ફુદીનો ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. (૧) ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે. (૨) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે. (૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે. (૪) ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે. (૫) ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે. (૬) ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે. (૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે. (૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.
Archive for June, 2009
ફુદીનો
June 30, 2009ફળઘૃત
June 28, 2009ફળઘૃત મજીઠ, કઠ, તગર, સાકર, વજ, હરડે, બહેડાં, આમળાં, હળદર, દારુહળદર, જેઠીમધ, અજમો, કાકોલી, ક્ષીર કાકોલી, કડુ, હીંગ, મેદા, આસંધ અને શતાવરી દરેક ૧૦-૧૦ ગ્રામને લસોટી ચટણી જેવું બનાવી, ૬૪૦ ગ્રામ ઘી, ૨.૫૬૦ કીલોગ્રામ દુધ(ગાયનું), અને એટલું જ પાણી નાખી ઘી સીદ્ધ કરવું. એને ફળઘૃત કહે છે. એકથી દોઢ ચમચી આ ઘી રોજ સવારે લેવાથી સ્ત્રીઓનું ગર્ભાશય તથા યોની તેમ જ પુરુષોનું વીર્ય વાત, પીત્ત કે કફથી દુષીત થયાં હોય તો શુદ્ધ થાય છે. બે માસીક વચ્ચેના સમયમાં તેનું સેવન કરવાથી ગર્ભધારણ અવશ્ય થાય છે. અવાર નવાર કસુવાવડ થઈ જતી હોય તેવી સ્ત્રીઓ માટે ખુબ જ હીતકારી છે.
ફણસી
June 27, 2009ફણસી રોજ ૨૫૦થી ૩૦૦ મી.લી. ફણસીનો રસ પીવાથી જ્ઞાનતંતુઓને શક્તી મળે છે, તથા પેનક્રીયાસ વધારે ઈન્સ્યુલીન ઉત્પન્ન કરે છે.
ફણસ
June 26, 2009ફણસ ફણસમાં ખાંડનો ભાગ ઘણો હોવાથી એની પૌષ્ટીક આહારદ્રવ્યોમાં ગણતરી થાય છે. તે ભ્રમ-ચક્કર, બળતરા મટાડનાર અને ઝેરની અસર ઓછી કરે છે; તથા આહાર પર રુચી ઉત્પન્ન કરે છે. વળી તે બળ, વીર્ય અને વજનને વધારનાર છે. આ કારણથી જ કોંકણના લોકો ફણસની સીઝનમાં સવારે ફણસનો નાસ્તો કરે છે અને બપોર પછી ફણસનું શરબત પીએ છે. ફણસના ઠળીયા પૌષ્ટીક હોવાથી શેકીને તેમ જ શાક કરીને ખાવામાં આવે છે. ફણસની ગોટલી ઝાડાને રોકે છે. પાકેલું ફણસ શીતળ, પૌષ્ટીક, વીર્ય વધારનાર, કફ કરનાર, માંસવર્ધક, બળ અને વજન વધારનાર, પચવામાં ભારે, સ્વાદમાં મધુર, તુરું અને વાતલ છે. તે પીત્ત ક્ષતક્ષય અને વાયુનો નાશ કરે છે. મધુપ્રમેહમાં આ ગોટલી સહાયક ઔષધ તરીકે વાપરી શકાય.
ફટકડી
June 23, 2009ફટકડી ફટકડીના ગાંગડાનો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે ફુલીને પતાસા જેવી થશે. એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી. ઔષધમાં આ ફુલાવેલી ફટકડી જ વાપરવી. બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી વપરાય છે. ફટકડી લોહીને વહેતું અટકાવે છે. એના આ ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં એ બહુ ઉપયોગી છે. (૧) ગળામાં સોજો આવ્યો હોય, કાકડા વધ્યા હોય, મોંમાં ચાંદી પડી હોય, દાંતમાંથી લોહી પડતું હોય તો એક કપ પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે. (૨) બોરસલીની છાલના ચુર્ણમાં ફટકડીનું ચુર્ણ મેળવી હાલતા દાંત પર હળવે હાથે ઘસવાથી દાંત મજબુત થાય છે. પેઢામાંથી લોહી નીકળતું હોય તેમાં પણ એનાથી ફાયદો થાય છે. (૩) વાગવાથી રક્તસ્રાવ બંધ થતો ન હોય તો ફટકડીનો પાઉડર મુકી પાટો બાંધી લેવાથી રક્તસ્રાવ તરત જ બંધ થાય છે. (૪) હરસમાં લોહી પડતું હોય તો બકરીના દુધમાં ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર સવાર-સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે. (૫) માસીક વધારે આવતું હોય તો સવાર-સાંજ ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર લેવાથી ઉત્તમ ફાયદો થાય છે.
