રસ વાયુ, પેશાબ, મળ અને શુક્રને રોકે છે. શરીરને પાતળું કરે છે. ગ્લાની, સ્તબ્ધતા અને તરસ ઉત્પન્ન કરે છે. એનાથી લકવા, અર્દીત વાયુ(મોઢાનો લકવા), મન્યાસ્તંભ, ગાત્રસ્ફુરણ, શરીરનાં અંગોમાં ચમચમાટ (રાઈ લગાડવાથી થતો ઝમઝમાટ) વગેરે વાયુના રોગો થાય છે.

કડવો રસ

February 27, 2009

કડવો રસ કડવો રસ જીભ પર મુકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તીનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાડે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચીને હરનાર છે. વીષને દુર કરનાર, કૃમીઘ્ન, મુર્ચ્છા, દાહ-બળતરા, ખંજવાળ, કુષ્ઠ, તરસ વગેરેનું શમન કરનાર છે. માંસ અને ચામડીને દૃઢ કરનાર, તાવ મટાડનાર, ભુખ લગાડનાર, આહાર પચાવનાર, ધાવણની શુદ્ધી કરનાર, મળને ખોતરનાર, ઢીલાપણું ઉત્પન્ન કરનાર, મેદ, ચરબી, લસીકા, પરું, પરસેવો, મળ, મુત્ર, પીત્ત અને કફનું શોષણ કરનાર છે. એ સ્વભાવે શીતળ, રુક્ષ-લુખો અને પચવામાં હલકો છે. એ કંઠની શુદ્ધી કરે છે અને બુદ્ધીશક્તી વધારે છે.

કડવા રસનું વધુ પડતું સેવન કરવાથી એના સ્વચ્છ, લુખા અને કર્કશ ગુણને લીધે રસ, રક્ત, માંસ વગેરે સાતેય ધાતુઓ સુકાય છે, વીર્ય-શુક્રનો ક્ષય થાય છે, આથી નપુસંકતા પણ આવી શકે. આ કારણે જ શુક્રદોષની ખામીવાળા પુરુષના આહારમાં કડવી ચીજ બંધ કરાવવામાં આવે છે. કડવો રસ વધુ ખાવાથી શરીરના આંતરીક સ્રોતો-માર્ગો જેમ કે પરસેવાના માર્ગો, મુત્રવાહી, શુક્રવાહી માર્ગો વગેરે સાંકડા થાય છે. એનાથી બળક્ષય, કૃશતા-પાતળાપણું, ગ્લાની, ચક્કર, મુર્ચ્છા, મુખશોષ થાય છે અને સ્તબ્ધતા, સર્વાંગશુળ, લકવો, શીરઃશુળ, જડતા અને વેદના ઉત્પન્ન થાય છે.

Dengue Fever Remedy

February 27, 2009

I have received this message from B J Mistry

PASS THIS INFORMATION TO AS

MANY AS YOU CAN, IT MAY SAVE

LIVES.

Dengue Fever Remedy 7877b8.jpg
I would like to share this interesting discovery from a classmate’s son who has just recovered from dengue fever. Apparently, his son was in the critical stage at the ICU when his blood platelet count dropped to 15 after a 15-litre
blood transfusion.

His father was so worried that he sought another friend’s recommendation and his son was saved. He confessed to me that he gave his son raw juice of the papaya leaves. From a platelet count of 45 after 20 litres of blood transfusion, and after drinking the raw papaya leaf juice, his platelet count jumped instantly to 135. Even the doctors and nurses were surprised. After the second day he was discharged. So he asked me to pass this good news around.

Accordingly it is raw papaya leaves, 2pcs just cleaned, pounded and squeezed with a filter cloth. You will only get one tablespoon per leaf, i.e. two tablespoons per serving once a day. Do not boil or cook or rinse with hot water, or it will lose its strength. Use only the leafy part and no stem or sap. It is very bitter and you have to swallow it like “Won Low Kat”. But it works.

*Papaya Juice – Cure for Dengue*

You may have heard this elsewhere but if not, I am glad to inform you that papaya juice is a natural cure for dengue fever. As dengue fever is rampant now, I think it’s good to share this with all.

A friend of mine had dengue last year. It was a very serious situation for her as her platelet count had dropped to 28,000 after 3 days in hospital and water had started to fill up her lung. She had difficulty in breathing. She was only 32-years old. Her doctor said there’s no cure for dengue. We just have to wait for her body’s immune system to build up resistance against dengue and fight its own battle. She already had 2 blood transfusions and all of us were praying very hard as her platelet count continued to drop since the first day she was admitted.

