ફુદીનો

By ગાંડાભાઈ વલ્લભ

ફુદીનો ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. (૧) ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે. (૨) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે. (૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી  દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે. (૪) ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે. (૫) ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે. (૬) ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે. (૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે. (૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.

Tags:

5 Responses to “ફુદીનો”

  1. Dinesh Pandya Says:

    ફુદીના અને આદુવાળી કે લીલ્લી ચા નાખેલી ચા ઘણી પીધી છે પણ ફુદીનાના
    અન્ય ઔષધીય ગુણ આજે જાણ્યા.
    આ ઋતુમા કે શિયાળામા શરદીની સાથે ગળામા બળતરા, અવાજ બેસી
    જવો – સ્વરભંગ વગેરેની તકલીફ રહે છે. મીઠુ નાખેલા ગરમ પાણીના કોગળા કરવાથી પણ ક્યારેક ફરક નથી પડતો. તેનો ઉપાય બતવી આભારી કરશો.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    દિનેશભાઈ,

    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

  3. ગાંડાભાઈ વલ્લભ Says:

    શરદી અંગે આપની સમસ્યા બાબત આપને મેં ઈમેઈલ મોકલી છે.

  4. dwijen Says:

    tulasi ane phudino cancer ma upayogi 6e

  5. Gandabhai Vallabh Says:

    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

Leave a Reply