પુનર્નવાદ્યરીષ્ટ પુનર્નવા એટલે સાટોડી. સાટોડી સાથે બીજાં ઔષધો મેળવી બનાવવામાં આવતું દ્રવ ઔષધ એટલે પુનર્નવાદ્યરીષ્ટ. અડધો કપ પુનર્નવાદ્યરીષ્ટ એટલા જ પાણી સાથે મેળવી સવાર-સાંજ પીવાથી સોજા, પાંડુરોગ(રક્તાલ્પતા), ભગંદર, ઉધરસ, પ્લીહા, અરુચી, ભ્રમ, ગુલ્મ, શ્વાસ, સંગ્રહણી, કુષ્ઠરોગ, ખંજવાળ વગેરેમાં લાભ થાય છે.
Tags: પુનર્નવાદ્યરીષ્ટ