Fortunately her mother-in-law heard that papaya juice would help to reduce the fever and got some papaya leaves, pounded them and squeezed the juice out for her. The next day, her platelet count started to increase, her fever to subside. We continued to feed her with papaya juice and she recovered after 3 days!!!

Amazing but it’s true. It’s believed one’s body would be overheated when one is down with dengue and that also caused the patient to have fever. Papaya juice has a cooling effect. It helps to reduce the level of heat in one’s body, and thus the fever will go away. I found that it’s also good when one is having sore throat or is suffering from heat.

Please spread the news about this as lately there have been many dengue cases. It’s great if such a natural cure could help to ease the sufferings of dengue patients.

Furthermore it’s so easily available.
Blend them and squeeze the juice! It’s simple and miraculously effective!!

Hands that help are holier than lips that pray.

તીખો રસ

February 26, 2009

તીખો રસ તીખો રસ મોંમાં બળતરા ઉત્પન્ન કરે છે. નાક અને આંખોમાંથી પાણીનો સ્રાવ કરે છે. એ મુખશુદ્ધી કરનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, ઈન્દ્રીયોનું ચાતુર્ય વધારનાર, અલસક, થુંક પેદા કરનાર, શરીરની રસ, રક્તાદી ધાતુઓમાં ભીનાશ જન્માવનાર, શરીરમાં ચીકાશ જન્માવનાર, પરસેવો, ભીનાશ અને મળને કરનાર, ખંજવાળ હરનાર, ચાંદાં રુઝવનાર, કૃમીનાશક, ચામડી પર ચીરા પાડનાર, રક્તના જમાવને વીખેરનાર, સાંધાઓના બંધનને ઢીલા કરી સ્રોતો ખોલી નાખનાર, કફના પ્રકોપને શમાવનાર, શરીરની સ્થુળતા, આળસ, કફ, વીષ અને કુષ્ઠને દુર કરનાર, મોંના રોગો દુર કરનાર તથા ધાવણ, શુક્ર અને મેદનાશક છે.

તીખા રસનું વધુ પડતું સેવન કરવાથી પુરુષત્વનો નાશ થાય, મોહ, ગ્લાની, અવસાદ-વીષાદ, કૃશતા, મુર્ચ્છા વગેરે થાય છે. કમરથી વળી જવાય, અંધારાં-ચક્કર આવે, ગળામાં બળતરા થાય, શરીરમાં દાહ થાય, કમજોરી વર્તાય, તરસ વધુ લાગે. તીખો રસ વાયુકારક હોવાથી હાથ-પગ, પીઠમાં તથા પડખામાં વાયુના વીકારો જન્માવે. ગળું, તાળવું અને હોઠ સુકાય છે. અત્યંત તીખા રસના ઉપયોગથી ઉબકા, ઉલટી, હેડકી વગેરે ઉત્પન્ન થાય છે.

ખારો રસ

February 25, 2009

ખારો રસ ખારો રસ આહારને પચાવનાર, આહારને ભીંજવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, અવયવોને શીથીલ કરનાર, મળને તોડનાર-છેદનાર, મળને નીચે લઈ જનાર, તીક્ષ્ણ, શરીરના આંતરીક માર્ગોનો અવરોધ દુર કરનાર-અવકાશકર, ગળ્યા, ખાટા બધા રસોનો વીરોધી, મોંઢામાં લાળનો સ્રાવ વધારનાર, કફને પીગળાવનાર, શરીરના આંતરીક માર્ગોની શુદ્ધી કરનાર(પાચનમાર્ગ, રક્તવાહી માર્ગ, મુત્રવાહી માર્ગો, શ્વાસવાહી માર્ગ), શરીરના તમામ અવયવોને મૃદુ-કોમળ રાખનાર, આહાર પર રુચી જન્માવનાર, દરેક પ્રકારના આહારમાં ભળી જનાર અને ઉપયોગી, પચવામાં થોડો ભારે, સ્નીગ્ધ અને ઉષ્ણ છે. મળનું શોધન-શુદ્ધી કરનાર, છેદન ગુણને લીધે અવયવોને પૃથક કરનાર અને શરીરમાં શીથીલપણું જન્માવનાર છે.

ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પીત્તનો પ્રકોપ થાય છે. તરસ વધારે લાગે છે. લોહીનો બગાડ થાય છે. મુર્ચ્છા આવી જાય છે. શરીરની અંદર આંતરીક ગરમી લાગે છે. આ ઉપરાંત હાથ, પગ વગેરે અંગોમાં ચીરા પડે, માંસ-સ્નાયુઓમાં શીથીલતા ઉત્પન્ન થાય અને ત્વચા રોગોમાં સ્રાવ વધે છે. વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલદી પ્રસરે છે. આંખ, કાન, નાક જેવી ઈન્દ્રીયોને પોતાના કાર્યમાં અશક્તી લાગે છે, તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલદી પડે છે. એસીડીટી, વીસર્પ, વાતરક્ત, વીચર્ચીકા, ઈન્દ્રલુપ્ત(ઉંદરી) વગેરે થાય છે. ખંજવાળ, ખરજવું, કોઢ, ચકરડાં, મુખપાક, ખાટા-ખારા ઓડકાર-ઉલટી થાય છે. ઓજક્ષય, ચક્ષુપાક, પુંસત્વઘાત વગેરે થાય છે.

ખાટો રસ

February 24, 2009

ખાટો રસ એ મધુર રસ પછી બીજા નંબરનો રસ છે. ખાટો રસ આહાર પર રુચી ઉત્પન્ન કરે છે. જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે. એ શરીરને પુષ્ટ કરનાર, ઉત્સાહ-સ્ફુર્તી વધારનાર, મનને આનંદ આપનાર, ઈન્દ્રીયોનું અનુલોમન કરનાર, હૃદય માટે હીતાવહ, મુખમાં લાળ વધારનાર, ખાધેલા આહારને આંતરડામાં નીચે તરફ લઈ જનાર, તેને પોચો કરનાર તથા પચાવનાર છે. ખાટો રસ પચવામાં હલકો, ઉષ્ણ અને સ્નીગ્ધ છે. એ દાંતને અંબાવી દે છે. પરસેવો વધારે છે, આંખનાં ભવાં-પાંપણ સંકોચાવનાર, રુંવાડાં ખડાં કરાવનાર તથા હૃદયને પ્રીય છે. એ વાયુ હરનાર, પેટના વીકારો કરનાર, અડવાથી ઠંડો પણ સ્વભાવે ગરમ છે.

ખાટો રસ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો દાંત અંબાઈ જાય, તરસ લાગે, કફ પીગળે, પીત્ત પ્રકોપ થઈ પીત્તના રોગો થાય, રક્તબગાડ, માંસમાં બળતરા, શરીરમાં ઢીલાપણું, ચાંદાં, વ્રણ-ઘા, દાઝવું, વાગવું વગેરેમાં સોજો, બળતરા અને પાક-પરુ થાય છે. પેટ, છાતી, તાળવું, આંખો, હથેળી, પગના તળીયામાં બળતરા થાય છે. અતી પીત્તથી રક્તસ્રાવ પણ થાય છે. અચાનક થતો રક્તસ્રાવ ખાટા રસના અતી સેવનથી થતા પીત્તપ્રકોપથી થાય છે. આ ઉપરાંત ખંજવાળ, શીળસ, દાહ, દૃષ્ટીની મંદતા, વીસર્પ(ગડગુમડ), અમ્લપીત્ત થાય, ચક્કર અને તાવ પણ આવે છે.

છ રસો

February 23, 2009

છ રસો ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. દોષો શમાવનાર રસો – વાત…ગળ્યો, ખાટો, ખારો. પીત્ત…ગળ્યો, તુરો, કડવો. કફ…તુરો, તીખો, કડવો. દોષો કોપાવનાર રસો – વાત…તુરો, તીખો, કડવો. પીત્ત…તીખો, ખાટો, ખારો. કફ…ગળ્યો, ખાટો, ખારો.

મધુર (ગળ્યો) રસ સાતેય ધાતુઓને-રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી, મજ્જા, શુક્ર- અને ઓજસને વધારી, બળ આપી, શરીર પુષ્ટ કરી આયુષ્ય લંબાવે છે. મન સહીત બધી ઈંદ્રીઓને પ્રસન્ન રાખે છે. એ વર્ણ સુધારે છે, પીત્ત, વીષ અને વાયુનાશક, તરસ અને દાહશામક, વાળ વધારનાર, કંઠ સુધારનાર, મુર્ચ્છા દુર કરનાર, તૃપ્તીકર, વજન વધારનાર, શરીરને સ્થીરતા આપનાર, ઉરઃક્ષત તથા ભાંગેલાં હાડકાને સાંધનાર, આંતરીક દાહ-બળતરાની શાંતી કરનાર, શરીરને સ્નીગ્ધ રાખનાર, ઠંડો, પચવામાં ભારે, ધાવણ વધારનાર, આંખોને હીતકર, સાતે ધાતુઓને શુદ્ધ કરનાર તથા બાળક, વૃદ્ધ સહુને હીતકર છે.

