સાંધાનો દુખાવો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક

(૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો (લેમન ગ્રાસનો) ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉકાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.

(૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.

(૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.

(૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.

(૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ તથા પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

ટૅગ્સ:

191 Responses to “સાંધાનો દુખાવો”

  1. Bhavesh Bagadia Says:

    Respected Sir, mara father ne chotha ane pachma manka vachche ni gadi bahar aavi gayeli chhe. Halma lagbhag pandar divas thi daba pag ma nas chadi gai hoi tem lage chhe. Jena lidhe besi panch minute thi vadhare besi sakta nathi.Dava chalu chhe. To upchar batavva vinanti.
    – Bhavesh Bagadia – Ahmedabad

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ભાવેશભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      તમે કહો છો કે નસ ચડી ગઈ છે. એના પરથી લાગે છે કે કદાચ વાયુપ્રકોપ હશે. જો એમ હોય તો વાયુ ન થાય એની કાળજી રાખવી જોઈએ. આહારમાં વાયુ કરે તેવા પદાર્થો છોડી દેવા કે ખાવા જ પડે તો બહુ અલ્પ પ્રમાણમાં લેવા. એમાં તળેલા અને પચવામાં ભારે પદાર્થોનો પણ સમાવેશ થાય છે. ખાવાનું પ્રમાણ પણ શરીર પચાવી શકે તે મુજબનું જ હોવું જોઈએ. એટલે કે સાદો સુપાચ્ય ખોરાક લેવો. વળી વાયુપ્રકોપ દુર કરવામાં ચાલવાની કસરત બહુ ઉપયોગી છે. યોગનાં આસનો પણ ઉપયોગી થાય, જે એના નીષ્ણાતની મદદથી શરૂ કરી શકાય. તમે કહો છો કે દવા ચાલુ છે, પણ શી દવા કરો છો તે જણાવ્યું નથી. આમ છતાં આ કાળજી રાખશો તો ફાયદો ન થાય તો પણ નુકસાન તો નહીં થાય.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

      • Bhavesh Bagadia Says:

        Namaste, Sir, Aapna margdarshan badal khub khub Abhar. Aap on line margdarsan Aapo chho te badal khub khub dhanya vad. Mara Father Ni Age 71 chhe. Be divas pahela MRI report karavyo.
        As per MRI report :- 4th Ane 5th MANKA vachche ni GADI bahar avi gayeli chhe. Jena karne Nus (Vain) upar pressure thavathi Left Pag (Leg) ma dukhavo thay chhe. Jethi complete bed rest levo pade chhe. Jo thodi var ubha thay ke bese to Left Lag ma thapa na bhagma dukhavo thay chhe. To Ana mate upchar janavva vinanti.
        (Guj.Fonts khyal nahi Aavto hovathi Eng. Guj. ma lakhu chhu. – Bhavesh Bagadia – Ahmedabad

        Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે ભાવેશભાઈ,
        બે મણકાની વચ્ચેની ગાદી ખસી ગઈ હોય કે મણકો ખસી ગયો હોય તે માટેની કોઈ આયુર્વેદીક સારવાર મારા ખ્યાલમાં નથી એ બદલ દીલગીર છું. આયુર્વેદ મારા ખ્યાલ મુજબ રોગનું કારણ વાત, પીત્ત, કફ પૈકી એક કે વધુની અયોગ્ય સ્થીતીને ગણાવે છે. આથી યોગ્ય ચીકીત્સક આ કારણ જાણીને સારવાર કરી શકે. કેડના દુખાવામાં સામાન્ય રીતે વાયુને કારણ ગણવામાં આવે છે, આથી વાયુનાશક ઔષધોનું સેવન અને વાયુકારક પદાર્થોનો ત્યાગ મદદગાર થાય છે. વાયુનો છુટકારો મેળવવામાં આ ઉપરાંત યોગનાં આસનો અને અમુક પ્રકારના પ્રાણાયામ પણ સહાયક બને છે; પણ એ એના યોગ્ય જાણકારના માર્ગદર્શનમાં કરવું જોઈએ.
        પણ મને લાગે છે કે આપ હાલ એલોપથી ડૉક્ટરની સારવાર લેતા હો તે ચાલુ રાખવી જોઈએ, અને જરૂર જણાય તો ઑપરેશન કરાવવું જોઈએ, કારણ કે એનાથી તાત્કાલીક લાભ થઈ શકે.
        ગુજરાતીમાં લખવા માટે કીબોર્ડ gujarati keyboard લખીને શોધ કરવાથી વેબસાઈટ પરથી મળી શકશે. અથવા સુરતના નીવૃત્ત ગુજરાતીના શીક્ષક શ્રીયુત ઉત્તમભાઈ ગજ્જરની મદદ મળી શકે. તેઓ કહે છે કે:
        નેટ પર મેઈલમાં, ફેસબુક પર, ચેટીંગમાં કે અહીં વર્ડમાં, ગુજરાતીમાં લખતાં શીખવું છે? ક્યાંય કશા કૉપી-પેસ્ટના શ્રમ વીના સીધું જ? તો મુલાકાત લો: http://lakhe-gujarat.weebly.com/ ની., કશી તકલીફ જણાય તો લખજો.. uttamgajjar@gmail.com

        Gandabhai Vallabh
        My blogs
        https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
        (This blog is mainly about Ayurveda)
        http://kriyakand.wordpress.com (Gujarati)
        (Hindu Religious Services)
        http://azadiladat.wordpress.com (Gujarati)
        (A Book by Dayal Kesry)

        Like

      • Bhavesh Says:

        Resptected Sir,

        Namaste, Aapna javab ane Margdarshan badal khub khub Abhar. Hal ma Ahmedabad ma ek janita had vaid ni treatment chalu karel chhe jema serup & oil malish mate aapel chhe. Ane Aape janavya pramane pan upchar karie chhie. Ahbar

        Like

      • Bhavesh Bagadia Says:

        Respected Sir,

        Namaste. – Bhaveshbhai from Ahmedabad.

        Aapna agau na reply-margdarsan badal khub khub aabhar.

        Mari Age 44 chhe. Mane thoda samay thi ODKAR khubaj aave

        chhe. tatha Vachhut pan khubaj thay chhe. Jo ke hu amara Jain

        dharm pramane choviyar karu chhu Etleke suryast pahela jami lau

        chhu. Ratre kasuj khato nathi. To mari Aa taklif mate Ghargatthu

        upchar janavva vinanti…

        Abhar sah…

        Bhavesh Bagadia

        Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે ભાવેશભાઈ,
        ફરીથી મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
        મારી ઉંમર ૭૫ વર્ષની છે. મને બચપણથી વાયુની તકલીફ હતી, જેનો ખ્યાલ આયુર્વેદની સારવારમાં મને રસ પડ્યા પછી બહુ મોડો આવ્યો. મને યાદ છે હું બહુ નાનો હતો ત્યારે પણ જેને નળબંધ વાયુનો દુખાવો કહેવામાં આવે છે તે થતો. પેટનો સામાન્ય દુખાવો પણ થયા કરતો. એનું કારણ વાયુવીકાર. આજે પણ મારા ખાવામાં કે દીનચર્યામાં અમુક ફેરફાર થાય તો વાયુવીકાર સતાવે છે. આથી આહાર અને વીહાર બંનેની કાળજી હું બને તેટલી રાખું છું, આથી હવે ભાગ્યેજ એવી તકલીફ થાય છે. થાય ત્યારે વાયુનાશક ઔષધો લઉં છું. આવાં વાયુનાશક ઔષધો આયુર્વેદમાં બીજા બધા વીકારોની જેમ એક કરતાં વધુ જોવામાં આવે છે. એનું કારણ દરેકને એક જ ઔષધ અનુકુળ આવતું હોતું નથી, કેમકે બધાની પ્રકૃતી સરખી હોતી નથી. પોતાની પ્રકૃતી મુજબ જે ઔષધ અનુકુળ આવે તે લેવું રહ્યું.
        આપની તકલીફમાં પણ આ મુજબ અને મેં આ પહેલાં જણાવ્યું છે તે ઉપાયો કરવા જોઈએ.
        મને અનુકુળ યોગાસનો પણ હું કરું છું, જે મારા બ્લોગ પર મુકવા પણ વીચારું છું. જો કે એ ક્યારે કરી શકીશ કે એ શક્ય બનશે કે કેમ તે કહી શકું નહીં.

        Thank you.
        Best regards.

        Gandabhai Vallabh
        Ph. 64 4 3872495 (H)
        64 21 161 1588 (Mob)
        My blog:gandabhaivallabh.wordpress.com

        Like

      • Kalpesh n thakor Says:

        ,mara daba pag ma dukhavo rahe che chalva ma dodvama taklif rahe che

        Like

    • rahul patel amdavad Says:

      Dear sir Mara father ne roj ratre gardan ma dukhavo thay che Savar pade etle mati jay 6 ratre barabar ungata nathi betha vali jay che ada pads to pacho dukhavo chalu that che fijiyotherapi ni dava chalu che ene kahyu me manka ma gasaro che parantu emne ratre j kem that che to yogya upachar apva vinanti

      Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે રાહુલભાઈ,
        તમારા પીતાશ્રીને ગરદનમાં જે દુખાવો થાય છે તેનું કારણ વાયુવીકાર હોઈ શકે. અમુક લોકોને રાત્રે વાયુ વધુ સતાવે એમ બની શકે. ફીઝીઓથેરપીથી પણ લાભ થવો જોઈએ. ઉપરાંત વાયુકારક આહાર બંધ કરવો, બની શકે તો દરરોજ થોડું ચાલવું જોઈએ અને સુપાચ્ય પોષક ખોરાક પાચનશક્તી મુજબ જ લેવો જોઈએ. જો કોઈ જાણકાર પાસેથી ડોકની સાદી કસરતની માહીતી મળે તો એમના માર્ગદર્શન મુજબ એ કસરત કરવાથી સારો લાભ થાય છે, જેનો મારી પત્નીને ગરદનના દુખાવામાં જ અનુભવ થયો છે.

        Like

      • rahul Says:

        Dear sir
        Me jem agal vat kari ke Mara papa ne gardan ma dhukhavo chalu thay 6 pan dhime dhime khabha ma pan dhukhavo Thai ne. Pa6i 6ati ma pan dhukhay 6 doctor nu evu pan kahevu 6 k raday nu pumping dhimu 6 made kone batavvavu joie yogya upchar apva vinati

        Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        Kalpesh n thakor Says:
        એપ્રિલ 19, 2018 પર 7:26 પી એમ(pm) edit
        ,mara daba pag ma dukhavo rahe che chalva ma dodvama taklif rahe che
        ભાઈ શ્રી કલ્પેશ,
        આ સાથેની ઉપર અને નીચેની બધી ચર્ચા તમે વાંચશો તો તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી જશે. છતાં ફરીથી જણાવું કે પગના દુખાવાનું કારણ વાયુ હોય છે, આથી વાયુ કરે તેવો આહાર છોડવો અને વાયુનાશક ઔષધો લેવાં. મારો તાજેતરનો એક અનુભવ છે. કેટલાક વખતથી મેં બપોરે માત્ર ફળ અને શાકભાજી જ લેવાનું ચાલુ કર્યું છે, ખોરાકનું પ્રમાણ ઘટાડ્યું અને મને પગમાં થતો દુખાવો ઘણો મટી ગયો છે. જો કે તદ્દન મટી જતો નથી, કેમ કે અમુક પ્રમાણમાં મને વાયુવીકાર રહે છે.(હાલ મારી ઉમ્મર ૮૦ વર્ષની છે, છતાં ટેબલ ટેનીસની રમત ખુબ સારી રીતે રમી શકું છું. રમવા માટે વરસાદ ન હોય તો અર્ધો કલાક ચાલીને જાઉં છું, બે-અઢી કલાક રમીને ચાલતો આવું છું. રમતનું સ્થળ સાધારણ ઉંચાઈ પર છે.)

        Like

    • Rajesh Doshi Says:

      ભાવેશ ભાઇ કે એમના પિતાશ્રી જેવી L4/L5 વચ્ચે ની ગાદી ઘસી પડવાની કે ગેપ થઈ જવાની તકલીફમાં સૂંઠ નો ઉકાળો સહેજ મોર્સ ના મારણ સાથે ગરમાગરમ કપમાં ગાલી ને એક ચમચી એરંડિયું ઉમેરી અને નયણાં કોઠે પીવું ગાદી ના માલગાડી ની આજુબાજુ ના મસ્લસ એટલે કે સ્નાયુઓ ને મજબૂત કરવામાં આવે તો મણકા પર નું દબાણ ઘટે તો સાયટિકા નર્વ દબાશે નહીં. ભુજંગાસન, શશાંકાસન તાડાસન અને માનજરાસન નિયમિત કરવામાં આવે તો સાવ સારૂ લાગશે

      Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        આપના માર્ગદર્શન બદલ હાર્દીક આભાર રાજેશભાઈ. જો કે માનજરાસન વીશે મને કશી ખબર નથી. આ આસનનું નામ પણ મેં પહેલી વખત જાણ્યું. મોર્સ શબ્દ પણ મારા માટે નવો છે. ફરીથી આપનો આભાર.

        Like

      • Rajesh Doshi Says:

        તત્કાળ પ્રતિસાદ આપવા બદલ આભાર. બે વાત એક તો મોરસ એટલે સાકર દરેક ઉગ્ર ઔષધો માટે અનુપાન હોય છે એટલે સૂંઠ સાથે સાકર. બીજું સંસ્કૃત માં બિલાડી ને માનજર કહે છે અને આપને વિદિત હશે જ પૃથ્વી પરના દરેક પંચેન્દ્રિય માં સહુથી લવચીકતા બિલાડી માં હોય છે.એ પોતાની પૂરી કરોડરજ્જુ ના દરેક મણકા પૂનઃ સ્થાપિત સ્વયં કરી શકે છે. એટલે બરોબર એજ અનુક્રમે જો આસન કરવાથી મનુષ્ય માટે પણ કરોડના મણકા નુ સંચાલન કરી શકાય. અંગ્રેજી માં આપને cat pose થી આ આસનનો પુરો પરિચય મળશે.

        Like

      • Rajesh Doshi Says:

        આવુજ પરિણામ ભુજંગાસન એટલે કે નાગ જેમ કોઈ પણ હાથ કે પગ ના આધાર વગર સીધો સપાટ થઈ શકે છે તો કમર ના નબળા પડેલા સ્નાયુઓ કે સામાન્ય સ્નાયુઓ ને વધુ મજબૂત કરવા સાબૂત કરી શકે છે.ભુજંગાસન.

        Like

  2. jyoti shah Says:

    pittashay ma pathri hoy to operation vagar kevi rite nikle? excersice karu chhu to pan vajan utartu nathi. upay janavsho.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે જ્યોતિબહેન,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      પથરી અને પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી (prostate enlargement)ના એક ઉપાય વીષે હાલમાં જ મારા મીત્રનો અનુભવ હું મારા બ્લોગ પર લખવાનો હતો, જે આ તમને લખું છું તે છે.

