Archive for July 6th, 2009

બાજરી

July 6, 2009

બાજરી બાજરીમાં ઘઉં જેટલાં જ પોષક તત્ત્વો છે, પરંતુ ચરબીનું પ્રમાણ ઘઉં કરતાં વધારે છે. આથી અતીશય પરીશ્રમ કરનાર માટે બાજરી સારી છે. પરંતુ મેદસ્વી માટે સારી નથી. બાજરી હૃદય માટે હીતકર, બળ આપનાર, પચવામાં ભારે, ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પીત્તપ્રકોપક તથા પીત્ત વધારનાર, રુક્ષ, પૌષ્ટીક, ભુખ લગાડનાર, થોડા પ્રમાણમાં મળને બાંધનાર, અને કફનાશક છે. સ્ત્રીઓમાં કામવેગ ઉત્પન્ન કરનાર છે. ભેંસના દુધ સાથે બાજરીનો રોટલો ખુબ જ પૌષ્ટીક અને પથ્ય આહાર છે. ઘી કે માખણ ચોપડેલો બાજરીનો રોટલો ખુબ મીઠો લાગે છે. થોડા અંશે કબજીયાત કરતી હોવાથી કબજીયાત અને હરસના દર્દીએ સાવધાનીથી એનો ઉપયોગ કરવો જોઈએ.