છતાં ગુણસમૃદ્ધ ગળ્યા રસનો જો અતી ઉપયોગ થાય તો શરીરમાં સ્થુળતા વધી શરીર ઢીલુંઢસ રહે, આળસ, અતી ઉંઘ, ભારેપણું, અરુચી, જઠરાગ્નીની દુર્બળતા, શ્વાસ, ઉધરસ, શરદી-સળેખમ, આફરો, ઉબકા, મોળ આવવી, લાળ પડવી, અવાજ બેસી જવો, ગલગંડ, ગંડમાલા, ગળાનો સોજો, મુત્રાશયનો સોજો, હાથીપગુ, ધમની અને ગળામાં ચીકાશ, આંખના રોગો, નાક-ગળામાં શરદી, ખંજવાળ જેવા કફપ્રધાન રોગો ઉત્પન્ન કરે છે તથા વધારે છે. મધુર રસના અધીક ઉપયોગથી કૃમી, ગાંઠો, ગુદામાં ચીકાશ થાય છે. મધુપ્રમેહ-ડાયાબીટીસ, માથાનો દુઃખાવો અને ઉદરરોગ થાય છે.

અન્ય રસો હવે પછી.

ચોપચીન્યાદી ચુર્ણ

February 22, 2009

ચોપચીન્યાદી ચુર્ણ ચોપચીની ૧૬૦ ગ્રામ, સુંઠ, કાળાં મરી, લીંડીપીપર, પીપરીમુળ (ગંઠોડા), અક્કલકરો, લવીંગ, ખુરાસાની અજમો, વાવડીંગ અને તજ દરેક ૧૦-૧૦ ગ્રામ અને ખડી સાકર ૫૦ ગ્રામ ખાંડીને બારીક ચુર્ણ બનાવવું. (બજારમાં તૈયાર પણ મળે છે.) અડધીથી પોણી ચમચી આ ચુર્ણ ઉકાળીને ઠારેલા પાણી, મધ અથવા ઘી સાથે સવાર-સાંજ થોડા દીવસ નીયમીત લેવાથી બહુમુત્રતા, પ્રમેહ, કોઢ, ફીરંગ, ચાંદી, પરમીયો, નબળાઈ તથા ગરમીને લીધે જકડાઈ ગયેલા સાંધા જેવી તકલીફો મટે છે. બે મહીના પછી ચુર્ણ નવું બનાવવું.

ચોખા

February 20, 2009

ચોખા ચોખા મધુર, સ્નીગ્ધ, બળ આપનાર, તુરા, પચવામાં હળવા, રુચી ઉપજાવનાર, સ્વરને સારો કરનાર, વીર્યવર્ધક, શરીરને પુષ્ટ કરનાર, થોડા પ્રમાણમાં વાયુ તથા કફ કરનાર, ઠંડા, પીત્તશામક, મુત્રને વધારનાર, મળને બાંધનાર તથા સરકાવનાર, પ્રમેહ અને કૃમી મટાડનાર છે. પૌંઆ પચવામાં ભારે તથા વાયુનો નાશ કરનાર છે. દુધ સાથે ખવાતા પૌંઆ મૈથુનશક્તી વધારનાર, પુષ્ટીકારક, બળ આપનાર અને ઘી અને સાકર ઉમેરી લેવાય તો પરમ પીત્તશામક છે. ચોખા ખાવાથી ગૅસ, કબજીયાત, અપચો કે આફરા જેવું લાગતું હોય તો ચોખા ખાઈ ઉપર એક-બે ટુકડા કોપરું ખુબ ચાવીને ખાવું. થોડા દીવસ આ મુજબ નીયમીત કરવાથી ચોખાનું પાચન બરાબર થવા લાગે છે.

ચીત્રકાદીવટી

February 18, 2009

ચીત્રકાદીવટી ચીત્રક, ચવક, સુંઠ, મરી, પીપર, પીપરીમુળ (ગંઠોડા), સીંધવ, સંચળ, બીડલવણ, વરાગડું મીઠું, સાદું મીઠું, જવખાર, હીંગ, સાજીખાર, અજમોદ, કાળીપાટ, જીરું, ધાણા અને ભોંયરીંગણીનાં મુળને સમાન ભાગે ખાંડી બારીક ચુર્ણ બનાવી દાડમના રસમાં અથવા બીજોરાના રસમાં ખુબ વાટી વટાણા જેવડી ગોળીઓ બનાવવી. એને ચીત્રાદીવટી કહે છે. આ ગોળી બેથી ત્રણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી ઉદરશુળ, આમશુળ, અરુચી, મંદાગ્ની અને પેટમાંનો વાયુપ્રકોપ મટે છે. તે જઠરાગ્નીને પ્રદીપ્ત કરી આમને પચાવે છે. કફજન્ય અગ્નીમાંદ્યમાં પણ ખુબ ગુણકારી છે.