      અમે (મારો આ મીત્ર પણ) ઘણાં વર્ષોથી વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં રહીએ છીએ. થોડા સમય પહેલાં અમે દેશ ગયા હતા. અમારું મુળ વતન નવસારી નજીક જલાલપુર તાલુકાનું બોદાલી ગામ છે. અમે બંને એક જ ફળીયાના છીએ. ત્યાં મારા મીત્રને (ઉંમર ૭૭) પ્રોસ્ટેટની તકલીફ થઈ હતી. પેશાબ બંધ થઈ જવાને કારણે કેથેટર મુકવું પડ્યું હતું. તેઓ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાના જ હતા, તે જ અરસામાં માહીતી મળી કે નવસારી નજીક એરુ ગામમાં કુંભારવાડમાં એક બહેન નામે મંજુલાબહેન (ફોન નંબર ૯૫૮ ૬૫૩ ૩૮૦૧) રહે છે. તેઓ પથરીની દવા આપે છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ કરતાં નથી, તદ્દન મફત છે. એમની દવામાં કોઈ વનસ્પતીનાં મુળીયાં હોય છે, જેના નાના નાના ટુકડા કરી બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું પાણી બળી ગયા પછી ગાળીને પીવાનું હોય છે. આ દવાથી કોઈ પણ પ્રકારની પથરી ઓગળી જાય છે.
      મારા મીત્રને તો પ્રોસ્ટેટની તકલીફ હતી. એ બહેને કહ્યું, “ભાઈ, પ્રોસ્ટેટ શું તે હું કશું જાણતી નથી. મેં કદી એના વીષે કશું જ સાંભળ્યું નથી, પણ મારી પાસે તો આ દવા કોઈ પણ પ્રકારની પથરી માટેની છે. જો તમારે અજમાવી જોવી હોય તો તમારે જોખમે અજમાવી શકો.”
      મારા મીત્રે એ ઉપાય કર્યો અને ચમત્કારી ફાયદો થયો. કેથેટર કાઢી નાખ્યું. પ્રોસ્ટેટનો સોજો બીલકુલ જતો રહ્યો. ઓપરેશનની જરુર રહી નહીં-જેનો ખર્ચ એમને લગભગ ૩૦,૦૦૦ રુપીયા કહેવામાં આવ્યો હતો. મારા મીત્રનું કહેવું છે કે આ વનસ્પતી આપણે ત્યાં બધે જ ચોમાસા દરમીયાન ઉગી નીકળે છે – વાડમાં, ખેતરોના શેઢે, નકામી જગ્યાએ. એમનું કહેવું છે કે આપણે ત્યાં એને અખેરીયો કહે છે. (કદાચ આ નામ અમારા વીસ્તારનું સ્થાનીક-તળપદી બોલીનું – હોઈ શકે, કેમ કે ગુજરાતી શબ્દકોશમાં કે ‘આર્યભીષક’ ગ્રંથમાં મને આ નામની વનસ્પતી મળી શકી નથી. આ છોડ દોઢ-બે ફુટ ઉંચો થાય છે. ચોમાસા બાદ પણ થોડા માસ એ છોડ લીલો રહે છે. સુકાઈ ગયા બાદ પણ એનાં મુળીયાં વાપરી શકાય.
      પીત્તાશયની પથરીમાં એ બહેન દવા આપે છે કે કેમ તે હું જાણતો નથી. જો તમે દેશમાં હો તો એમનો ઉપર જણાવેલ ફોનથી સંપર્ક કરી શકો અને શક્ય હોય તો એમની મુલાકાત લઈ શકો. એ સંજોગમાં પરીણામ જણાવવા વીનંતી. જો કે આપણા લોકોનો મારો અનુભવ છે કે બહુ જુજ લોકો પ્રત્યુત્તરની દરકાર કરે છે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

    • baria vijaykumar Arvindbhai Says:

      Vajan utarva mateno upay (solution ) chhe contact :9909507824 karo

      Like

  3. Vinod Says:

    Bhavesh,
    Your father has probably ciatica.Cnfirm with some doctor. If it is so then he should do the following asanas.
    1 Ardha pad utthanasan and 2 Ardha pavan muktasan.
    He may take two cloves of garlic fried in cow ghee immediately before lunch with rotli as first mouthful.

    Like

  4. bhavna Says:

    નમસ્તે!!!!!!!! મને સાંધા રીપલેસમેન્ટ્નુ ડો. કિધુ છે તો આને અટ્કાવવા માટે કોઇ ઉપાય હોય તો પલીસ જણાવો.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ભાવના બહેન,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આયુર્વેદ અનુસાર સાંધાના દુખાવામાં વાયુને કારણભુત માનવામાં આવે છે. વાયુવીકારથી ઘુંટણનું કાર્ટીજ સુકાઈ જાય છે આથી સાંધાનાં હાડકાં એકબીજા સાથે ઘસાવાથી અસહ્ય વેદના થાય છે. જો કાર્ટીજ વધુ પડતું ઘસાઈ ગયું હોય તો knee replacement સીવાય બીજો કોઈ (આયુર્વેદ કે અન્ય) ઉપાય કારગત નીવડે કે કેમ તેની મને કોઈ માહીતી નથી, એ બદલ દીલગીર છું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

      • Rajesh Doshi Says:

        Glucosamine કે glucosamine hcl નું સેવન હિતકારક રહેશેે. બીજું તલ ના તેલના પાટા ને (કોટન ના એકદમ પાંખા વણાટ ના પાટા તલ ના તેલ માં પલાળી નિતારી ને ) ક્ષતિગ્રસ્ત સાનધા
        પર રાતભર કે ત્રણ ચાર કલાક વિંટાળી રાખો પછી તરત સહન થાય એટલા ગરમ અને ઠંડા પાણીથી વારાફરતી ઝારો.
        ગૂગળ, આદુ, તલ અને કતરા ના એક કળી ના લસણનું સેવન ઘણો ફાયદો કરશે.

        Like

  5. bhavna Says:

    નમસ્તે!!!!!!!! મને સાંધા રીપલેસમેન્ટ્નુ ડો. કિધુ છે તો આને અટ્કાવવા માટે કોઇ ઉપાય હોય તો પલીસ જણાવો.મારી દવા ચાલુ છે

    Like

  6. kalpesh Says:

    Mari kamar na manaka
    ke gadi ma sojo
    Avi jay se (dr.ni salah mujb)
    Ana mate ayurved upchar

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે કલ્પેશભાઈ,
      મારા બ્લોગની મુલાકાત બદલ આભાર.
      ઉપર સાંધાના દુખાવા અંગે જે વાતો છે તે આપે જોઈ હશે.
      સામાન્ય રીતે એલોપથીનાં નીદાન આયુર્વેદ કરતાં અલગ હોવાનાં, કેમ કે એ બંનેના પાયાના સીદ્ધાંતો અલગ છે. આયુર્વેદની થીયરી વાત, પીત્ત અને કફ ઉપર આધારીત છે, જેને ત્રીદોષ કહે છે. આયુર્વેદ મુજબ શરીરમાં થતા કોઈ પણ દુખાવામાં વાયુવીકાર કારણભુત હોય છે. વાયુવીકાર એટલે શરીરમાં વાયુ જ્યાં જવો જોઈએ ત્યાં નહીં પણ જ્યાં ન જવો જોઈએ ત્યાં જાય કે જમા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વાયુની સ્થીતી સમ નથી હોતી. આથી અયોગ્ય જગ્યાએ પહોંચેલ વાયુને દુર કરવાના ઉપાયો કરવાના રહે છે. અને એ વાયુથી થયેલ હાની સુધારવાની રહે. વાયુને સમ કરવો પડે. આ માટે આયુર્વેદના યોગ્ય જાણકારની સલાહ મુજબ ઉપચાર કરવા જોઈએ. વાતવીકારમાં વાયુ ન થાય તેની ઉપર જણાવ્યું છે તે કાળજી રાખવી અને વાયુનાશક તમને અનુકુળ ઔષધોપચાર કરવા. વાયુનાશક ઔષધો પણ ઘણાં છે. જેને પોતાની પ્રકૃતી અનુસાર જે અનુકુળ હોય તે લેવાનાં રહે. આનો નીર્ણય યોગ્ય જાણકારી ધરાવનાર ચીકીત્સકની સલાહ મુજબ લેવો.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  7. Bipinbhai Bambhaniya Says:

    નમસ્તે ગાંડાભાઈ
    મારી ઉમર ૪૩ વર્ષ છે મને ૨/૩ માસથી કમરનો દુખાવો થયા કરે છે મેં મહુવા માં છગનભાઈ નામના હાડવૈદ છે તેમને બતાવ્યું અને ત્યાં તેમણે એક્ષ્રરે લીધો પછી કીધુકે તમને મણકા વચ્ચે જગ્યા વધી ગઈ છે અને તેના કરને દુખાવો થાય છે તો તે જગ્યા થઇ જવાનું કારણ અને તેની દવા બતાવવા મહેરબાની કરશો અને તમારા મત મુજબ બીજું કોઈ કારણ હોય તો તે અને તેની દવા સૂચવવા મહેરબાની કરશો મને હુ ઉભો રહું તો ૨/૪ મિનીટ માં પગમાં ખાલી અને જલ્દી બેસી જવાની ઈચ્છા થયા કરે અને ક્યાય બેઠયા પછી થોડીવાર પછી ઉભા થાઉં તો કમર ભરાઈ ગઈ હોય તેમ કડક થઇ જાય અને થોડી સેકન્ડ પછી સીધી થાય તો મને જેમ બને તેમ જલ્દી ઉપાય સૂચવવા મેહરબાની કરશો …બીપીનભાઈ jafrabadvala

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે બિપીનભાઈ.
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. તમે જણાવ્યું છે કે તમને પગમાં ખાલી ચડે છે. વાયુવીકારથી થતા ૮૦ પ્રકારના રોગો પૈકી ખાલી ચડવી એ પણ એક છે. આથી તમને થતા કમરના દુખાવાનું કારણ પણ વાયુ હોવાની શક્યતા છે. પરંતુ તમારે કોઈ સારા આયુર્વેદની નીસ્વાર્થ સેવા કરનાર (લેભાગુ નહીં એવા) ચીકીત્સકને મળવું જોઈએ. એ તમારું શરીર તપાસી, પ્રશ્નોત્તરી દ્વારા તમારી પ્રકૃતી જાણી શકે અને એ મુજબ યોગ્ય ઔષધ તથા આહારવીહાર સુચવી તમારી તકલીફ દુર કરી શકે. કદાચ હાડવૈદ એમાં બહુ મદદ કરી શકે નહીં.
      વાયુવીકારથી થતી તકલીફમાંથી મુક્તી મેળવવા સતત પરેજી અને યોગ્ય કસરત અનીવાર્ય છે, એમ મને મારા અનુભવથી જણાયું છે, કેમ કે મારી પ્રકૃતી વાયુપ્રધાન છે. વળી જેમ ઉમર વધે તેમ વાયુની તકલીફ પણ વધે. (મારી ઉમર ૭૬ વર્ષની છે.) આથી હું બને ત્યાં સુધી વાયુકારક આહાર લેતો નથી. દરરોજ યોગાસનો કરું છું. પચી શકે તેવો અને તેટલા પ્રમાણમાં સાદો આહાર લઉં છું.
      વાયુનાશક પદાર્થો તમે મારા બ્લોગમાં અન્યત્ર વાંચી શકશો.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh-NZ
      My blog:
      https://gandabhaivallabh.wordpress.com/

      Like

    • Rajesh Doshi Says:

      ભાવેશ ભાઇ કે એમના પિતાશ્રી કે બિપીનભાઈ જેવી L4/L5 વચ્ચે ની ગાદી ઘસી પડવાની કે ગેપ થઈ જવાની તકલીફમાં સૂંઠ નો ઉકાળો સહેજ મોરસ (સાકર) ના મારણ સાથે ગરમાગરમ કપમાં ગાળો ને એક ચમચી એરંડિયું ઉમેરી અને નયણાં કોઠે પીવું ગાદી ના માળખાની આજુબાજુ ના મસ્લસ એટલે કે સ્નાયુઓ ને મજબૂત કરવામાં આવે તો મણકા પર નું દબાણ ઘટે તો સાયટિકા નર્વ દબાશે નહીં. ભુજંગાસન, શશાંકાસન તાડાસન અને માજંરાસન નિયમિત કરવામાં આવે તો સાવ સારૂ લાગશે
      પીઠ ના જે મણકા પર તકલીફ હોય તેના પર ૧) મધ ૨) ચૂનો (ખાવાનો) મીક્સ કરી તેમાં થોડોક હળદર પાવડર મેળવીને તરત લેપ ની જેમ લગાડી દો. તેની પર રૂ નો રોલ માનસર નો.લગાડી રાખો. પ્લાસ્ટર ની જેમ સખત થઈ જશે.( અહિંસા ના કારણે મધ ના વાપરી શકાય તો ગોળ કે સાકર પાવડર મધના બદલે વપરાય)

      Like

  8. jignesh Says:

    namaste sir,
    mara papa ne pag na gothan ma bahuj dukhavo thay che. aemni umar 52 varsh che. te chali pan sakta nathi atlamate diclofast namni dukhava mateni teblet khay che to tenathi nuksan thai che karu te 1 time aa dava lay che. pag na dukhava mate koi desi upchar batavva namra vinati ame ghani hospital ma batavi lidhu che. chata pan kai farak padto nathi to upchar batavva vinati. dukhava ni teblet khavi joye ke nai te pan janavjo.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે જિજ્ઞેશભાઈ,

      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

      સામાન્ય રીતે એલોપથીની પેઈનકીલર દવાની કંઈક ને કંઈક આડઅસર હોય છે, આથી એનાથી તાત્કાલીક રાહત મળે છે, પણ એ રોગને દુર કરવમાં કોઈ મદદ કરતી નથી, એટલું જ નહીં અમુક આડઅસરો મુકતી જાય છે. આથી હું ખરેખર પેઈનકીલરના પક્ષમાં નથી. જો આપે મારી આ પોસ્ટમાં ઉપર જે બધી કૉમેન્ટ છે તે અને એના પ્રત્યુત્તરમાં મેં જે કહ્યું છે તે વાંચ્યું ન હોય તો ફરીથી એ ખોલીને વાંચવા વીનંતી. એમાં મારે જે કહેવાનું છે તે લગભગ બધું જ મેં કહ્યું છે. પેઈનકીલર વીષે આપે પુછ્યું તે બાબત મારા વીચારો મેં અહીં જણાવ્યા છે.

      તમારા પપ્પાની ઉમ્મર માત્ર 52 વર્ષની છે, એ ઘણા યંગ ગણાય. યોગ્ય આયુર્વેદ ચીકીત્સકની રુબરુ મુલાકાત લઈ એમની સલાહ મુજબ ઉપચાર કરવાથી અને જરુરી પરેજી અને આહાર-વીહારનું પાલન કરવાથી એમની મુશ્કેલી દુર થઈ શકે એમાં મને કોઈ શંકા જણાતી નથી.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

      • jigar Says:

        Mara papa ne ratre ungti vakhte dukhay 6 jyare betha betha khurshi ma unge to ung avi jay 6 pan jyare khatla ma ada pade tyare dhukhavo that 6 gardan ma khabar nathi padti su thay 6 sarjanbatavyu hath to emne kidhu me raday nu pumping dhimu 6 Mara papa ni umar 48 year che yogya upxhar apva vinati

        Like

  9. અનામિક Says:

    Thank you.SIR…….

    Like

  10. JIGNESH Says:

    Thank you.SIR…….

    Like

  11. irshaad Says:

    Hello Gandabhai….can i hv ur mail id….i want to share something related my health problem in details…..!

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      ભાઈશ્રી, મારી પાસે વૈદકીય કોઈ શૈક્ષણીક લાયકાત નથી. આયુર્વેદમાં બચપણથી રસ હોવાથી વાંચન દ્વારા જે જાણકારી છે તે લોકોની જાણ માટે મારા બ્લોગ પર મુકું છું. આરોગ્યની તકલીફમાં ઉપાયો તો તમારા ચીકીત્સકની સલાહ મુજબ અને દેખરેખમાં જ કરવા જોઈએ.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  12. Hetu Sachdev Says:

    Mara mom ne pagna gothan ma bavaj dukhya kare che Dr. Ne batavu to am kidhu sandha ghasay che dava le tya sudhi sarkhu re che Kay ilaj batav so..

    Like

  13. Hetu Sachdev Says:

    Mara mom ne pag na gothan ma bav dukhya kare che

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      સાંધાના દુખાવા બાબત આપ ઉપર મેં આપેલા પ્રત્યુત્તર જોશો તો બહુ વીગતવાર જણાવ્યું છે. ઉંમર વધતાં વાયુની તકલીફ થાય છે, કેમ કે પાચનશક્તી નબળી પડે અને તે મુજબ ખાવામાં ફેરફાર કરવામાં ન આવે. વળી શારીરીક શ્રમ ઓછો થઈ જાય કે તદ્દન બંધ થઈ જાય એને લીધે પણ પાચનશક્તી નબળી પડી વાયુવીકાર થાય છે. આથી આ બાબતની કાળજી લેવાથી દુખાવામાં રાહત મળી શકે.
      ફરીથી ઉપર આપેલી વીગતો જોઈ જવા વનંતી.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  14. manish patel Says:

    left full leg pein tomuch give mi sajesan

    Like

  15. ગાંડાભાઈ વલ્લભ Says:

    આયુર્વેદ દુખાવાનું કારણ વાયુવીકારને ગણે છે. આ અંગે ઉપર ઘણી માહીતી આપવામાં આવી છે. તમે એ બધું વાંચ્યુ ન હોય તો જોઈ જવા વીનંતી. કોઈ સારા જાણકાર વૈદ તમને તપાસીને જરુર મદદ કરી શકે. પણ વાયુવીકારમાં આહાર-વીહાર એટલે કે તમે જે ખાતા હો તે અને તમારી રોજની જે પ્રવૃત્તી હોય તે ઘણી મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારી પ્રકૃતીને તપાસી યોગ્ય ચીકીત્સક માર્ગદર્શન આપી શકે.