પુષ્કરમુળ
June 22, 2009પુષ્કરમુળ પુષ્કરમુળ તીખું, કડવું અને વાયુ તથા કફથી થયેલ તાવ, સોજા, અરુચી તથા શ્વાસ મટાડે છે. પડખા-પાર્શ્વશુળને તો એ વીશેષ કરીને મટાડે છે. પુષ્કરમુળનો ઉપયોગ શ્વાસ, ઉધરસ, પડખાનો દુખાવો, કુપાચન, અરુચી તથા પીત્તાશયના રોગોમાં કરવામાં આવે છે. હકીમ લોકો તેને મુત્રલ અને વીરેચક માને છે તથા લીવરના રોગોમાં તેનો ઉપયોગ કરે છે. દાંતનો દુખાવો, દાંતનું હલવું તથા મુખની દુર્ગંધમાં તેનું ચુર્ણ દાંતે ઘસવાથી લાભ થાય છે. તેના ટુકડા મોઢામાં રાખી ચુસવામાં આવે છે.
પુનર્નવાદ્યરીષ્ટ
June 21, 2009પુનર્નવાદ્યરીષ્ટ પુનર્નવા એટલે સાટોડી. સાટોડી સાથે બીજાં ઔષધો મેળવી બનાવવામાં આવતું દ્રવ ઔષધ એટલે પુનર્નવાદ્યરીષ્ટ. અડધો કપ પુનર્નવાદ્યરીષ્ટ એટલા જ પાણી સાથે મેળવી સવાર-સાંજ પીવાથી સોજા, પાંડુરોગ(રક્તાલ્પતા), ભગંદર, ઉધરસ, પ્લીહા, અરુચી, ભ્રમ, ગુલ્મ, શ્વાસ, સંગ્રહણી, કુષ્ઠરોગ, ખંજવાળ વગેરેમાં લાભ થાય છે.
પીલુડી
June 20, 2009પીલુડી કાગડાઓને એ પ્રીય હોવાથી એને કાકમાચી પણ કહે છે. એના છોડવા ચોમાસામાં ઉગી નીકળે છે. અને બારે માસ જોવા મળે છે. છોડ ચાર-પાંચ ફુટ ઉંચા થાય છે. એની ડાળીઓ રીંગણી, મરચીની જેમ આડી અવળી નીકળેલી હોય છે. પાન મરચીના પાનને મળતાં, ફુલ ધોળાં, ફળ ગોળ વટાણા જેવડાં-કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે લાલ, કથ્થાઈ અને કાળા રંગનાં થાય છે. પીલુડીનાં પાનની ભાજી ખવાય છે. સોજાવાળા દર્દી માટે આ ભાજી ખુબ સારી છે. પીલુડી વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષો દુર કરે છે. એ રસાયન છે. સોજા પર પાનનો રસ ચોપડવો તથા પાનની ભાજી ખાવી. એ શોથઘ્ન છે, આથી સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે. ચેપી રોગ સીફીલીસમાં પણ આ ઉપચાર કરવાથી તે મટી જાય છે. સોરાયસીસ નામના ચામડીના હઠીલા રોગમાં પણ આની સારી અસર થાય છે. પીલુડીના આખા છોડનો એટલે કે તેનાં પંચાંગનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તશુદ્ધી થાય છે અને ત્વચારોગો મટે છે, શરીર નીરોગી બને છે. લીવરના રોગોમાં તેનો રસ ઉપયોગી છે. પીલુડીને કાળી પોપટી પણ કહે છે. એનાં પાનનું શાક વાતરક્ત, હરસ, સોજા, આમવાત, ઉદરરોગો, ચામડીના રોગો અને કમર જકડાઈ જતી હોય તેમાં ખાવાથી લાભ થાય છે. સોજા માટે એ ખુબ પ્રસીદ્ધ છે. એના પાનનો રસ સોજા પર લગાવવામાં આવે છે. એના પંચાંગનું ચુર્ણ અડધીથી એક ચમચી અને એનો રસ એકથી બે ચમચી લઈ શકાય. પીલુડી મૈથુનશક્તી વધારનારી અને રસાયન છે. એ ગરમ પણ નથી અને ઠંડી પણ નથી. એ રેચક અને કુષ્ઠનાશક છે. (૧) ચામડીના અઢાર પ્રકારના કોઢ, શુળ, હરસ, સોજા અને ખંજવાળનો નાશ કરે છે. (૨) કોઢમાં પીલુડીનો રસ બે ચમચી પીવો અને ડાઘા ઉપર ચોપડવો. (૩) વીસર્પ(ગુમડાં)માં પાનનો રસ ઘી નાખી ચોપડવો. (૪) સોજામાં પાનનું શાક બનાવી ખાવું. (૫) ઉરુસ્તંભ એટલે કમર જકડાઈ ગઈ હોય તો મીઠા-નમક વગરનું પીલુડીના પાનનું શાક ખાવું. (૬) વાતજન્ય કાસ એટલે કોરી-કફ વગરની ઉધરસમાં પીલુડીના પાનનો બે ચમચી રસ એક ચમચી મધમાં સવાર-સાંજ પીવો.
