બહેડાં બહેડાંનું વૃક્ષ ઘણું જ ઉંચું, વીસ્તારવાળું અને હરડેના વૃક્ષ જેવું હોય છે. એને ગોળ ફળ આવે છે તેને ‘બહેડાં’ કહે છે. બહેડાં કડવાં, તીખા, તુરાં, પચવામાં હલકાં, મળને સરકાવનાર, પચી ગયા પછી મધુર, ઉષ્ણ અને સ્પર્શમાં શીતળ છે. મળને તોડનાર, આંખ માટે હીતકારક તથા કેશવર્ધક છે અને કફ, પીત્ત, ઉધરસ, કૃમી, સ્વર બેસી જવો, નાકના રોગો, રક્તદોષ તથા હૃદયરોગનો નાશ કરે છે. આ વીકારોમાં અડધી ચમચી જેટલું બહેડાનું ચુર્ણ બે ચમચી મધ સાથે દીવસમાં બે વાર લેવું. બહેડાની છાલનો ટુકડો ચુસવાથી કફ વગરની સુકી ઉધરસમાં તરત શાંતી થાય છે. પીચોટી ખસી ગઈ હોય તો ચાર ચમચી બહેડાની છાલનો રસ રોજ સવારે ત્રણથી ચાર દીવસ પીવાથી લાભ થાય છે. પાંચે પાંચ પ્રકારના દમ-શ્વાસના રોગમાં બહેડાનો ઉપયોગ કરી શકાય છે. બાફેલા બહેડાના એક ચમચી પેસ્ટને એટલા જ મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી સર્વ પ્રકારના દમ-શ્વાસ મટે છે.
July 5, 2009 at 2:47 pm |
ખાસ બાબત કેમ ભુલી ગયા ?
ત્રીફળાનાં ત્રણ ઔષધોમાંનાં હરડે, બહેડાં અને આંબળાંમાંનું એ પણ એક અને મહત્ત્વનું ઔષધ છે. ઘણા જુનવાણી લોકો બહેડાં સાથે પ્રાસ મેળવીને હરડેનું નામ બદલી દે છે ! ત્રીફળા માટે બોલશે – ‘હરડાં, બહેડાં, આંબળા’ ! આંબળા/આમળાં.
સરસ માહીતી મળે છે. સાથે શક્ય હોય તો ચીત્ર પણ આપી શકો ?
July 5, 2009 at 10:44 pm |
હાર્દીક આભાર જુગલકીશોરભાઈ.
હું ૧૯૭૪થી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી મારી પાસે બહુ માહીતી નથી.
આપની વાત સાચી છે. ત્રીફળા હું અહીં પણ રાખું છું. વર્ષો પહેલાં શ્રી. માધવભાઈ મો. ચૌધરીએ લખેલી પુસ્તીકા ‘ચુર્ણ ઔષધો’ જે તે સમયે ૫૦ પૈસામાં મળતું તે પણ મારી પાસે અહીં છે. એમાં પણ ત્રીફળા વીષે છે. ૩૪ વર્ષ પહેલાં અહીં આવ્યો ત્યારે મને ગમતાં પુસ્તકોમાં સાથે લાવ્યો હતો.
ફરીથી આપની કૉમેન્ટ બદલ આભાર.