    Like

  16. Niraj Dave Says:

    Respected Sir, mara mummy ne jamna gutan ma khub pain thay 6e. te roj ni 2 pain killer le 6e to pan temne dukhava ma farak nathi padto mane yogya marg darshan aapva vinanti 6e……

    Like

  17. Gandabhai Vallabh Says:

    નમસ્તે નીરજભાઈ,
    ઘુંટણનો દુખાવો એટલે કે સાંધાનો દુખાવો. તમે ઉપર જોશો તો સાંધાના દુખાવા બાબત ઘણી ચર્ચા આવી છે. એ બધા પ્રશ્નો ધ્યાન પુર્વક જોશો તો આપને જરુરી માહીતી જરુર મળી જશે. એમાં મારા પોતાના અનુભવની વાતો પણ છે.

    Like

  18. sunanda Says:

    mari umar 59 yrs ni chhe mane pag upar thi chhek taliya sudhi khup dukhe chhe mane madhumeh nathi to kem dukhe chhe koi ilaj kaho please

    Like

  19. kamliya bhupatbhai Says:

    Jay shiri kisna

    Hu bhupatbhai mota desar
    Ta una

    Mari umar 54
    Varsh ni che
    Mane chela 1 month thi kamar ane pag ma dukhe che
    Elaj chalu che pan koy farak nathi thato
    To upay jana vava ni namr vinti

    Like

  20. Gandabhai Vallabh Says:

    નમસ્તે ભૂપતભાઈ,
    આયુર્વેદ અનુસાર શરીરમાં દુખાવાનું કારણ વાયુવીકાર હોઈ શકે. તમે કહો છો કે ઉપાય ચાલુ છે, તે કદાચ ડૉક્ટરનો એટલે કે એલોપથીના પેઈનકીલર જેવો હશે. એનાથી થોડા સમય માટે દુખાવો દુર થાય, પણ કાયમી ફાયદો ન થાય. આ દુખાવામાં વાયુનાશક ઔષધો તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં જોઈએ. આ ઉપરાંત યોગ્ય કસરત ખાસ કરીને ચાલવાની તથા યોગનાં અમુક આસનો પણ લાભ કરી શકે. જો તમારી વાયુ પ્રકૃતી હોય તો કસરત નીયમીત કરવી પડે, છતાં દુખાવો કદાચ સંપુર્ણપણે દુર ન પણ થાય એવું અમુક ઉંમર પછી બની શકે એવો મારો અનુભવ છે.
    મારા બ્લોગમાં મેં વાયુનાશક ઔષધો જણાવ્યાં છે, જે તમને યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ તમે અજમાવી શકો.

    Like

  21. nikhil Says:

    Mara pagna gothan ma dukhavo thay 6
    doctare kidhu k gadi ghasay 6
    lubricant thatu nathi
    b12 ,ni ghat hoy shake?
    machli nu tel ghasavathi faydo thay kharo?

    Like

  22. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નિખિલભાઈ,
    તમે અહીં ઉપર જ મેં લખેલ ઉત્તર વાંચ્યો હશે. જો ન જોયો હોય તો જોઈ જવા વીનંતી.
    ઘુંટણના સાંધાનું પ્રવાહી સુકાઈ જવાનું એલોપથીના ડૉક્ટરો કહે છે એ કારણ પણ સાચું હોઈ શકે, પણ આયુર્વેદ મુજબ એ સુકાઈ જવામાં વાયુ કારણભુત હોય છે. આથી આયુર્વેદમાં એનો ઉપાય વાયુનાશક ઔષધોથી કરવામાં આવે છે, જ્યારે એલોપથી પાસે એનો કાયમી ઈલાજ ન હોવાથી દુખાવામાં રાહત આપવા પેઈનકીલર આપવામાં આવે છે. ઉપરના ઉત્તરમાં જણ્ાવ્યા મુજબ ઈલાજ કરવાથી કદાચ ફેર પડી શકે.

    બી12ની ઉણપથી અશક્તી લાગે, કેમ કે લોહીના રક્તકણો બનાવવા માટે બી12 જરુરી હોય છે, આથી પુરતા પ્રમાણમાં રક્તકણો ન બને અને શરીરને જરુરી પ્રાણવાયુ ન મળે આથી અશક્તી લાગે.

    Like

  23. Jalpa Says:

    mane lamba time thi sardi rahe che nak ma thi pani satat avya kare che .chinko bahu j ave che bahu badha dr ne batayu koi ilaj nai tame kai dava batavo

    Like

  24. ગાંડાભાઈ વલ્લભ Says:

    શરદીનો મારો અનુભવ: લગભગ ૧૯૬૫ના અરસામાં મને કાયમી શરદી રહ્યા કરતી. ગાંધીજીની આરોગ્ય વીશેની પુસ્તીકા ‘આરોગ્યની ચાવી’ મારા વાંચવામાં એ અરસામાં આવી હતી અને એમાં એમણે નાકે પાણી પીવાનો પ્રયોગ લખ્યો છે તેનો અમલ મેં એક ફેરફાર સાથે કર્યો. હું પાણી પીવાને બદલે એને મોં વાટે બહાર કાઢી નાખું છું. નાકે પાણી ચડાવવાનો મારો આ પ્રયોગ આજે પણ ચાલુ છે, અને હવે મને શરદી ભાગ્યે જ થાય છે-ન્યુઝીલેન્ડ જેવા આ ઠંડા મુલકમાં પણ.
    ગાંધીજીની આ પુસ્તીકા ઈન્ટરનેટ પર મેં મુકી છે અને અન્ય કોઈકે પણ મુકી છે. ગુજરાતીમાં ‘આરોગ્યની ચાવી’ લખીને સર્ચ કરશો તો એ જોવા મળશે.

    Like

  25. અનામિક Says:

    thanku

    Like

  26. nimisha Says:

    Mane kamar Ne ghutan bow dukhe che 2 doctor Ne batawyu ek key thodo gap che bijo key kamar no nas dabay che aetle pag dukhe che saru thatu nai upay batawjo mari umar30

    Like

  27. paresh Says:

    Sir,

    Mari kamar ma slip disc no (gadi khasi javi) no problem 6e. Doctors na kahevathi exercise this aavi jase pan Kai farak padto nathi ane have jamna pag ni nas pan dabati hoi evu lage 6e karnke tya dukhe 6e ane Marathi vanku pan nathi vadatu to aano koi elaj kaheso please….

    Like

  28. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન નિમીષા અને પરેશભાઈ,
    આયુર્વેદ અનુસાર શરીરમાં દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. ડૉક્ટરનો એટલે કે એલોપથીનો પેઈનકીલરનો ઉપાય થોડા સમય માટે દુખાવો દુર કરે, પણ કાયમી ફાયદો ન થાય. આ દુખાવામાં વાયુનાશક ઔષધો તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં જોઈએ. આ ઉપરાંત યોગ્ય કસરત, ખાસ કરીને ચાલવાની તથા યોગનાં અમુક આસનો પણ લાભ કરી શકે. વળી અમુક પ્રાણાયામ – ખાસ કરીને બાહ્ય પ્રાણાયામ વાયુવીકાર દુર કરવામાં અકસીર છે, જેનો અનુભવ મને થયો છે. જો તમારી વાયુ પ્રકૃતી હોય તો કસરત, યોગાસન, પ્રાણાયામ વગેરે નીયમીત કરવું પડે, છતાં દુખાવો કદાચ સંપુર્ણપણે દુર ન પણ થાય એવું અમુક ઉંમર પછી બની શકે એવો મારો અનુભવ છે. બહેન નિમીષાની ઉંમર માત્ર ૩૦ વર્ષ છે, એમને બાહ્ય પ્રાણાયામથી ફાયદો થવાની શક્યતા છે. પણ એ યોગ્ય જાણકારની મદદ અને દેખરેખ હેઠળ કરવું જોઈએ.
    મારા બ્લોગમાં મેં વાયુનાશક ઔષધો જણાવ્યાં છે, જે તમને યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ તમે અજમાવી શકો.

    Like

  29. Vasava Jesing V Says:

    Tamara shanda na dukhano upchar mane ghana sara lagiya che hu opnavava kasis karish.
    Abhar Gandabhai.

    Like

  30. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    પ્રત્યુત્તર બદલ હાર્દીક આભાર જેસીંગભાઈ.

    Like

  31. kamaliya paresh Says:

    namste sir,
    mari umar 20 year se ane mane chhella 3 year thi sarir na badha j sandha ma dukhavo thay se ane dukhava ni tablet khav atle mati jay se to plz sir mane dava thi sutkaro apva margdarsan apo…

    Like

  32. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે પરેશભાઈ,
    આયુર્વેદ મુજબ સાંધાના દુખાવાનું કારણ વાયુવીકાર છે. આથી તમારે વાયુકારક પદાર્થો બને ત્યાં સુધી ખાવા ન જોઈએ. ખાવા જ પડે તો બહુ જ અલ્પ પ્રમાણમાં ખાવા. વાયુ કરનાર પદાર્થો મારા બ્લોગમાં કે ઈન્ટરનેટ પર મળી શકશે.
    દુખાવાની દવા લેવાથી મટી જાય છે તે માત્ર પેઈનકીલર હશે, જે થોડા વખત માટે રાહત આપે. તમારી યુવાન વય જોતાં બાહ્ય પ્રાણાયામ પણ તમને ફાયદો કરી શકે. એના જાણકારની દેખરેખ હેઠળ તમે એ અજમાવી શકો. વળી યોગાસન તથા ચાલવાની કસરત પણ વાયુવીકાર દુર કરી શકે. આ પ્રકારરની તકલીફથી છુટકારો મેળવવામાં આહાર-વીહાર બહુ આગત્યના છે.

    Like

  33. binal Says:

    Mara husbabd bouncer che nd temne sasat 12 hour ubha j rehvanu hoy che to temna pag bhu dukhe che to mne koi upchar jnavo ne k jenathi na dukhe pag ya to thodi rahat thay nd mara e mail ma ans. Apva vinti..

    Like

  34. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    આયુર્વેદ મુજબ શરીરના કોઈપણ દુખાવામાં વાયુ કારણભુત હોય છે. આથી જેમની વાયુપ્રકૃતી હોય તેમને દુખાવો વાયુવીકાર થવાને લીધે રહે છે. આથી એવી વ્યક્તીઓએ પોતાના આહારમાં વાયુકારક પદાર્થ ન લેવાની કાળજી રાખવી જોઈએ, અને જો લેવા જ પડે એવા સંજોગોમાં એનું પ્રમાણ બને તેટલું ઓછામાં ઓછું રાખવાનો પ્રયાસ કરવો.
    એની સાથે વાયુનાશક ઓષધો લેવાં જોઈએ. વાયુનાશક ઓષધો ઘણી જાતનાં હોય છે, એમાંથી પોતાને અનુકુળ આવે તે ઓષધો લેવાં.
    કુદરતી ઉપચાર મુજબ આપણે લીધેલા આહારનું પાચન થયા પછી જે નકામા પદાર્થો પેદા થાય છે તે બે પ્રકારના હોય છે-આલ્કલાઈન અને એસીડીક. સામાન્ય રીતે આપણા આહારમાં એસીડીક પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે,આલ્કલાઈનની સરખામણીમાં. આથી એસીડીક પદાર્થો શરીરમાંથી દુર થઈ શકતા નથી, જેનાથી દુખાવો થાય છે. ફળ અને શાકભાજી આલ્કલાઈન પેદા કરે છે. આથી આહારમાં એનું પ્રમાણ વધારવાથી પણ કદાચ દુખાવામાં રાહત મળી શકે.
    અમુક પ્રકારનાં યોગનાં આસનો કરવાથી પણ રાહત મેળવી શકાય, પરંતુ એમાં એના જાણકારની મદદ લેવી જરુરી છે.
    Gandabhai Vallabhbhai Patel

    My blog
    https://gandabhaivallabh.wordpress.com
    Blog Index Link : https://gandabhaivallabh.wordpress.com/index/

    Like

  35. Sajid Says:

    namaskar sir
    mari wife ne 6ella 6 mahina thi ek pag ma dukhe 6e ane jo thodi var niche besi ne ubhi thay to Niche padi jay 6e
    dawakhana mathi teblets aapi hati pan teblet khay tya sudhi j saru rahe 6e ane pachu hatu ne evu thai jay 6e
    sir yogya salah aapva vinanti …

    Like

  36. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે સાજીદભાઈ,
    મેં ઉપર કહ્યું છે તેમ આયુર્વેદ મુજબ દુખાવામાં વાયુ કારણભુત હોય છે. વાયુવીકાર ઘણી જુદી જુદી રીતે થઈ શકે. અને એના ઉપાયો પણ ઘણી જાતના હોય છે, કેમ કે દરેકને એક જ પ્રકારનો ઈલાજ કામ આવી ન શકે.
    વળી તમે કહો છો કે દવા લે તેટલી વાર સારું રહે છે, એના પરથી લાગે છે કે એ કદાચ પેઈનકીલરની દવા હશે, કેમ કે એલોપથી ડૉક્ટરો પાસે વાયુવીકારનો ઈલાજ હોતો નથી. મેં ઉપરના પ્રશ્નમાં જે જવાબ લખ્યો છે તે જોઈ જવા વીનંતી.
    મારા બ્લોગમાં કક્કાવારી મુજબ કોઈ પણ રોગ કે ઈલાજ વીષે જોવા માટે નીચે લીન્ક આપી છે. વધુ માહીતી માટે એનો ઉપયોગ કરી શકો.
    My blog
    https://gandabhaivallabh.wordpress.com
    Blog Index Link : https://gandabhaivallabh.wordpress.com/index/

    Like

  37. અનામિક Says:

    Namaste Gandabhai,

    Mari patni ne lower cross syndrom ni taklif che ane atyare teni physiotherapy chalu che. Parantu haju sudhi koi rahat thay nathi.
    Teni umar 37 che. Koi upay batavso ke je ghare kari sakay and yogya yogasan pan batavso.
    Thank you….
    Hitesh J.

    Like

  38. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હિતેશભાઈ,
    લોઅર ક્રોસ સીન્ડ્રોમ એટલે કેવા પ્રકારની તકલીફ એની મને કોઈ માહીતી નથી, પણ ફીઝીઓની સારવાર ચાલે છે એના પરથી અનુમાન કરું છું કે અમુક સ્નાયુના દુખાવાની તકલીફ કદાચ હશે. જો એમ હોય તો આયુર્વેદ મુજબ દુખાવો વાયુવીકારને લીધે થાય છે. આથી વાયુનાશક આહાર-વીહારથી ફાયદો થઈ શકે. એમાં માફક આવે તે વાયુનાશક ઔષધો લેવાં જોઈએ. વાયુનાશક ઔષધો ઘણાં છે. પવનમુક્તાસન, શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન વગેરે ઘણાં આસનો વાયુવીકાર દુર કરવામાં ઉપયોગી થાય છે એવો મારો અનુભવ છે. પરંતુ આ આસનો તમારી પત્નીને અનુકુળ છે કે કેમ તે ડૉક્ટર કે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જાણ્યા પછી જ શરુ કરી શકાય. આ ઉપરાંત બાહ્ય પ્રણાયામ વાયુ દુર કરવામાં બહુ અકસીર હોવાનો પણ મારો અનુભવ છે.

    Like

  39. ગાંડાભાઈ વલ્લભ Says:

    મેં ગઈ કાલે જ સરગવા વીષે લખ્યું છે તે જોઈ જવા વીનંતી. એમાં ઉત્તમભાઈ કહે છે કે સરગવામાંથી બનાવેલી દવાથી દુખાવા દુર થાય છે. અને જો સરગવો તમને હાથવગો હોય તો દવા વેચાતી લેવા કરતાં એનાં પાંદડાંનો ઉપયોગ કરી શકો.

    Like

  40. Amita Says:

    Mari age 27 yers che mane bahuj kamar ma fukhavo updyo,,be divs em lagyu ke nas upprauppr aavi gyi hase pan 4 divsr doctr ne dekhadyu to kahe che gadi ma sojo che atle dukhavo chr,,pan chaltu nati,vadatu pan nathi achanak aavu kevi rite??offce pan ketla divs rsja paday,,upay bato turnt saru thay evo .

