બાલરક્ષક ગુટીકા

By ગાંડાભાઈ વલ્લભ

બાલરક્ષક ગુટીકા એલચી, અજમોદ, જાયફળ, જાવંત્રી, તજ, લવીંગ, વાપુંભા, સફેદ મરી, વાવડીંગ, સુવા, સંચળ, હરડે, કરીયાતુ, કાચકા, એળીયો, અતીવીષ, દાડમછાલ, પીપરીમુળ, વાંસકપુર, હીરાબોળ, ખસખસ, લોબાન અને કેસર આ ત્રેવીસ ઔષધો સમાન ભાગે લઈ ખાંડીને બારીક ચુર્ણ બનાવવું. એને મધમાં બરાબર ઘુંટી મગ જેવડી ગોળી બનાવવી. આ ગોળીને બાલરક્ષક ગુટીકા કહે છે.  આ ગોળી બાળકોના પાતળા ઝાડા, મંદાગ્ની, વાયુ, અપચો, ઉલટી, કબજીયાત અને નબળાઈ મટાડે છે. બાળકને દુધ સારી રીતે પચે છે. બાળક બળવાન બને છે. બાળકોના બધા રોગોમાં ખુબ જ ઉપયોગી છે. છ મહીના સુધીના બાળકને એકથી બે ગોળી, છથી બાર મહીનાના બાળકને બેથી ચાર ગોળી અને મોટાં બાળકને થોડી વધારે, માતાના ધાવણ સાથે આપવી.

Tags:

Leave a Reply