બાર્લીવૉટર જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે ત્યારે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લીવૉટર કહે છે. એ તરસ, ઉલટી, અતીસાર, મુત્રકૃચ્છ્ર (પેશાબની અટકાયત અને બળતરા કરે તેવો રોગ), મુત્રદાહ, કીડનીનો દુખાવો, મુત્રાશયશુળ વગેરેમાં ફાયદો કરે છે. એકાદ ગ્લાસ જેટલું બાર્લીવૉટર સવાર-સાંજ પીવાથી ઉલટી, ઉબકા, અતીસાર-પાતળા ઝાડા, સોજો, દુખાવો, મુુત્રકષ્ટતા, મુત્રમાર્ગની બળતરા, પથરી, કીડનીનો સોજો તેમ જ દુખાવો વગેરેમાં ફાયદો થાય છે, તેમ જ મળ પણ સાફ ઉતરે છે. જેમને વારંવાર પથરી થયા કરતી હોય તેમને માટે બાર્લીવૉટર ખુબ જ ઉત્તમ છે.