    Like

  41. ગાંડાભાઈ વલ્લભ Says:

    તમારા કહેવા પરથી વાયુને કારણે દુખાવો થયો હોય એમ લાગે છે. જો તમને વીશ્વાસ હોય અને સારા સેવાભાવી વૈદ્ય મળી શકે તેમ હોય તો રુબરુ મળવું જોઈએ, જે પ્રશ્નોત્તરીથી જાણી શકે કે ખરેખર દુખાવાનું કારણ શું છે. ડૉક્ટર પાસે એટલે એલોપથીમાં સામાન્ય રીતે વાયુવીકારની દવા હોતી નથી. એ લોકો પેઈનકીલર આપે અને અમુક સમય સુધી દર્દમાં રાહત થાય. કેટલીક વાર વાયુ સમ થતાં દર્દ જતું પણ રહે.
    વાયુનાશક ઔષધો લેવાં, જે ઘણા પ્રકારનાં હોય છે. તમને અનુકુળ આવે તે લઈ શકાય. મેં નીચે મજબ કમરના દુખાવાના ઈલાજ નોંધ્યા છે.
    કમરનો દુખાવો
    કમરના દુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે જેમાં ઉઠવા બેસવાની ખરાબ આદતો પણ આવી જાય છે.
    ઘરગથ્થુ ઉપાય:
    1. અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
    2. સુંઠ અને ગોખરુંનો સરખે ભાગે ઉકાળો બનાવી, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
    3. ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથી ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત રહેશે.
    4. સુંઠ અને હીંગ નાખીને તેલ કરમ કરી માલીશ કરવાથી કમરના દુખાવામાં ફાયદો થય છે.
    5. જાયફળને સરસીયાના તેલમાં ઘસી કમર પર માલીશ કરવાથી કમરનો તેમજ સંધીવાનો દુખાવો મટે છે.
    6. સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી માલીસ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે.
    7. અર્ધમત્સ્યેન્દ્રાસન નીયમીત કરવાથી કમરના દુખાવામાં લાભ થાય છે.
    8. સુંઠ અને અશ્વગંધાનું ચુર્ણ સરખા ભાગે હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરના દુખાવા માટે આ શ્રેષ્ઠ ઔષધી છે.
    9. 30 ગ્રામ કપુર અને 200 ગ્રામ સરસીયું તેલ ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ 15-20 મિનિટ માટે તડકામાં મુકી રાખો. આનાથી નીયમીત માલીશ કરો.
    10. 20 ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સીંધવ ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથી કમરને શેકવાથી દુખાવામાં રાહત રહેશે.
    11. રાતે એક ગ્લાસ ગરમ દુધમાં પા ચમચી સુંઠ અને હળદર ભેળવી સુતાં પહેલાં નીયમીત રીતે પીવાનું રાખો.
    12. રોજ સવારે નરણા કોઠે અખરોટના 3-4 ટુકડા ખુબ ચાવીને ખાવ.
    13. 10 સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દુધ સાથે લેવાનું રાખો.
    14. સીંધવ, સુંઠ અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. આ મીશ્રણ એક ચમચી દરરોજ દુધ સાથે લો.
    15. બાવળના ગુંદરનો પાઉડર બનાવી દુધ સાથે અડધી ચમચી લેવાથી કમરના દુખાવામાં રાહત થશે.
    શું ન ખાવું? કમરના દુખાવાને દુર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રીંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. વાસી ખોરાક ન લેવો, તેલ, મસાલા, અથાણાં ન ખાવાં જોઇએ.
    શું ખાવું? સાદો-સુપાચ્ય તાજો આહાર લેવો. લસણ, હીંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દુર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે.
    શું ન કરવું? ઉજાગરા ન કરવા જોઇએ. મળ, મુત્ર, છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજીયાત ન થવા દેવી, ચીંતા, ભય, ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.
    શું કરવું? જ્યારે પણ ખુરશી પર બેસો ત્યારે પીઠને ખુરશી સાથે ટેકો આપી કરોડરજજુને સીધી રાખીને જ બેસો. ખુરશી હાથાવાળી હોવી જોઈએ અને પીઠને ટેકો આપવામાં મદદગાર હોવી જોઈએ. ચાલતી વખતે, બેસતી વખતે અને સુતી વખતે છાતી આગળ અને પેટ દબાયેલું હોવું જોઈએ, એટલે કે કરોડને સીધી રાખવી જોઈએ.

    Like

    • baria vijaykumar Arvindbhai Says:

      નમસ્તે સાથાનાદુ:ખાવો હોય & ડાયાબીટીસ & કેન્સર /પતરી/ લખવો યાનેકો કોઈ પણ બિમારી હોય તેનુ પરમેડન સોલ્યુશન મળશે mate contact 9909507824 vijay baria

      Like

  42. bk barot Says:

    aapani seva bahu sari chhe. Ganu janva malyu bk barot-Gandhinagar, gujarat

    Like

  43. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    Like

  44. bilal Says:

    Mari tklifh avi che k Mara niche na 3 manka Ni niche Nash dabay che jethi Mara thi niche palathi vari ne besha tu nathi tobmane koi ashan upay batavo

    Like

  45. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે bilal,
    આયુર્વેદ અનુસાર શરીરમાં થતા કોઈપણ દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. પણ આપને આપના નીચેના ત્રણ મણકાની નીચે નસ દબાઈ હોય તેની જાણકારી ડૉક્ટર દ્વારા થઈ હોય તો એનો ઉપાય કદાચ ઑપરેશન જ હોઈ શકે. પણ જો દુખાવો વાયુવીકારને કારણે હોય તો આયુર્વેદીક ઉપચાર અજમાવી શકાય. એ માટે વાયુનાશક ઔષધો લેવાં અને વાયુકારક આહારનો ત્યાગ કરવો, એટલે કે પરેજી પાળવી. આ માટે મેં ઉપર ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૬ના રોજ લખેલો ઉત્તર વાંચશો તો વધુ માહીતી મળશે.

    Like

  46. Nital Bajaria Says:

    Mane gutan ma dukhvo rahe chhe.dadar chadvama pan taklif thai chhe.age 40. Andomysis chhe.masik 6-8 mahine ave chhe.vaydu khai tyare pain vadhi jai chhe.to mane kai upchar batavo plz.

    Like

  47. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    તમે લખો છો તે પ્રમાણે તો તમારો પ્રોબ્લેમ વાયુવીકારનો છે. વાયુવીકારમાં મેં ઉપર તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ લખેલ વીગતો વાંચવા વીનંતી. પરંતુ જો કોઈ વીશ્વાસુ વૈદ્ય મળી શકે તો રુબરુ મુલાકાત વધુ ઉપયોગી થાય, કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે, આથી વૈદ્ય તપાસ કરીને તમને લાગુ પડતું ઔષધ આપી શકે. વાયુકારક આહારથી બચવું, જેમાં તળેલા અને આથાવાળા આહારનો પણ સમાવેશ થાય છે, અને આપણે ગુજરાતીઓને આ પ્રકારના આહારની વધુ પડતી આદત હોય છે.

    Like

  48. Pritesh Kanteliya Says:

    Hello sir,
    Mane left hand shoulder and neck pain thay che, suvama ragtrak thai gai che, 20 divas thi dava lau chu ane pain relief gel (Moove, Omnigel) lagavu chu pan kai j fer nathi, to ana mate upchar janavso please?
    Pritesh Kanteliya- Keshod

    Like

  49. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ પ્રતેશ,
    આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે, આથી વાયુ કરનાર પદાર્થો તમારા ખોરાકમાંથી બને તો બીલકુલ છોડી દેવા જોઈએ. તમારા અત્યારના ખોરાકમાં ફેરફાર કરી તદ્દન સાદો સુપાચ્ય ખોરાક લેવો. મને અમુક દુખાવો રહેતો હતો, અને મેં દુધ લેવાનું બંધ કર્યું તો મને ઘણી રાહત થઈ ગઈ છે. તમે તમારા ખોરાકમાં એ રીતે ફેરફાર કરશો તો દુખાવામાં કદાચ રાહત મળશે, પણ પહેલાં તો તમારે એ જોવું જોઈએ કે શું ખાવાથી દુખાવો વધારે થાય છે. અને ક્યારે દુખાવો ઓછો હોય છે. આપણા શરીરમાં જે થાય છે તે આપણે જે ખાઈએ છીએ કે નથી ખાતા તેને લીધે થાય છે. આથી ખાવામાં ધ્યાન રાખી યોગ્ય ફેરફાર કરવા જોઈએ.

    Like

  50. rahul Says:

    Dear sir
    Me jem agal vat kari ke Mara papa ne gardan ma dhukhavo chalu thay 6 pan dhime dhime khabha ma pan dhukhavo Thai ne. Pa6i 6ati ma pan dhukhay 6 doctor nu evu pan kahevu 6 k raday nu pumping dhimu 6 made kone batavvavu joie yogya upchar apva vinati

    Like

  51. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ રાહુલ,
    આયુર્વેદ અનુસાર શરીરમાં થતા કોઈપણ દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. પણ જો ડૉક્ટર દ્વારા હૃદયની કોઈ ખામીને કારણે દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ મુજબ ઉપાય કરવા જોઈએ. પણ જો દુખાવો વાયુવીકારને કારણે હોય તો આયુર્વેદીક ઉપચાર અજમાવી શકાય. એ માટે વાયુનાશક ઔષધો લેવાં અને વાયુકારક આહારનો ત્યાગ કરવો, એટલે કે પરેજી પાળવી. આ માટે મેં ઉપર ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૬ના રોજ લખેલો ઉત્તર વાંચશો તો વધુ માહીતી મળશે.
    વળી તમારા પીતાશ્રીનો ખોરાક કેવા પ્રકારનો છે તેના પર પણ ઘણો આધાર રહે છે. માત્ર આહાર જ નહીં પણ વીહાર એટલે કે સમગ્ર પ્રવૃત્તી પર પણ આપણું સ્વાસ્થ્ય અવલંબે છે. આથી કોઈ પણ ઉપાય કરતાં પહેલાં કે સુચવતાં પહેલાં આ બધી બાબતો અને દર્દીની પ્રકૃતી (વાત, પીત્ત, કફ વગેરે) પણ જાણવી પડે. તેથી કોઈ સારા સેવાભાવી આરોગ્ય ચીકીત્સકની રુબરુ મુલાકાત ઈચ્છનીય છે.

    Like

  52. ગાંડાભાઈ વલ્લભ Says:

    kharadidhanraj.
    નમસ્તે,
    તમારો પ્રશ્ન – jigar commented on સાંધાનો દુખાવો
    ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ માહીતી માત્ર શેક્ષણીક હેતુસર આપવામાં આવે છે, પોતાની જાતે ઉચાર કરવા માટે નહીં. …

    Mara papa ne ratre ungti vakhte dukhay 6 jyare betha betha khurshi ma unge to ung avi jay 6 pan jyare khatla ma ada pade tyare dhukhavo that 6 gardan ma khabar nathi padti su thay 6 sarjanbatavyu hath to emne kidhu me raday nu pumping dhimu 6 Mara papa ni umar 48 year che yogya upxhar apva vinati

    ​મારા પપ્પાને રાત્રે ઉંઘતી વખતે દુખાય છે, જ્યારે બેઠાંબેઠાં ખુરસીમાં ઉંઘે તો ઉંઘ આવી જાય છે પણ જ્યારે ખાટલામાં આડા પડે ત્યારે દુખાવો થાય છે. ગરદનમાં ખબર નથી પડતી શું થાય છે. સર્જનને બતાવ્યું હતું તો એમને કીધુ કે હૃદયનું પંપીંગ ધીમું છે. મારા પપ્પાની ઉંમર ૪૮ યર છે. યોગ્ય ઉપચાર આપવા વીનંતી.
    જો તમારા પપ્પાને હૃદયની કોઈ ખામી હોય તો એમાં આયુર્વેદીક ઉપચારની મારી પાસે કોઈ માહીતી નથી, તે બદલ દીલગીર છું, પણ જો દુખાવાનું કારણ વાયુવીકાર હોય તો મારા બ્લોગમાં વાયુના વીભાગમાં મેં ઘણી માહીતી આપી છે. એમાં ઘણા લોકોના પ્રશ્નોના જવાબ પણ લખ્યા છે, તેમાંથી તમને જરુરી માહીતી મળી રહેશે. એ માટે નીચે લીન્ક આપી છે.

    Gandabhai Vallabhbhai Patel

    Blog Index Link : https://gandabhaivallabh.wordpress.com/index/
    Chose any from alphabetical order
    આયુર્વેદીક ઔષધો અને ઉપાયોની કક્કાવાર યાદી પૈકી કોઈ પણ જોવું હોય તો

    Like

  53. mayur zala Says:

    Mari Nam mayur Che hu Vadodara no chu tarikh 2 July Mari accident thayu hatu sir mane right knee Maa injury that Che aema to me davakahne me batviyu exrre Maa nathi creck aavi aayu Che parantu ae loko nu kehvu aavi Che me kadach ligament tear thaya hoy tevu large Che to ham Maa tem ne mane raja aapi didhi Che parantu mane haju pan knee Maa takhlif page Che mane to sir mane koi sari upay vatvo Maru Nam mayur Che mo no.9067800300

    Like

  54. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે મયુરભાઈ,
    લીગામેન્ટ એટલે અસ્થીબંધને નુકસાન થયું હોય તો એને મચકોડ આવી કહેવાય. એમાં આયુર્વેદના ઉપચાર મારા બ્લોગમાં મેં જે નોંધ્યા છે તે નીચે મુજબ છે:
    મચકોડ (૧) ગોળની સહેજ ગરમ ચાસણીમાં ચણાનાં ફોતરાં મેળવી બાંધવાથી હાથ-પગનો મચકોડ મટે છે.
    (૨) માર, મુઢમાર, સોજામાં આંબાહળદર મીઠા સાથે ચોપડવી, તેમ જ આંબાહળદરનું પા ચમચી ચુર્ણ પાણી સાથે ફાકવું. લોહી જામી ગયું હોય તો આંબાહળદર (અથવા સાદી હળદર કે એનું ચુર્ણ) અને મીઠાનો લેપ કરવાથી લોહી વીખેરાઈ જાય છે અને સોજો ઉતરી જાય છે.
    મને મારા જમણા હાથમાં એકવાર પડી જવાને કારણે મચકોડ આવી હતી. એનો દુખાવો ઘણા લાંબા સમયથી છે, પણ જમણા હાથના અસ્થીબંધને ડાબા હાથ વડે તંતુવાદ્યને વગાડતા હોઈએ તેમ કરવાથી દુખાવો જતો રહે છે, પણ વધુ ઠંડી હોય ત્યારે ફરીથી દુખાવો થાય છે, જેથી આ ક્રીયા હું ફરી ફરી કરું છું અને દુખાવો નરમ પડી જાય છે. આમ કરવાથી હું ટેબલ ટેનીસ પણ રમી શકું છું. પહેલાં મને જમણા હાથ વડે કોઈ પણ ભારે વસ્તુને હેન્ડલ કરતાં દુખાવો થતો, તે હવે ભાગ્યે જ થાય છે.
    જો એ દુખાવો ઘુંટણનો હોય તો નીચેના ઉપાય જે હું મારા બ્લોગ પર મુકવાનો છું તે કરી શકાય:

    (1) સુંઠનો લેપ: એક ચમચી સુંઠનો પાવડર અને થોડુંક સરસીયું તેલ ભેળવીને ગાઢી પેસ્ટ બનાવો. એ પેસ્ટને દીવસે કે રાત્રે કોઇપણ સમયે ઢીંચણ પર લગાવો. લગાવ્યા પછી 5-6 કલાક સુધી રહેવા દઈ પછી પાણીથી ધોઇ નાંખો.
    (2) બદામના 4-5 દાણા, 5-6 આખાં મરી અને 6-7 અખરોટની મીંજ ભેગી પીસીને સવારે અને સાંજે ગરમ દુધ સાથે લો. દસ દીવસ સુધી દરરોજ લેવાથી ફાયદો થશે. 10 દીવસ પછી અઠવાડીયા સુધી મુલતવી રાખીને ફરી લેવાનું રાખો.
    (3) એક ચમચી હળદરનો પાવડર લો, એક ચમચી ખાંડનો પાવડર અથવા બુરુ કે મધ અને ચપટીક ચુનો લઈ બધું ભેળવીને પેસ્ટ બનાવો. રાતના સુતાં પહેલાં પેસ્ટને ઘુંટણ પર લગાવીને ક્રેપબેન્ડેજ અથવા કપડાનો ટુકડો બાંધો. આખી રાત રહેવા દો અને સવારે સાદા પાણીથી ધોઇ નાખો. બે અઠવાડીયા સુધી દરરોજ એમ કરવાથી ઢીંચણના સોજામાં કે દર્દમાં આરામ થશે.
    (4) ખજુરની 7-8 પેશીને સાંજે પાણીમાં પલાળો. આખી રાત પલાળી રાખીને સવારે ખાલી પેટે એ ખાઈ જવી અને પેલું પાણી પણ પી જવું. ખજુરમાં વીટામીન એ, બી, સી, આયર્ન અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં છે જે ઘુંટણના સાંધા ઉપરાંત બીજા સાંધાઓને પણ મજબુતી આપશે.
    (5) કોપરેલ (નાળીયેરનું તેલ) નાળિયેરના તેલથી ઘુંટણનું માલીશ કરતા રહો જેથી ઘુંટણની માંસપેશીઓ મજબુત થશે. સુકું નાળિયેર પણ ખાઇ શકાય.
    વધુ વીગતો તમને ઈમેલથી મોકલીશ.

