પુષ્કરમુળ પુષ્કરમુળ તીખું, કડવું અને વાયુ તથા કફથી થયેલ તાવ, સોજા, અરુચી તથા શ્વાસ મટાડે છે. પડખા-પાર્શ્વશુળને તો એ વીશેષ કરીને મટાડે છે. પુષ્કરમુળનો ઉપયોગ શ્વાસ, ઉધરસ, પડખાનો દુખાવો, કુપાચન, અરુચી તથા પીત્તાશયના રોગોમાં કરવામાં આવે છે. હકીમ લોકો તેને મુત્રલ અને વીરેચક માને છે તથા લીવરના રોગોમાં તેનો ઉપયોગ કરે છે. દાંતનો દુખાવો, દાંતનું હલવું તથા મુખની દુર્ગંધમાં તેનું ચુર્ણ દાંતે ઘસવાથી લાભ થાય છે. તેના ટુકડા મોઢામાં રાખી ચુસવામાં આવે છે.
Tags: પુષ્કરમુળ