ફળઘૃત મજીઠ, કઠ, તગર, સાકર, વજ, હરડે, બહેડાં, આમળાં, હળદર, દારુહળદર, જેઠીમધ, અજમો, કાકોલી, ક્ષીર કાકોલી, કડુ, હીંગ, મેદા, આસંધ અને શતાવરી દરેક ૧૦-૧૦ ગ્રામને લસોટી ચટણી જેવું બનાવી, ૬૪૦ ગ્રામ ઘી, ૨.૫૬૦ કીલોગ્રામ દુધ(ગાયનું), અને એટલું જ પાણી નાખી ઘી સીદ્ધ કરવું. એને ફળઘૃત કહે છે. એકથી દોઢ ચમચી આ ઘી રોજ સવારે લેવાથી સ્ત્રીઓનું ગર્ભાશય તથા યોની તેમ જ પુરુષોનું વીર્ય વાત, પીત્ત કે કફથી દુષીત થયાં હોય તો શુદ્ધ થાય છે. બે માસીક વચ્ચેના સમયમાં તેનું સેવન કરવાથી ગર્ભધારણ અવશ્ય થાય છે. અવાર નવાર કસુવાવડ થઈ જતી હોય તેવી સ્ત્રીઓ માટે ખુબ જ હીતકારી છે.
Tags: ફળઘૃત