    Like

    • mayur zala Says:

      Sir thanks
      Gayi kale MRI report aaviyo jema dekhay kahiyu Che me gutan na niche no masal fati gayo Che to operation kadach karvvu pad se avu janva madiyu Che.guruvar na div se SSG hospital Maa MRI reports lay ne javanu Che to sir mane chinta Che operation to nahi karvu pade

      Like

      • mayur zala Says:

        Namste sir
        Mari MRI report aavi gayo Che jema ACL fullthikness tear batava Che to sir Dr mane ham na POP faiber pato bandhiyo Che tem ne mane kahiyu Che me ham na tame 2 week aram Karo pachi tamne kasrat karva se pachi problem lag se surgery karvu pad se.mane sir chinta bahu thay Che me pachi mane surgery pachi ketla mahina pachi recovery aav se.
        From.mayur zala Vadodara thi Mobile no.9067800300

        Like

  55. ગાંડાભાઈ વલ્લભ Says:

    ેએલોપથી અટલે આધુનીક પશ્ચીમનું ડૉક્ટરોનું આરોગ્ય વીજ્ઞાન અને આયુર્વેદ બંને અલગ વીજ્ઞાન છે. એલોપથીમાં ઘણા કીસ્સામાં ઓપરેશન કરવાથી સારાં પરીણામ મળી શકે, જ્યાં આયુર્વેદના ઉપાય કદાચ કામ આવતા નથી, કે વધુ લાંબા સમયે પરીણામ કદાચ મળી શકે. અહીં ન્યુઝીલેન્ડમાં ડૉક્ટરો દર્દીને લુંટવા માટે છેતરપીંડી કરતા હોતા નથી, આથી જ્યારે ઓપરેશનની જરુર હોય ત્યારે કોઈને કશી બીક રહેતી નથી. મારે બંને આંખમાં મોતીયાનાં ઓપરેશન કરાવવા પડ્યાં છે. હવે આંખની કોઈ તકલીફ નથી. મોટા અક્ષરો ચશ્મા વીના પણ વાંચી શકું છુ. ડ્રાઈવીંગ કરતી વખતે ચશ્માની જરુર નથી. આથી જો તમારો ડોક્ટર પ્રમાણીક હોય તો ડર રાખવાની જરુર નથી.

    Like

  56. ગાંડાભાઈ વલ્લભ Says:

    મયુરભાઈ, મેં ઉપર કહ્યું છે તેમ તમારો ડૉક્ટર સારો હોય તો ચીંતા કરવાની જરુર નથી. આ પ્રકારના ઑપરેશનની મને કોઈ માહીતી નથી, આથી રીકવરી બાબત તો હું કશું કહી ન શકું. હા, મારી બાબતમાં મેં ડૉક્ટરની સારવાર પછી મારા પોતાના ઉપાય કર્યા છે, પણ એની સલાહ હું આપી ન શકું, કારણ કે મને થયેલી તેવી જ અસર બીજાં લોકોને પણ થાય જ એમ કહી ન શકાય. દાખલા તરીકે મારે દાંત પડાવવો પડેલો ત્યારે ડૉક્ટરે મુકેલું ઔષધ કાઢી નાખી મેં હળદરનો પ્રયોગ કરેલો, જેનાથી મને ઘણો ઝડપી રુઝ આવી ગયેલો.

    Like

  57. chetan Says:

    Namste Mara Mather me aakho leg pain thai chhe to recvest koi ilaj

    Like

  58. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ચેતનભાઈ,
    આયુર્વેદ મુજબ સામાન્ય રીતે દુખાવાનું કારણ વાયુવીકાર માનવામાં આવે છે. આથી વાયુકારક આહાર ન લેવો અને સુપાચ્ય આહાર પાચનશક્તી મુજબ લેવો. વાયુકારક ઔષધો પોતાને અનુકુળ આવે તે લેવાં. આવાં ઔષધો ઘણાં છે, જે મારા બ્લોગમાં મેં જણાવ્યાં છે. ઉપરાંત આ પ્રકારના દુખાવામાં બાહ્ય પ્રાણાયામ ઘણો અકસીર હોવાનો મને અનુભવ છે. એની સાદી રીત મુજબ મોં વડે બને તેટલો શ્વાસ બહાર કાઢી રોકી રાખી જેટલો સમય રોકી શકાય તેટલા સમય સુધી રોકી રાખવો, અને પછી લેતી વખતે નાક વડે શ્વાસ લેવો. આ પ્રાણાયામ કરતી વખતે શરુઆતમાં ખભામાં દુખાવો થવાની શક્યતા છેે, પણ થોડા દીવસ પછી એ દુખાવો જતો રહે છે.

    Like

  59. jay dhamecha Says:

    Dear, sir I’m jay from Gujarat
    Sir mara father ne pag na snayu ma #kartar thay che. Te matra ratre j suta time aa type ni problem rahe che, temne ghana badha Ayurvedic dr pase dava karavi te uprant bija ghana md pase pn dava karavi but koi fark nahi janato, tame mne aa babate salah aapo nd koi saro dr ni reference aapo. Sir Plzz tame mne 8866213878 pr contact karo toh vadhu saru.

    Like

  60. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ જય,
    મેં અહીં તમારા પ્રશ્નની ઉપર જ એક જવાબ લખ્યો છે એ જોવા વીનંતી. એમાં જે બાહ્ય પ્રાણાયામ વીષે કહ્યું છે એમાં પ્રાણાયામ જેવું નામ વાંચી ગભરાવાની કોઈ જરુર નથી. વળી એમાં શ્વાસ વધુ પ્રમાણમાં શરુઆતમાં કાઢી નશકાય તેનો પણ વાંધો નથી,પણ જેટલો શ્વાસ કાઢી શકાય તેટલો કાઢીને બહાર જેટલી વાર રોકી શકાય તેટલી વાર રોકવો, પછી નાક વડે જ શ્વાસ લેવો. આ ક્રીયા કોઈ પણ ઉંમરે પહેલવહેલી કરવી હોય તો પણ કરી શકાય. મારાં ૭૯ વર્ષ પુરાં થવામાં છે. એક માસ કરતાં પણ ઓછા સમયમાં ૮૦મું ચાલુ થશે, અને મને અવારનવાર દુખાવાની તકલીફ થાય છે, ત્યારે હું આ શ્વસોચ્છાસની ક્રીયા કરું છું, અને મને આરામ થઈ જાય છે. ઉપરાંત જરુર પડે તો વાયુનાશક ઔષધો તમારા પીતાશ્રી એમને અનુકુળ હોય તે લઈ શકે.
    ભાઈ જય, મને ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં લગભગ ૪૨ વર્ષ થવામાં છે.
    મારી આયુર્વેદના ઉપાયોની બુક મેં મુકી છે એમાં કક્કાવારી મુજબ જે જોવું હોય તે જોઈ શકાશે.
    ફરીથી મારો આની ઉપર જ લખેલો જવાબ જોવા વીનંતી.

    Like

  61. jay dhamecha Says:

    Thanks for your response… But sir mara father ne pag na snayu ma kartar thay che toh tena mate tame kidhu pyanayam, tena sivay bijo koi upay kharo? Nd koi exercise temna pag na snayu na dukhava mate please sir temne aa problem bv badha varsho thi che nd temne aakhi raat jagvu pade che, tame temane jaldi aaram male tevu kai janavo.

    Like

  62. ગાંડાભાઈ વલ્લભ Says:

    આનો જવાબ મેં તમને અંગત ઈમેલથી આપ્યો છે.

    Like

  63. Vijay Desai Says:

    saheb shri vaa no koi upchar hoy to janavjo..2-3 divse pag na tariye soja aavi jay se,,chali nathi sakatu,,dhichan ma pan dukhe se.

    Like

  64. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિજયભાઈ,
    મને નીચે મુજબ એક પત્ર મળ્યો હતો, જેમાં વાની આયુર્વેદીક અકસીર દવા વીષે માહીતી છે. હું એ દવા અહીં વેલીંગ્ટન ન્યુઝીલેન્ડમાં મેળવી શક્યો નથી, આથી એની અસરકારકતા વીશે અભીપ્રાય આપી ન શકું. જો તમને એ મળી શકે અને એની નીર્દોષતાની ખાતરી થાય તો અજમાવી શકો. કદાચ આ એરંડાદિ ચૂર્ણ દવાવાળા પણ વેચતા હશે. મારા બ્લોગમાં એરંડાનો નીચેનો ઉપાય મેં નોંધ્યો છે.
    “એરંડાના મુળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે.”

    મને મળેલ એક પત્ર
    તા. ૨૮.૩.૨૦૧૩

    શ્રી ગાંડાભાઇ.

    લાંબા સમયે આપને મેઇલ ઘણા વખત પછી આપુ છુ. મારી પાસે આયુર્વેદની દવા
    આવી છે જે અમરેલી પાસેના બાબરા ગામના વૈદ શ્રી વાસુદેવભાઇ પટેલની
    બનાવેલી છે, જેનું નામ એરંડાદી ચુર્ણ છે.
    ૧૦% એરંડમુળ
    ૫% રાસ્નામુળ
    ૫% અર્જુનમુળ
    ૫% લજામણી
    ૫% શુદ્ધ કોચલા
    ૧૦% શુદ્ધભીલામા
    ૧૦% શુદ્ધ વછનાગ
    ૧૫% લીંડીપીપર
    ૧૫% પીપરીમુળ
    ૨૦% નસોતર

    ગમે તેવો વા નો, કેડનો, પગનો, માથાનો, સાધાનો દુઃખાવો એક એક ગ્રામ સવાર સાંજ
    ચુર્ણ પાણી સાથે લેવાથી દુર થશે.
    આ ચુર્ણ લઉ છુ તો ૧૦-૧૫ મીનીટમા મટી જાય છે. મને શન્કા છે કે આયર્વેદની આટલી
    ઝડપથી આસર કેવી રીતે થાય?

    આપને વિનતિ કે અભ્યાસ કરી જણાવશો. આભાર સહ.

    લિ. કનુભાઇ શાહ

    Like

  65. Vinod rajyaguru Says:

    Sir mara neck na manka no ghasaro che to right hand no shoulder ane neck ma dukho rahe che to upae batavso please

    Like

  66. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિનોદભાઈ, આયુર્વેદ મુજબ શરીરમાં થતા કોઈ પણ જગ્યાના દુખાવામાં વાયુ કારણભુત હોય છે, પણ આધુનીક આરોગ્યશાસ્ત્ર એલોપથીના સીદ્ધાંતો વાત, પીત્ત કફના નથી, જુદા છે, આથી એના ઉપાયો પણ જુદા પડે. વળી એલોપથી ઘણુખરું રોગના ચીહ્નોનો ઈલાજ કરે છે, રોગને જડમુળથી દુર કરવાનો ઈલાજ નહીં. એનો અર્થ એનાથી રોગ દુર નથી થતા એમ મારો કહેવાનો આશય નથી. વળી કેટલાક લોકોનું માનવું છે કે આપણા શરીરમાં રોગ પાછળ મન પણ અગત્યનો ભાગ ભજવે છે. આથી તમને જેમાં શ્રદ્ધા હોય તે ઉપાય કરવા જોઈએ. જો મણકાના ઘસારાને લીધે દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ મુજબ ઉપાય કરવા જોઈએ. પણ આયુર્વેદમાં શ્રદ્ધા હોય અને ઉપર જે બધી વીગતો છે, તે પૈકી તમને જો કોઈ ઉપાય અનુકુળ હોય તો યોગ્ય વીશ્વાસુ, સેવાભાવી વૈદ્યની સલાહ લઈ ઔષધો લેવાં.

    Like

  67. alliswell365 Says:

    નમસ્તે ગાડા ભાઇ આયુર્વેદ વિશે માહીતી વધારવા માટે ગૂજરાતી,હીન્દી પુસ્તકો થતા ગ્રંથો ,વેબસાઇટના નામ જણાવસો .તથા ઓનલાઇન કોઇ બૂક્સ ની લિંક હોય તો પણ મોક્લજો
    આપનો આભારી ભાવેશ વઘેરા

    Like

  68. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    ગુજરાતીમાં આયુર્વેદનો મહત્ત્વનો ગ્રંથ ‘આર્યભિષક્ અથવા હિન્દુસ્તાનનો વૈદ્યરાજ’ જે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે બહાર પાડ્યો છે. મુળ મરાઠી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર છે. વળી ‘આહાર એ જ ઔષધ’ નામે પણ એક પુસ્તક માધવ ચૌધરીએ લખ્યું છે. બાપાલાલ વૈદ્યનાં પણ પુસ્તકો છે એવો ખ્યાલ છે.
    ઓનલાઈન બુક મેં ૨૦૦૫માં ReadGujarati.comમાં ‘સરળ રોગોપચાર’ નામે મુકી છે, જે એ વેબસાઈટ ખોલીને Download પર ક્લીક કરવાથી મળશે. એમાં ઘણું ડાઉનલોડ છે આથી જ્યાં સુધી મારું આ પુસ્તક જોવા મળે ત્યાં સુધી તમારે કર્સર લઈ જવાનો રહેશે. મારા બ્લોગમાં પણ એની સુધારેલી આવૃત્તી મુકી છે. એનું શીર્ષક છે ‘ઔષધો અને રોગો’ લીન્ક : https://gandabhaivallabh.files.wordpress.com/2014/07/aushadho-ane-rogo.pdf

    Like

  69. Nilesh kotadiya Says:

    lamba samay thi sardi che. khub dava lidhi, ghana doctor badalya, specialist pase tritment karavi, gharelu nuskha pan apnavya. have kantali gyo. sardi matvanu nam nathi leti. kyarek fule ful chhiko, kyarek pakeli sardi, kyarek nak ma satat pani ave, mathu satat dukhya kare. su karu samjatu nathi

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નીલેશભાઈ,
      તમે ઘણા બધા ઉપાયો કર્યા છે. આથી કોઈ દવા સુચવવાનો અર્થ મને જણાતો નથી.
      મેં કરેલો એક પ્રયોગ બતાવું છું. મને ૧૯૬૬-૬૭ના અરસામાં સતત શરદી થયા કરતી. તે સમયે મારા વાંચવામાં ગાધીજીની પુસ્તીકા ‘આરોગ્યની ચાવી’ વાંચવામાં આવી હતી. ગાંધીજીએ એમાં નાકે પાણી પીવાનો પ્રયોગ લખ્યો છે. એમાં થોડો ફેરફાર કરી નાકે પાણી ચડાવી મોં વાટે બહાર કાઢી નાખવાનો પ્રયોગ મેં શરુ કરેલો, જે આજે પણ ચાલુ છે, અને હવે મને શરદી ભાગ્યે જ થાય છે. હું સહેજ હુંફાળા પાણીમાં મીઠું (નમક) નાખું છું. મીઠું જંતુનાશક છે. આ પ્રયોગમાં ટેવાતાં કદાચ વાર લાગે, અને પાણી શ્વાસનળીમાં ન પહોંચે તેની કાળજી રાખવી પડે.

      Like

  70. alliswell365 Says:

    નમસ્તે ગાંડા ભાઇ આયુર્વેદ ગ્રંથો વિશે માહીતી આપવા બદલ આપનો આભાર
    આપની ઔષધો અને રોગો નામની બૂક મે ડાઉનલોડ કરી લિધી છે .વાચવાની શરુ પણ કરેલ છે .ગુજરાતીમા આપે લખેલ બૂક ખરેખર શ્રેષ્ઠ છે.કારણકે મે અતયાર સુધીમા વાચેલ કોઇ પણ બૂક્સમા ઔષધો વિશે એટલા મોટા પ્રમાણ કોઇ માહીતી મૂકવામા આવેલ નથી. આપે લગભગ તમામ ઔષધો તમારી બૂકમા આવરીલીધા છે.તથા દરેક ઔષધ વિશે ચોક્ક્સ માહીતી આપે આપેલ છે.
    આપની બૂકમા આપેલ માહીતીથી પરથી આપની જબરજ્સ્ત વાચન શક્તીનો ખ્યાલ આવેછે.
    આપનૂ પૂસ્તક ખરેખર સમાજ માટે ખુબ ઉપયોગી છે.આવૂ ઉપયોગી પૂસ્તક લખવા બદલ આપને અભીનંદન આપૂ છૂ

    Like

  71. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    Like

  72. અનામિક Says:

    mari wife ne last 2-3 day thi pug ghooti banne side per soja aave che to tena vishe mahiti aapva vinanti che

    Like

  73. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી અજ્ઞાત,
    સોજો કયા કારણે છે તે જાણવાથી એનો ઉપાય કરી શકાય. આમ છતાં નીચે સોજોઉતારવાના કેટલાક ઉપાય મારા બ્લોગમાં છે તે લખું છું. આ ઉપરાંત પણ સોજો ઉતારવાના ઘણા ઉપાય છે, કેમ કે એ ઉપાયનો આધાર સોજાના કારણ પર રહે છે. આ ઉપાયો પૈકી તમારાં પત્નીને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય જાણકાર ચીકીત્સકની મદદથી કરી શકાય.

