ફટકડી

By ગાંડાભાઈ વલ્લભ

ફટકડી ફટકડીના ગાંગડાનો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે ફુલીને પતાસા જેવી થશે. એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી. ઔષધમાં આ ફુલાવેલી ફટકડી જ વાપરવી. બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી વપરાય છે. ફટકડી લોહીને વહેતું અટકાવે છે. એના આ ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં એ બહુ ઉપયોગી છે. (૧) ગળામાં સોજો આવ્યો હોય, કાકડા વધ્યા હોય, મોંમાં ચાંદી પડી હોય, દાંતમાંથી લોહી પડતું હોય તો એક કપ પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે. (૨) બોરસલીની છાલના ચુર્ણમાં ફટકડીનું ચુર્ણ મેળવી હાલતા દાંત પર હળવે હાથે ઘસવાથી દાંત મજબુત થાય છે. પેઢામાંથી લોહી નીકળતું હોય તેમાં પણ એનાથી ફાયદો થાય છે.  (૩) વાગવાથી રક્તસ્રાવ બંધ થતો ન હોય તો ફટકડીનો પાઉડર મુકી પાટો બાંધી લેવાથી રક્તસ્રાવ તરત જ બંધ થાય છે. (૪) હરસમાં લોહી પડતું હોય તો બકરીના દુધમાં ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર સવાર-સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે. (૫) માસીક વધારે આવતું હોય તો સવાર-સાંજ ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર લેવાથી ઉત્તમ ફાયદો થાય છે.

Tags:

Leave a Reply