Archive for July 4th, 2009

બથવો

July 4, 2009

બથવો બથવાની ભાજી પચ્યા પછી તીખી, કૃમીનાશક, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રજ્વલીત કરનાર અને બળ આપનાર છે. આ ભાજીમાં ખનીજતત્ત્વો ખુબ સારી માત્રામાં છે. જમવામાં રુચી ઉત્પન્ન કરનાર અને મળને સરળતાથી ઉતારનાર છે. બથવો ત્રીદોષનાશક છે એટલે કે વાયુ, પીત્ત અને કફ ત્રણેનો નાશ કરનાર છે. આ ઉપરથી કહી શકાય કે, આ ત્રીદોષઘ્ન ભાજીનું મુલ્ય આરોગ્યની દૃષ્ટીએ ઘણું સારું છે.