    1. વડનું દુધ લગાડવાથી આમવાતના સોજામાં આરામ થાય છે, અને દુખાવો મટે છે.
    2. અરણી સોજો મટાડે છે.
    3. અશેળીયાના બીજનો લેપ કરવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટે છે. સાંધાના સોજા પર પણ એનો લેપ કરી શકાય.
    4. આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વીશાળ થાય છે. એનાં પાન પણ આંબાનાં જેવાં જ હોય છે. એનાં ફળ ગ્રીષ્મમાં જાંબુ જેવાં થાય છે, જે ખાઈ ન શકાય તેવાં અત્યંત કડવાં હોય છે. અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તુરું હોય છે. તે સોજો મટાડે છે.
    5. સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારીષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી સોજો ઉતરવામાં લાભ થાય છે.
    6. ‘અશ્વગંધાદી ચુર્ણ.’ બજારમાં ઉપલબ્ધ છે. એક ચમચી આ ચુર્ણ ઘી સાથે લેવાથી સોજો મટે છે.
    7. અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે.

    Like

  74. NIRAV Says:

    SAHEB.
    MARA BHAI NI UMAR 22 C.TEMNE PAG MA DUKHAVO THAY C.DOCTOR NA NIDAN MUJAB NAS KHENCHAY C K TANAY C. OPERATION KARVU PADSHE??

    Like

  75. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ નીરવ,
    આયુર્વેદ મુજબ કોઈ પણ દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આથી વાયુકારક આહાર છોડી દેવો, સાદો સુપાચ્ય આહાર લેવો. યોગ્ય, અનુકુળ હોય તેવી કસરત કરવી તથા વાયુનાશક ઔષધો લેવાથી દુખાવો મોટા ભાગનો દુર થઈ શકે. બાહ્ય પ્રાણાયામ પણ જો યોગ્ય માર્ગદર્શક મળે તેમ હોય તો કરી શકાય. આમ છતાં વાયુકારક આહાર કે પચવામાં ભારે ખોરાક લેવાથી એક વાર મટી ગયેલો દુખાવો પણ પાછો શરુ થઈ શકે. આથી ખાવામાં હંમેશાં કાળજી રાખવી પડે.

    Like

  76. Sonal vimal ji thakor Says:

    Mari sasu na oag jgub j dhukhe che chlatu pn nathi .trmni 50 che kai ghar gatthu upchar jnavso

    Like

  77. Sonal vimal ji thakor Says:

    Mari sasu na pag kgubaj dhukhe che chlatu pn nathi .trmni umar
    50 che kai ghar gatthu upchar jnavso

    Like

  78. ગાંડાભાઈ વલ્લભ Says:

    બહેન સોનલ, આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે. દુખાવો દુર કરવા પોતાને અનુકુળ ઔષધ લેવું, દુખાવો દુર કરવાનાં ઘણાં ઔષધો છે, જે મારા બ્લોગમાં મેં જણાવ્યાં છે. નીચે એમાંના કેટલાક ઉપાય આપું છું.
    (1) નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે.
    (2) નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુખાવો મટે છે.
    (3) વડનાં પાકાં સુકવેલાં ટેટાનું 1-1 ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી દુખાવો મટે છે.
    (4) સ્નાયુઓનો દુખાવો મટાડવામાં દહીં, છાસ, આમલી જેવી ખટાશ સદંતર બંધ કરવી જોઈએ.
    (5) વાયુને કારણે સાંધા પાસે દુખાવો હોય તો 1 કપ જેટલા તાજા ગોમુત્રમાં બે મોટા ચમચા દીવેલ મેળવી દીવસમાં બે વખત પીવાથી મટે છે.
    (6) પગની એડી, કેડ, ડોક કે સાંધાના દુખાવામાં સવારે ખાલી પેટે મેથીનો તાજો ઉકાળો પીવાથી થોડા જ દીવસોમાં લાભ થાય છે.
    (7) 1-1 ચમચો ગોખરુનું ચુર્ણ સવાર-સાંજ હુંફાળા દુધ સાથે કે પાણી સાથે લેવાથી વા પ્રધાન દુખાવાઓ મટે છે. પ્રયોગ ઘણા લાંબા સમય સુધી જાળવી રાખવાથી સ્થાયી લાભ થઈ શકે.
    દુખાવો – સર્વ પ્રકારનો એલચી, શેકેલી હીંગ, જવખાર અને સીંધવનો કાઢો કરી તેમાં એરંડીયું મેળવી આપવાથી કમર, હૃદય, દુંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર, પગ વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શુળ મટે છે.

    Like

  79. અનામિક Says:

    Sir pag ni yedi dikhai chhe. To Shu karavi. Ron savare vadhare dikhai chhe.

    Like

  80. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અનામિક,
    પગની તકલીફ માટે મેં મારા બ્લોગમાં ૨૫ જુલાઈ ૨૦૧૦ના રોજ લખ્યું છે તે નીચેની લીન્ક ખોલવાથી જોવા મળશે. એમાં પગની એડીના દુખાવા બાબત પણ માહીતી છે.
    http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/25/

    Like

  81. dhara Says:

    mane left leg ni pani ma pain thay che te pan early morning not whol day what a reason & solution

    Like

  82. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન ધરા,
    આયુર્વેદ મુજબ શરીરમાં દુખાવાનું કારણ મોટા ભાગે વાયુવીકાર હોય છે. આથી વાયુનાશક ઔષધો અને આહાર-વીહારથી એમાં રાહત મળી શકે. મારા બ્લોગમાં એ માટે નીચેની લીન્ક છે:
    http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/25/

    Like

  83. gadhavi pravindan Says:

    Jay hind sir.
    Mari mummy ni umar 50 varsh chhe tena bane gutan ma bahu sojo aave chhe ane uthva besva ma bahu taklif thay chhe badha kahe chhe k va chhe ane va ni koi dava nathi tame j kaho Sir su va ni koi dava nathi hu army ma chhu hamna raja per aavyo chhu dava. jarur keso maro Mobile number chhe 7888045705 please vaat karso

    Like

  84. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ પ્રવીણદાન,
    વાની દવા નથી એમ જે લોકો કહે છે તે આધુનીક ડૉક્ટરોનું વીજ્ઞાન એટલે એલોપથી. આયુર્વેદમાં વાની, દુખાવાની, સોજાની દવા ઘણી છે. કેવો આહાર લીધો હોય તેને કારણે જે સમસ્યા થઈ હોય તે જાણીને અનુકુળ આવે તે દવા લઈ શકાય. આ માટે કોઈ સારા સેવાભાવી વૈદને મળવું જોઈએ.
    ભાઈ, હું ૪૨ વર્ષથી વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં રહું છું. ફોન પર વાત થઈ શકે પણ તમે કયા સમયે મળી શકો તે જાણવું પડે. મારા બ્લોગમાં નીચેની ચાર લીન્ક પર ક્લીક કરીને જોશો તો તમારાં મમ્મીની સમસ્યા અંગે ઘણી માહીતી મળશે. એમાં દવા પણ જણાવવામાં આવી છે.
    ૧. દુખાવો: http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/07/
    ૨. વાતરોગ https://gandabhaivallabh.wordpress.com/2015/12/05/
    ૩. વાતવ્યાધી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/18/
    ૪. વાતશુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/19/

    Like

  85. patel ashish.b Says:

    mari mummy ne shandha no dukhavo se pura sharir ma and va pan se to koi upay batavo?

    Like

  86. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ આશિષ,
    મેં અહીં ઉપર જ ભાઈ શ્રી. પ્રવીણદાનને આપેલો જવાબ તમે જોયો જ હશે. એ બધી લીન્ક ઉપરાંત નીચેની ત્રણ લીન્કમાં વાને કારણે થતા દુખાવાની મેં વીસ્તૃત માહીતી આપી છે. એ પૈકી તમારી મમ્મીને અનુકુળ હોય તે ઉપચાર કરી શકાય. મને પોતાને બચપણથી વાયુવીકાર સતાવતો હતો, અને આજે પણ જો ખાવામાં કાળજી ન રાખું તો દુખાવો થાય છે. આથી વાયુકારક આહાર સદંતર છોડવો જોઈએ અને સાદો, સરળતાથી પચી શકે તેવો જ ખોરાક પોતાની પાચનશક્તી મુજબના પ્રમાણમાં લેવો એ આ પ્રકારના દુખાવાનો ઉપાય છે, એમ હું મારા પોતાના અનુભવથી કહું છું.
    દુખાવા માટે બીજી ત્રણ લીન્ક:
    756. સાંધા દુખવા https://gandabhaivallabh.wordpress.com/2016/08/08/
    757. સાંધાનો દુખાવો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/04/18/
    758. સાઈટીકા(રાંઝણ) શુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/04/16/

    Like

  87. patel ashish.b Says:

    va no upay batavo

    Like

  88. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ આશિષ,
    વા એટલે વાનો દુખાવો, વાના રોગો વગેરે બાબત મારા બ્લોગ પર તમને નીચે મુજબની લીન્ક મળશે. એ લીન્ક ખોલીને તમારી સમસ્યા મુજબ તમને અનુકુળ ઈલાજ યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકો.
    વા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/12/
    વાતરોગ https://gandabhaivallabh.wordpress.com/2015/12/05/
    વાતવ્યાધી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/18/
    વાતશુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/19/
    વાના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/21/

    Like

  89. patel ashish b. Says:

    mari mammy ne sandhano dokhavo se to koi dava batavo

    Like

  90. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ આશિષ,
    સાંધાના દુખાવાના ઉપાયો મેં મારા બ્લોગમાં નીચેની બે પોસ્ટમાં લખ્યા છે. તમારી મમ્મીને અનુકુળ ઉપચાર જો એમાં હોય તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ ઉપચાર કરી શકો.
    756. સાંધા દુખવા https://gandabhaivallabh.wordpress.com/2016/08/08/
    757. સાંધાનો દુખાવો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/04/18/

    Like

  91. gadhadara manish Says:

    Dear sir mane 2 year thi pag na muscle and sandha ma pain thay se Tyar pasi mane Maigrain pan thay se .
    Docter re vitamin D2 and D3 ni defficiancy janave se. Mari age 18 year ni se to koi upay hoy to janavo

    Like

  92. gadhadara manish Says:

    Uuhhj

    Like

  93. gadhadara manish Says:

    Dear sir mane 2 year thi pag na sadha and muscle pain thay se tyar bad 1 year thi migrain pan chalu thai gyu se .
    Docter janavyu k vitanmin d2 and d3 ni deficiancy na lithe thai sake koi salah apva vinanati

    Like

  94. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે gadhadara manish, આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. વાયુવીકાર બાબત મારી નીચેની પોસ્ટમાં માહીતી આપી છે, એ જોવા વીનંતી.
    693. http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/28/
    694. વાયુરોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/01/
    695. વાયુવીકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/25/
    696. વાયુવીકાર અને કસરત https://gandabhaivallabh.wordpress.com/2016/01/03/

    Like

  95. અશ્વિનકુમાર Says:

    સારણગાંઠ ની માહિતી આપો

    Like

  96. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ અશ્વિનકુમાર,
    સારણગાંઠને અંગ્રેજીમાં હર્નીયા કહે છે. મને પણ એની તકલીફ થયેલી. એને વીશેની માહીતી મેં મારા બ્લોગમાં તા. 10-5-2011ના રોજ આપી છે, જેની લીન્ક:
    798. હર્નીયા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/05/10/

    Like

  97. Bhavesh Modhia Says:

    Mane pag ma sandha dhukhe che, tatha sarir pan thaki Jay che to koe upay batava vinanti

    Like

  98. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાવેશભાઈ,
    સાંધાના દુખાવા વીશે ઉપર ઘણું બધું કહેવાયું છે, આપે કદાચ એ વાંચ્યું હશે. ન વાંચ્યું હોય તો વાંચી જવા વીનંતી.
    થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. પગના સાંધા દુખે છે આથી વાયુવીકાર પણ કારણ હોઈ શકે, પણ ચોક્કસ કારણ તો યોગ્ય આરોગ્ય ચીકીત્સક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીને કહી શકે, અને તે મુજબ ઉપાય સુચવી શકાય.સાંધાના દુખાવા વીશે મારી પાસે નીચે મુજબ માહીતી છે, જો આપને એ ઉપયોગી થાય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. સાંધાનો દુખાવો (૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉનાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.
    (૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.
    (૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.
    (૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.
    (૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ-પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.
    (૧૧) અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.
    (૧૨) શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.
    (૧૩) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.
    (૧૪) સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે.
    (૧૫) મહાયોગરાજ ગુગળ સ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે.
    (૧૬) સાંધાનો સોજો અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે.
    (૧૭) સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો.
    (૧૮) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.
    આ ઉપરાંત નીચીની લીન્ક પણ જોવા વીનંતી:
    756. સાંધા દુખવા https://gandabhaivallabh.wordpress.com/2016/08/08/
    એમાં મેં મારો અનુભવ વર્ણવ્યો છે.

    Like

  99. paresh patel Says:

    namaste sir, ek mahina thi dokma dukhavo rahe chhe . dok feravvama taklif pade chhe

    Like

  100. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે પરેશભાઈ,
    ડોકમાં દુખાવો પણ સાંધાનો દુખાવો ગણી શકાય, પરંતુ ચોક્કસ ખાતરી તો તમને દુખાવો ક્યારે શરુ થયેલો, તમારી પ્રકૃતી કેવી છે, સામાન્ય રીતે તમારો આહાર કેવો હોય છે, તમારી ઉંમર વગેરે વીગતવાર માહીતી હોય તો જ જાણી શકાય. જો કે આયુર્વેદ અનુસાર કોઈ પણ દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. અહીં ઉપર જ એ બાબતમાં મેં ભાઈ શ્રી. ભાવેશભાઈને વીગતવાર જવાબ આપ્યો છે તે જોવા વીનંતી. એમાંથી તમને અનુકુળ જણાય તે ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકાય. એમાં મેં મને થયેલા અનુભવની લીન્ક પણ આપી છે.

    Like

  101. Narsinh chaudhary Says:

    Plese sir waa ni koi dawa bata do
    મને વાની દવા બતાઓ

    Like

  102. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નરસિંહભાઈ,
    વાના રોગોનો વીષય બહુ જ વીસ્તૃત છે. વાયુને કારણે ૮૦ પ્રકારના રોગો થાય છે, એ કયા કયા છે તે પણ મારા બ્લોગમાં મેં લખ્યું છે, પણ એની લીન્ક મેં આપી નથી. એ સીવાય પણ વાના રોગો વીષે મારા બ્લોગમાં પુશ્કળ માહીતી છે. આથી તમારી તકલીફ કેવા પ્રકારની છે તે મુજબ ઉપાય સુચવી શકાય. પરંતુ તમારા એક વાક્યને અનુલક્ષી વા વીષે મેં લખેલ નીચેની લીન્ક આપું છું, એનો અભ્યાસ કરીને તમારા વીશ્વાસુ આરોગ્ય સલાહકારને મળી તમને યોગ્ય જણાય તે ઉપાય કરી શકો. નીચેની માહીતીના આધારે તમને કંઈક તો મળી રહેશે, જે કદાચ તમારી તકલીફમાં ઉપયોગી થાય.
    685. વાતરોગ https://gandabhaivallabh.wordpress.com/2015/12/05/
    686. વાતવ્યાધી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/18/
    687. વાતશુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/19/
    689. વાના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/21/
    692. વાયુની બીમારીમાં http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/02/
    693. વાયુનો ગોળો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/28/
    694. વાયુરોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/01/
    695. વાયુવીકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/25/
    696. વાયુવીકાર અને કસરત https://gandabhaivallabh.wordpress.com/2016/01/03/

    Like

  103. Hiren Says:

    Roj chalvathi gutano dukhava ma su fark pade 6

    Like

  104. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હીરેન,
    તમે વાયુ વીશેની મારી ઉપરની બધી પોસ્ટ જોઈ હશે, ખાસ કરીને જોઈ હોય તો પણ 396. “વાયુવીકાર અને કસરત” ફરીથી જોવાની વીનંતી. એમાં ચાલવાથી વાયુનો દુખાવો દુર થાય છે એમ મેં મારા અનુભવના આધારે લખ્યું છે. આમ છતાં કોઈ વાર ચાલવાથી દુખાવો વધે પણ છે અને એના સંભવીત કારણ વીશે પણ મેં વાત કરી છે.
    મારું માનવું છે અને અનુભવ પણ છે કે ચાલવાથી ઘુંટણનો દુખાવો ઘટે છે. આમ છતાં મેં ઉપર જણાવેલી પોસ્ટ ખાસ વાંચજો.

