બાલજીવનવટી એળીયો પ ગ્રામ, ગોરોચન ૨.૫ ગ્રામ, કેસર, જવખાર, રેવંચીનો શીરો, દારુડીનાં બી અને ભોંયરીંગણીનાં ફુલોનું કેસર દરેક ૧૦ ગ્રામને ખાંડીને બનાવેલા બારીક ચુર્ણને છ કલાક આદુના રસમાં વાટી-ઘુંટી મગના દાણા જેવડી બનાવેલ ગોળીને બાલજીવનવટી કહે છે. આ ગોળી માતાના ધાવણ સાથે બાળકને આપવાથી વરાધ-સસણી, મળાવરોધ, મુત્રત્યાગમાં અવરોધ, આફરો, ગૅસ, શ્વાસ(દમ), ઉધરસ વગેરે મટે છે.
Tags: બાલજીવનવટી