ફણસ

By ગાંડાભાઈ વલ્લભ

ફણસ ફણસમાં ખાંડનો ભાગ ઘણો હોવાથી એની પૌષ્ટીક આહારદ્રવ્યોમાં ગણતરી થાય છે. તે ભ્રમ-ચક્કર, બળતરા મટાડનાર અને ઝેરની અસર ઓછી કરે છે; તથા આહાર પર રુચી ઉત્પન્ન કરે છે. વળી તે બળ, વીર્ય અને વજનને વધારનાર છે. આ કારણથી જ કોંકણના લોકો ફણસની સીઝનમાં સવારે ફણસનો નાસ્તો કરે છે અને બપોર પછી ફણસનું શરબત પીએ છે. ફણસના ઠળીયા પૌષ્ટીક હોવાથી શેકીને તેમ જ શાક કરીને ખાવામાં આવે છે. ફણસની ગોટલી ઝાડાને રોકે છે. પાકેલું ફણસ શીતળ, પૌષ્ટીક, વીર્ય વધારનાર, કફ કરનાર, માંસવર્ધક, બળ અને વજન વધારનાર, પચવામાં ભારે, સ્વાદમાં મધુર, તુરું અને વાતલ છે. તે પીત્ત ક્ષતક્ષય અને વાયુનો નાશ કરે છે. મધુપ્રમેહમાં આ ગોટલી સહાયક ઔષધ તરીકે વાપરી શકાય.

Tags:

4 Responses to “ફણસ”

  1. atuljaniagantuk Says:

    Useful Information.

  2. Dinesh Pandya Says:

    If sugar is plenty in Jackfruit than what about diabitis?

  3. Gandabhai Vallabh Says:

    દિનેશભાઈ, આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    મધુપ્રમેહમાં માત્ર ગોટલી (કે ઠળીયો, જે કઠણ હોય છે) વાપરવાની હોય છે, જેમાં સુગર નથી. ભારતમાં હતો ત્યારે ફણસ ઘણું ખાધું હતું, અને ગોટલીનું શાક પણ ઘણી વાર ખાવામાં આવેલું. સુગર તો જેને ચાંપું કહેવામાં આવે છે, (એટલે કે પાકેલા ફણસની અંદરની પેશી) તેમાં પુશ્કળ હોય છે. એની સાથે જે તાંતણા જેવો ભાગ હોય છે, જે ખાસ ખાવામાં બહુ વપરાતો નથી, ખાઈ શકાય, તેમાં પણ અમુક મીઠાશ હોય છે.

Leave a Reply