    Like

  105. Brijbhai Says:

    sir sadho khasi jay che to su karvu kae ilaj aapo

    Like

  106. Brijbhai Says:

    jamani baju no kai ilaj atha va opreation kah jo sir

    Like

  107. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બ્રીજભાઈ,
    સાંધો ખસી ક્યારે જાય? કોઈ અમુક પ્રવૃત્તી કરતાં ખસી જાય છે?
    જો કે મને એનો કોઈ અનુભવ નથી, પણ કદાચ વાયુને કારણે સાંધો ખસી જતો હોય તો ઉપર મેં જણાવેલા ઉપાયો પૈકી કોઈ ઉપાય તમને અનુકુળ આવે તો ખાતરી કરીને અજમાવી શકો.

    Like

  108. BRIJ Says:

    SIR SADHO KHASI JAY CHE BUT MEN KARAN MARO ACCIDENT THAYO HATO TYAR THI AAVU THAY CHE PLS SOME IDEA

    Like

  109. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બ્રીજ,
    મને લાગે છે કે અકસ્માત થવાથી સાંધો ખસી જતો રહેતો હોય – એટલે કે સાંધો બેસાડ્યા પછી પણ મુળ જગ્યાએ રહી શકતો ન હોય તો એનું કારણ કદાચ એક્સ રે દ્વારા જાણી શકાય કે કોઈ સારો હાડવૈદ બતાવી શકે. કારણ જાણ્યા પછી યોગ્ય ઉપાય કરી શકાય. માત્ર કોઈ દવાથી એનો ઉપાય થઈ શકતો હોય તો મને એની કશી ખબર નથી.

    Like

    • Rajesh Doshi Says:

      બ્રિજ ભાઈ આપ એક પ્રયોગ કરી શકો છો ઢીલો ગોળ અને ખાવાનો ચૂનો એક કાચ ની રકાબી માં મિશ્ર કરો સીધા આંગળી થી જ હલાવો જેથી બંન્ને ની રાસાયણિક પ્રક્રિયા થી ગરમી ની સ્પર્શ થી જાણ થાય હવે તેમાં હળદર પાઉડર ઉમેરો આ મિશ્રણ તુરંતજ જે સાંધો ખસી જતો હોય તેની પર સરખું પાથરી ને લગાડી દો ઉપર કૉટન રોલ થી એટલીજ સાઈઝ નો એક હિસ્સો લગાડી દો સજ્જડ ચોંટી જશે બે થી ત્રણ મિનિટ માં . આ ને પાટો વીંટાળી શકાય તેમ હોય તો લગાડશો નહિ તો સ્કિન સેફ પેપર ટેપ થી સરખું ફિક્સ કરી લેશો . સ્નાન કરતા વખતે પાણી અડશે તો આ લેપ નીકળી જશે અથવા નિષ્ક્રિય થયી જશે તો કાઢી ને ફરી નવો લેપ ઉપર મુજબ પાથરી ને લગાડી દેશો . બહુ રાહત લાગશે અને આસ્તે આસ્તે સાંધો ખસવાનું ઓછું અથવા લાંબે ગાળે થશે પછી ધીરે ધીરે બંધ થયી જશે .

      Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે રાજેશભાઈ,
        આપની મુલ્યવાનકૉમેન્ટ બદલ ખુબ ખુબ આભાર. મને આ ઉપાયની જાણકારી ન હતી.

        Like

      • Rajesh Doshi Says:

        આભાર આપનો મારો સુજાવ પસંદ કરવા બદલ , આમાં હજી એક શક્ય ઈલાજ છે રેવંતી નો શીરો એક મોટો ટૂકડો લયી એના પર એલોવેરા જેલ લગાડો અને ખરાબ સાંધા ની અથવા દુખાવા ની જગ્યાએ લગાડો હળવે હળવે ગેલ ને કારણે પીળી પીળી પેસ્ટ જેવું થયી જશે બધે એ સુકાઈ જાય તે પહેલાં એક સોફ્ટ ટિસ્યુ પેપર એના પર ધીરે થી દબાવી દો થોડી વાર માં એ સજ્જડ થયી જશે આનાથી પણ ઘણી રાહત લાગશે . આના સિવાય આપ ના પણ પૂરા પરિવાર ના સુનિશ્ચિત રક્ત સંચાર અને અધિક ઓક્સિજન યુક્ત પરિભ્રમણ ની શક્યતાઓ વધારી ને ઘણા વર્ષો સુધી પૂરા પરિવાર ના સ્વાસ્થ્ય ની જાળવણી સુનિશ્ચિત કરવા મેગ્નેટિક મેટ્રેસ જે ઇન્ડિયા માં બને છે બહુજ કિફાયતી દરે કોઈ ગોળી ટીકડી કે સીરપ વગર સ્વસ્થ રહેવું હવે શક્ય છે અને લગભગ ₹૧૧૯૦૦/-+ ડિલિવરી ચાર્જ માં કશે પણ પહોચતું થયી જશે . આ નેનો મેગનેટ છે બાયો મેગ્નેટિક થેરાપી ભારત સરકાર ના આયુષ મંત્રાલય માન્ય . કહેશો મને

        Like

  110. Sanjay mer Says:

    Sir Mari Umar 22 varsh che.mane sat aath mahina thi slip disc ni problem Che. Doctor operation karavanu ke Che. MRI report ma l4 l5
    Ma problem batave Che to tena mate koi saral upay batavo. Please.

    Like

  111. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ સંજય,
    મણકો ખસી જવાનું કારણ? કોઈ અકસ્માત થયો હતો? ડૉકટર શું કહે છે મણકો ખસી જવા બાબત?
    આયુ્ર્વેદ મુજબ કોઈ પણ દુખાવાનું કારણ વાતપ્રકોપ હોય છે. આથી વાયુનાશક ઔષધો લેવાથી તથા વાયુનાશક કસરત (જેમાં ચાલવું, પ્રાણાયામ વગેરે) કરવાથી અને વાયુકારક આહાર છોડી દેવાથી એ દુખાવો દુર થઈ શકે. પણ જો ડૉક્ટરનું કહેવું મણકો ખસી જવાને કારણે દુખાવો હોય તો ડૉક્ટર બતાવે તે ઉપાય કરવા પડે. જોખમ એ છે કે આપણે ત્યાં ડૉક્ટર દર્દીની સેવા માટે મળવા બહુ દુર્લભ છે, તેઓ પૈસા માટે ડૉક્ટર થયા હોય છે. આ એક આપણા દેશની કમનસીબી છે. ૫૦-૬૦ વર્ષ પહેલાં કદાચ આ પરીસ્થીતી ન હતી.
    ગઈ કાલે જ ટેબલ ટેનીસ રમતાં મારા ડાબા પગના ઘુંટણ નીચે સખત દુખાવો ઉપડ્યો હતો, કદાચ એક બોલ રમતાં પગ જરાક ખોટી રીતે મુકાયો હતો. બેસવાનું પાંચ-છ ડગલાં દુર હતું, તે પણ મારાથી ચાલી શકાયું ન હતું – એક ભાઈની મદદ લેવી પડી. બેસીને બાહ્ય પ્રાણાયામ કર્યા, માલીશ કર્યું અને ઘુંટણનો દુખાવો દુર કરવા સ્નાયુબંધને વગાડવાનો ઉપાય મારા બ્લોગમાં જણાવ્યો છે તે ઉપાય કર્યો. થોડી વારમાં દુખાવો જતો રહ્યો, ફરી રમવાનું ચાલુ કર્યું. દોઢ-બે કલાક રમીને ૩૦ મીનીટ ચાલતાં ઘરે આવ્યો. (મને ૮૦ વર્ષ પુરાં થયાં છે.)

    Like

  112. Geetaben Says:

    Badha j sandha varafarti dukhe 6e 10 -15divas thi taklif vadhre 6e.ne sandha par sojo pan avi jai 6e

    Like

  113. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ગીતાબહેન,
    અહીં ઉપર ભાઈ સંજયને મેં આપેલા જવાબ મુજબ આયુર્વેદ દુખાવાનું કારણ વાતપ્રકોપને ગણે છે. આથી 10-15 દીવસ પહેલાં વાતપ્રકોપ થાય એવો આહાર લીધો હોય તો તમે જણાવેલ સમસ્યા પેદા થઈ હોય. તમે કહો છો કે સાંધા વારાફરતી દુખે છે, એને ફરતો વા કહે છે. આથી વાયુનાશક ઔષધો જે તમને અનુકુળ હોય તે લેવાં જોઈએ. મારા બ્લોગમાં ઘણાં વાયુનાશક ઔષધો તમને જોવા મળશે. સાથે વાયુકારક આહાર છોડી દેવો, અથવા કોઈ વાર લેવો જ પડે તેમ હોય તો બને તેટલા ઓછા પ્રમાણમાં લેવો. વળી જેમ ઉંમર વધે તેમ પાચનશક્તી નબળી પડે છે, આથી આહારનું પ્રમાણ પણ એ રીતે ઘટાડતા જવું પડે. એકટાણા કે ઉપવાસ પણ વાયુવીકારમાં કરવા ન જોઈએ. આમ છતાં દરેકનું શરીર અદ્વીતીય છે, આથી કોઈ એક જ ઉપાય બધાંને કામ આવી ન શકે. કદાચ કોઈકને એકટાણાથી પાચનશક્તીમાં ફાયદો પણ થાય. અને એ રીતે વાયુની તકલીફ દુર પણ થઈ શકે.
    ઉપર ભાઈ શ્રી નરસિંહભાઈને મેં ઓક્ટોબર 25, 2017ના રોજ આપેલો જવાબ જોવા વીનંતી.

    Like

  114. Jayanti parmar Says:

    Su vaa permanent mati sake che plz madad kro sir….

    Like

  115. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે જયંતિભાઈ,
    મને લાગે છે કે એનો આધાર વાની કયા પ્રકારની સમસ્યા છે તેના રહે છે. વાયુને કારણે 80 પ્રકારની તકલીફ થાય છે. એમાંની એક ગંધાજ્ઞતા- કોઈ પણ પ્રકારની ગંધ ન આવવી તે છે. મને એ તકલીફ છે અને વાયુની સમસ્યા મને બચપણથી છે. હાલ મને 80 વર્ષ પુરાં થયાં છે. મને લગભગ 43 વર્ષથી ગંધ આવતી નથી. વાયુને કારણે થતા દુખાવા અવારનવાર થતા રહે છે-જ્યારે આહારમાં વાયુકારક પદાર્થો લેવામાં આવે ત્યારે. ગંધની સમસ્યા દુર થઈ શકી નથી. બચપણમાં મને નળબંધ વાયુની તકલીફ હતી, વધરાવળની તકલીફ હતી, હરસની તકલીફ હતી, એ કોઈ તકલીફ હવે નથી. એટલે કે એ કદાચ કાયમ માટે મટી ગઈ છે.વાયુની તકલીફ અંગે મારા બ્લોગમાં મેં ઘણું લખ્યું છે. આ જ બ્લોગમાં ઉપરના બધા પ્રશ્નોત્તર વાંચશો તો ઘણી માહીતી મળશે.

    Like

  116. sonu talati Says:

    mara daba pagno angutha no nichla bhag thodo asavedanshil Lage 6 .
    m.r.i kravyo to doctor khyu k gadi khasi jvathi koi nas dabai 6 .
    atle operation kravu pdse aano koi aaryurvedic upchar hoy to jankari aapsho pls Mari age 31 yrs 6

    Like

  117. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે sonu talati,
    અંગ્રેજી ફોન્ટ્સમાં તમે લખેલું ગુજરાતી બરાબર સમજાતું નથી. asavedanshil એટલે તમે અસંવેદનશીલ કહેવા માગો છો? વળી જે તકલીફ છે તે અચાનક, એકાએક થયેલી, કશુંક વાગવાથી કે કોઈ અકસ્માતથી થયેલી? જે તકલીફ છે તે સતત રહે છે કે કોઈ કોઈ વાર નથી પણ હોતી? આ વીગતો જાણ્યા વીના કશું કહી ન શકાય. આયુર્વેદ મુજબ વાયુને કારણે ૮૦ પ્રકારની તકલીફ થાય છે. આથી વાયુકારક આહાર લેવાથી જો તકલીફ થતી હોય તો વાયુનાશક ઔષધો લેવાથી દુર થઈ શકે.

    Like

  118. Binal Says:

    Hi

    Mara left leg ni knee ma 6ella ketla di thi dukhavo thay 6e and walk karva thi knee ma and ankle mathi tak tak avaj ave 6e ….mari age 25 years 6e and hu hamna j ek recent dance ma participate karelu to ema besva uthvanu bahu hatu ….pan knee na right side vadhu dukhe 6e …..2 days pehla mati gayelu pan have fari thi dukhe 6e

    Like

  119. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    તમને ઘુંટણમાં થયેલો દુખાવો મટી ગયો અને ફરીથી થયો, પણ શું કરવાથી મટ્યો તે જણાવ્યું નથી.
    મારા ધારવા મુજબ આ દુખાવો વાયુને કારણે હશે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, અને લેવો જ પડે તેમ હોય તો પ્રમાણ બહુ જ ઓછું લેવું. સાથે વાયુનાશક ઔષધો લેવાં જે તમારી પ્રકૃતીને અનુકુળ હોય. વાયુનાશક ઔષધો મારા બ્લોગમાં મેં જણાવ્યાં છે. ચાલવાથી અને બીજી યોગ્ય કસરતથી તથા રમત રમવાથી પણ વાયુના દુખાવામાં રાહત મળે છે. વળી બાહ્ય પ્રાણાયામ પણ વાયુના દુખાવામાં બહુ અસરકારક છે. મને વાયુની તકલીફ ઘણા સમયથી સતાવે છે, અને આ જે ઉપાયો મેં લખ્યા છે તે બધાનો મને અનુભવ છે.

    Like

    • Rajesh Doshi Says:

      પ્રણામ, એક એકદમ આધુનિક આગાહી જન્ય. DANA test ના પરિચય માં આવ્યો છું. બધાને હિતકારક હોય અહિયાં શેર કરૂં છું.COL5A1 Gene માં ‌‌‌જો. વેરિએશન જોવા મળે તો ઘુંટી અને ઘૂંટણ માં Anterior Cruciate ligament (ACL)
      Injury થવાની શક્યતા વધારે હોય છે.એએ ઉપરાંત ACTN3 અને IL6 genes માં વેરિએશન. જોવા માં આવે તો muscle damage and recovery ની જાણકારી મળી શકે છે. કુલ મળીને જેનેટિકલી તમે ઘુંટી અને ઘૂંટણ ની બિમારી ની શક્યતા ધરાવતા હો તો અગમચેતી વાપરીને સાવચેતી પૂર્વક જીવન પ્લાન કરી શકો. Genes lifetimeમાટે હોય છે એટલે કે આ ટેસ્ટ પણ લાઈફ ટાઈમ માટે એકજ વખત માટે કરાવવી પડે છે. India માં લાળ નું સેમ્પલ આપી આ ટેસ્ટ. કરાવી શકાય છે. મારો WhatsApp 9321362867 રાજેશ દોશી.

      Like

  120. ગાંડાભાઈ વલ્લભ Says:

    રાજેષભાઈ, આપનો હાર્દીક આભાર. પરંતુ આયુર્વેદાનુસાર શરીરના દુખાવા માટે વાયુવીકાર કારણભુત ગણાય છે, અને મારા અનુભવમાં ઘુંટણનો મને થતો દુખાવો વાયુનાશક ઉપાયો કરવાથી મટી જાય છે. વાયુનાશક ઉપાયો ઘણા પ્રકારના છે, જેને જે અનુકુળ હોય તે કરી શકે. હા, એ ખરું કે જ્યારે ફરીથી વાયુવીકાર થાય ત્યારે દુખાવો થાય છે. આથી ફરીથી ઉપાય કરવા પડે અથવા વાયુવીકાર કદી થાય જ નહીં એની સતત કાળજીભરી પરેજી રાખવી પડે.