પીલુ
June 19, 2009પીલુ પીલુની ખારી અને મીઠી એમ બે જાત હોય છે. મીઠી જાતનાં પીલુ નાનાં હોય છે જે ૧૫ ફુટ જેટલાં ઉંચાં થાય છે. આ વૃક્ષો વાંકાચુકાં અને અનેક નમતી ડાળોવાળાં હોય છે. પાન જાડાં, સામસામાં અને લીલા રંગનાં હોય છે. સ્વાદે તીક્ષ્ણ, તીખાં હોય છે. ફુલ પીળાશ પડતા લીલા રંગનાં મહા મહીનામાં જોવા મળે છે. ફળ ચણા જેવાં નાનાં રાતાં, કાળાં, સફેદ રંગનાં થાય છે. ખાવામાં તીક્ષ્ણ તીખાં, સહેજ ગળ્યાં અને સ્વાદીષ્ટ લાગે છે. એના રસનો સ્વાદીષ્ટ આસવ બને છે. પીલુના બીજના તેલને ખાખણ કહે છે. એ કોકમના તેલની જેમ જામી ગયેલું હોય છે. એમાં પણ પીલુની જેમ ઉષ્ણતા અને તીક્ષ્ણતા હોય છે. વાયુના રોગોમાં ખાખણ લગાડવાથી લાભ થાય છે. સંધીવાના સોજા પર, પગની પીંડલીમાં ગોટલા ચડી જવા વગેરેમાં ખાખણ લગાડવામાં આવે છે. ગ્રહણી, અર્શ, અતીસાર, સંધીવામાં પીલુ ઉત્તમ ઔષધ છે. પીલુનો આસવ અશક્તી, અર્શ અને અજીર્ણમાં ઉપયોગી છે.
પીપળો
June 17, 2009પીપળો પીપળાનાં મુળ, પાન, છાલ, ફળ, લાખ(ગુંદર) એ પાંચેય ઔષધોમાં વપરાય છે. ભારતીય ઉપખંડ સીવાય કોઈ દેશમાં આ વૃક્ષ થતું નથી. પીપળો કડવો, તુરો, સહેજ મધુર, શીતળ, દુર્જર(પચવામાં ભારે), રુક્ષ, રંગ સુધારનાર, યોની શુદ્ધ કરનાર, કફ, પીત્ત, દાહ તથા વ્રણનો નાશ કરનાર છે. પીપળાનાં પાકાં ફળ શીતળ તથા હૃદય માટે હીતાવહ છે. તે કફના અને પીત્તના રોગો, રક્તદોષ, પીત્તદોષ, વીષદોષ, બળતરા, ઉલટી, શોષ, તૃષા અને અરુચીનો નાશ કરે છે. (૧) પીપળાનાં પાકાં ફળ ખાવાથી બાળકોની બોબડી ભાષા શુદ્ધ થાય છે. (૨) પીપળાની કોમળ ટીશીઓનો એક ચમચી તાજો રસ રોજ રાત્રે આપવાથી બાળકોનો અપસ્માર મટે છે. (૩) પીપળાની વડવાઈનો રસ રોજ રાત્રે આપવાથી સ્ત્રીઓને થતો હીસ્ટીરીયા મટે છે. (૪) પીપળાના પાનની નવી કળીઓનો રસ અને મધ બે બે ચમચી મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી જામી ગયેલું,-ગંઠાયેલું લોહી ઓગળી જાય છે. (૫) પીપળાનાં કોમળ પાન દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પરમીયો-ગોનોરીયા મટે છે. એનાથી મુત્રની બળતરા મટે છે અને સરળ મળશુદ્ધી થાય છે, તથા પરુનો નાશ થાય છે. પાનની જેમ પીપળાના થડની તાજી છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પણ એવો જ ફાયદો થાય છે. (૬) પીપળાની લાખ અડધી ચમચી અને કોમળ પાનનો રસ મીશ્ર કરી એક ચમચી જેટલું આ ચાટણ સવાર-સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે. (૭) પીપળાની લાખ, માખણ અને મધ સમાન ભાગે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ઉગ્ર અમ્લપીત્ત અને તીવ્ર હેડકી તરત જ શાંત થાય છે. (૮) પીપળાનાં સુકાં ફળનું એક ચમચી ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી દમનો હુમલો શાંત થાય છે. (૯) પીપળાની લાખનું ચણા જેટલું ચુર્ણ મધ અથવા માખણ સાથે બાળકોને દીવસમાં ત્રણ વાર ચટાડવાથી ઉંટાટીયું,-કુકડીયા ખાંસી-હુપીંગ કફ મટે છે. (૧૦) પીપળાના સુકાં ફળનું ચુર્ણ મધ સાથે ચાટવાથી કફના રોગો મટે છે.