    Like

  121. Binal Says:

    આભાર તમારો મેં આગળ જણાવ્યું જ છે કે એક પ્રોગ્રામ માં ભાગ લેવા થી ઉઠવા બેસવા માં તકલીફ થઇ છે અને હું દરરોજ ચાલવા પણ જાઉં છું તો ચાલવા ના કારણે મને ફરી થી એ દુખાવો થવા લાગ્યો છે.

    મને જનાવ્સો કે વાયુ મટાડવા માટે મારે શું ખાવું જોઈએ?

    Like

  122. ગાંડાભાઈ વલ્લભ Says:

    વાયુને કારણે ૮૦ પ્રકારની તકલીફ થાય છે. વાયુ એટલે ઓડકાર કે પેટ ભારે થાય કે વાછુટ થાય તે જ એવું નથી. વાયુની વીગતો બહુ જ લંબાણપુર્વકની છે. નીચે મારા બ્લોગમાંની કેટલીક લીન્ક આપું છું. એમાંથી તમને અનુકુળ તે ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા વીનંતી.
    ગૅસ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/14/
    ગૅસ ટ્રબલ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/15/
    ગેસ, અપચો અને ખાટા ઓડકાર https://gandabhaivallabh.wordpress.com/2013/10/04/
    વાયુની બીમારીમાં http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/02/
    વાયુનો ગોળો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/28/
    વાયુરોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/01/
    વાયુવીકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/25/
    વાયુવીકાર અને કસરત https://gandabhaivallabh.wordpress.com/2016/01/03/
    વાતરોગ https://gandabhaivallabh.wordpress.com/2015/12/05/
    વાતવ્યાધી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/18/
    વાતશુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/19/
    વાના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/21/

    Like

  123. Khushi Says:

    Hello sir
    I really appriciate the way you are helping people.i gp through all your suggestion but i couldnt see any suggestion for WAA. Mara papa ne lohi ma waa che ane pug ma gutan ma bauj dukhavo reh che. Toh hu tamne heartly request karu chu for giving any solution.

    Like

  124. SAHILKUMAR Says:

    Hii Sir Mara Jiju Ne 2 year Thi Hath Ni Hatheli Ane Pag na Taliya Daroj Dukhe 6e..Bau Report Karaya But Nill Batave 6e Ane Chella Be Mahina Na Report ma Sindh_va Batave 6e Ana mate A Daroj Ek Teblet Le 6e SPAIN/L Jo Tablet na Le to Dukhvanu Chalu thai Jaay 6e Plzz Sir Yogy Salah K Upchaar Batava Namr Vinanti !!

    Like

  125. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ સાહિલકુમાર,
    તમારા જીજુને સંધીવા કહ્યો હોય તો ડૉક્ટરે જે દવા આપી હશે તે માત્ર પેઈનકીલર હશે. તમે જે દવાનું નામ લખ્યું છે તે દવાની મને કશી માહીતી નથી. ડૉક્ટરનો રીપોર્ટ નોર્મલ આવે, કેમ કે ડોક્ટરી વીજ્ઞાનમાં આયુર્વેદની જેમ વાયુનો સમાવેશ નથી. પણ સંધીવા નામ ઉપરથી જ ખબર પડે છે કે એ વાયુનો વ્યાધી છે, જે મટાડવાની દવા એલોપથીના ડૉક્ટરો પાસે હોતી નથી, એ લોકો માત્ર દર્દશામક દવા આપે, જેથી એ ગોળીની અસર રહે ત્યાં સુધી દર્દનો અનુભવ ન થાય, પણ તકલીફ મટી જતી નથી.
    મારા બ્લોગમાં અહીં ઉપર જ જોશો તો સાંધાના દુખાવા બાબત ઘણી બધી ચર્ચા થઈ છેે.
    આના ઉપાય માટે વાયુનાશક ઔષધો લેવાં જે ઘણી જાતનાં હોય છે. પોતાને જે ઔષધ અનુકુળ આવે તે લેવું. વાયુ કરે તેવો આહાર એટલે કે વાયડા પદાર્થ ન લેવા. સાદું, પોતાની પ્રકૃતીને માફક આવે તેવું અને તેટલા પ્રમાણમાં ભોજન કરવું. કદી એકી સાથે વધુ પડતું ન ખાવું. સામાન્ય ચાલવા જેવી કે યોગનાં આસનો અથવા કોઈ રમત જેવી કસરતો નીયમીત કરવી. શરીરમાં થતો કોઈ પણ દુખાવો આયુર્વેદના મત મુજબ વાયુને કારણે હોય છે. આ બાબતમાં પુશ્કળ કહી શકાય, ફરીથી મારા આ બ્લોગમાં તમે જ્યાં પ્રશ્ન મુક્યો છે તેમાં જે બધી માહીતી છે તે વાંચવા વીનંતી છે.

    Like

  126. Ashish C Patel Says:

    Mane pag ni peni ma vadhare dukhavo thay 6 to ena mate ni su dava karvi??

    Like

  127. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી આશિષ, તમે પગની peniમાં દુખાવો થાય છે એમ લખ્યું છે. કદાચ તમે પગની પાની(pani)માાં દુખાવો છે એમ કહેવા માગતા હશો. ઉપર કહ્યું છે તેમ આયુર્વેદાનુસાર શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આથી આ વીભાગમાં જે વીસ્તૃત વાતો થઈ છે તે જોવા વીનંતી. મારા અનુભવ પ્રમાણે કોઈપણ દુખાવામાં બાહ્ય પ્રાણાયામ કરવાથી અમુક પ્રમાણમાં આરામ તરત જ થાય છે. આ પ્રાણાયામમાં હું મોં વાટે શ્વાસ બહાર કાઢું છું, કેમ કે એ રીતે વધુમાં વધુ શ્વાસ બહાર કાઢી શકાય. બાહ્ય પ્રાણાયામની રીત ઘણી સરળ છે. એમાં શ્વાસને બહાર કાઢી રોકી રાખવાનો હોય છે. શ્વાસ લેતી વખતે નાક દ્વારા લેવો. ત્રણ બંધ પણ કરવાના હોય છે, પણ દુખાવાના ઉપાયમાં એ ત્રણ બંધ ન કરો તો પણ આરામ થાય છે.
    ઉપર મારા બ્લોગની ઘણી લીન્ક આપી છે તે મુજબ તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ ઉપચાર કરવા. બાહ્ય પ્રાણાયામ પણ તમને અનુકુળ હોય તો એના જાણકારની દેખરેખમાં કરી શકાય.

    Like

  128. dilip desai Says:

    mara papa ne temni umer 55 varsh 6 temne ek divas pagma dukhay to bija divse hath ma dukhay roj alag alag hathe ane page dukhay ane koi divas angdi pan suji jay je thoda samay pachi mate ane game tyare chalu pan thai jay to temne su thayu hase ane tena mate temne su dava karvi te janava vinanti

    Like

  129. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી દીલીપભાઈ,
    તમારા પપ્પાને વાયુને કારણે આ બધી તકલીફ થતી હોય એમ લાગે છે. જો તમારા પપ્પા જ્યારે દુખાવો થાય ત્યારે એ પહેલાં શું ખાધું હતું તેનો ખ્યાલ કરશે તો વાયુકારક આહાર લીધો હશે તે જોઈ શકશે. આથી વાયુ કરે તેવો ખોરાક બને ત્યાં સુધી ન લેવો, અને લેવો જ પડે તેમ હોય તો પ્રમાણ ખુબ ઓછું લેવું. વળી વાયુનાશક ઔષધો લેવાં. મારા બ્લોગમાં એની માહીતી મળશે. મારા અનુભવમાં વાયુની તકલીફ દુર કરવા માટે ચાલવાની, યોગનાં આસનોની, રમત રમવાની, જેમ કે ટેબલ ટેનીસ ( મારી ઉંમર ૮૦ વર્ષની છે અને હું ટેબલ ટેનીસ રમું છું, આથી મારી વાયુપ્રકૃતી હોવા છતાં દુખાવો થતો હોય ત્યારે પણ રમવાથી રાહત થતી મેં અનુભવી છે.) કે એવી કોઈ પણ અનુકુળ હોય તે કસરત અવશ્ય કરવી જોઈએ. ઉપરાંત બાહ્ય પ્રાણાયમ કરવાથી પણ દુખાવો દુર થાય છે. મારો એ બાબતનો અનુભવ પણ મેં મારા બ્લોગમાં વર્ણવ્યો છે.
    અહીં ઉપર જે બધી ચર્ચા છે તે વાંચશો તો ઘણી માહીતી જાણવા મળશે.

    Like

  130. arati Says:

    Jay agree Krishna sir, Mari age33 years chhe. Mane uric acid no prob. Chhe Jode Jode vitamins d khub ochhu chhe ND sandhiva no prob. Pn chhe. Dr. Anti ccp no report kravyo hato. Te 5 ni andar hovo joieye j 12.74 avyo.. Mane pagan paja ND ghuti ni aju Baju khub pain thay chhe.madicine chalu j chhe ND Dr. K chhe life time medicine Levi padse.. TamRi pase Te matadvano ilaj hoy to plz kaho.. ND khava pivama su care krvi e pn kaho.. Plz…

    Like

  131. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન આરતી,
    તમે કહો છો કે “Dr. Anti ccp no report kravyo hato”, પણ બહેન એમાં મને કશી સમજણ પડે નહીં, કેમ કે હું એલોપથી (આધુનીક વૈદક) કે આયુર્વેદ કશું ભણ્યો નથી. મને આયુર્વેદમાં અને કુદરતી ઉપચારમાં કેટલાંયે વર્ષોથી રસ છે અને એને વીશે વાંચ્યું છે અને વાંચતો રહું છું. કુદરતી ઉપચારના શીબીરમાં પણ દેશ આવેલો ત્યારે ૧૯૮૭માં ભાગ લીધેલો.
    હવે તમારા પ્રોબ્લેમ વીશે. યુરીક એસીડનું પ્રમાણ વધુ હોય એનો અર્થ તમારા આહારમાં અમ્લાંત પદાર્થો વધુ પ્રમાણમાં હશે. કુદરતી ઉપચાર મુજબ એ સમસ્યા દુર કરવા માટે ફળ અને શાકભાજીનો આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ. માત્ર યોગ્ય પ્રકારના ફળાહાર પર જ અમુક સમય (જ્યાં સુધી આ તકલીફ મટે નહીં ત્યાં સુધી) રહેવામાં આવે તો પણ લાભ થવાની શક્યતા છે,પણ એ અંગે તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી જોઈએ.
    “દ્રાક્ષ દ્વારા રોગોપચાર” નામે એક પુસ્તીકા મારા વાચવામાં આવેલી. જો એ મળી શકતી હોય તો એનાથી લાભ થઈ શકે.
    યોગ્ય પ્રકારના આહારથી કેન્સર જેવા રોગોમાં પણ સફળતા મળ્યાના કીસ્સા મેં વાંચ્યા છે. તમારા જેવી તકલીફ થવાનું કારણ અયોગ્ય આહાર હોય છે એમ મને લાગે છે, આથી આહારમાં જરુરી ફેરફાર કરવાથી એ તકલીફ દુર થઈ શકે, અને જીવનભર દવા લેવાની જરુર રહે નહીં. પણ એલોપથીના ડોક્ટર કદાચ તમને આવી સલાહ નહીં આપે. વળી અત્યારની પેઢીને આવી બાબતોમાં શ્રદ્ધા પણ હોતી નથી, એમને માત્ર એલોપથીના ડોક્ટરો પર જ ભરોસો હોય છે. મારા પોતાના સંતાન બાબત પણ મને આવો અનુભવ છે, જેની ઉંમર ૪૭ વર્ષની છે.

    Like

    • arati Says:

      Sir, mane Ayurveda MA khub j trust chhe.. Mate j me tamaro contact kryo.. E uric acid sivay pn mane ghuntini as pas ND panjama pain rahe chhe. Savanna khub sickness LaGe ND hathni angadima viti tite Thai Jay.. Divas Jata loose pn Thai Jay.. ND rate pain vadhu thay pagma.. Pagma soja mane 2 years thi chhe kadach.. Dr. K chhe zeri VA chhe.. Su krvu e samjatu nti
      .elopethi chalu kya sudhi rakhu?

      Like

  132. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન,
    આ સાંધાના દુખાવા બાબત કે શરીરના દુખાવા અંગે અહીં ઉપર જ ઘણી બધી માહીતી જોવા મળશે.
    આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. આથી તમને ડોક્ટરે જે કહ્યું છે તે સાચુ હોવાની શક્યતા છે. વાયુપ્રકોપ સવારે તથા રાત્રે વધુ હોય છે, આથી જ તમને એ સમયે એની તકલીફ વધુ થાય છે. વળી વાયુને લીધે સોજા પણ ચડે. દીવસ ચડે તેમ વાયુપ્રકોપ ઘટે આથી સોજા ઓછા થાય.
    દુખાવા તથા સોજાના ઉપાય તરીકે વાયુકારક આહારનો ત્યાગ અને વાયુનાશક આહાર તેમ જ ઔષધોનું સેવન કરવું જોઈએ. વાયુનાશક આહાર અને ઔષધો ઘણાં છે, તે પૈકી તમને અનુકુળ હોય તે લઈ શકાય. એ માટે કોઈ સારા, અનુભવી, માનવસેવાની ખેવના રાખનાર વૈદ્યની સારવાર લેવી જોઈએ. આપણા દેશમાં હજુ પણ એવા વૈદ્ય હશે. ૪૦-૫૦ વર્ષ પહેલાં હું દેશમાં હતો ત્યારે સુરતમાં બાપાલાલ વૈદ્ય એ પ્રકારના વૈદ્ય હતા. હું ૪૩ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી અત્યારે એવા કોઈ વૈદ્યની જાણ મને નથી.
    એ સીવાય આપણે ત્યાં કુદરતી ઉપચાર કેન્દ્રો પણ છે. એમાં શ્રદ્ધા હોય તો કુદરતી ઉપચાર પણ કરી શકો.
    દક્ષીણ ભારતના બી.એમ. હેગડે નામે એક બહુ જ પ્રખ્યાત એલોપથી ડોક્ટર છે, જે પરદેશ પણ પ્રવચનો માટે જાય છે. એમને દેશના પણ ઘણા એવોર્ડ મળ્યા છે. એમનું કહેવું છે કે એલોપથી માત્ર ૨% રોગો સારા કરી શકે છે. યુટ્યુબ પર એમનાં પ્રવચનો અંગ્રેજીમાં જોઈ શકશો.

    Like

  133. Ila gohil Says:

    dukhavo thay che ano upay batavo plz reply fast

    Like

  134. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપની કૉમેન્ટ માટે હાર્દીક આભાર રાજેષભાઈ.
    ઇલાબહેનની કૉમેન્ટની જાણ મને વર્ડપ્રેસ તરફથી મળી ન હતી, આથી એ બાબત પ્રત્યુત્તર પાઠવી શકાયો ન હતો. આજે અત્યારે રાજેષભાઈની કૉમેન્ટની જાણ વર્ડપ્રેસ તરફથી મળી ત્યારે એની સાથે આ કૉમેન્ટ જોવા મળી. રાજેષભાઈએ સુચવેલ ઉપાય ઈલાબહેન આપ પણ કરી શકો.

    Like

    • Rajesh Doshi Says:

      आभार साहेब

      Like

    • Rajesh Doshi Says:

      ધન્યવાદ સાહેબ આપ બહુ ઉત્કૃષ્ટ સેવા કરી રહ્યા છો ,આપ જણાવો છો કે ઘુટણ માં આપને પણ દુખાવો આવે છે તો આપ પ્રાણાયામ દ્વારા હળવો કરી શકો છો ,બીજું એક મારી ભલામણ છે જો આપ મધ વપરાશ કરતા હો તો મધ કે ના કરતા હો કે અપ્રાપ્ય હોય તો ઢીલો ગોળ લેવો , એમાં ખાવા નો કળી ચૂનો ઉમેરવો આંગળીઓ થી ભેળવો બંને ને બરાબર થોડું ઉષ્ણ આંગળી ને લાગશે,પછી એમાં દળેલી હળદર મેળવો ફરી સરખી રીતે હલાવી જે મિશ્રણ તૈયાર થાય તેને તુરંત જ દુઃખતા સાંધા કે હાડકા ઉપર લગાડો ઉપર રૂ નો પોલ મૂકો અને પાટો જો બાંધી ને રાખી શકાય તો સારું અથવા પેપર ટેપ થી ચોડાડી દો. સ્નાન કરતા ભીનું નહિ થવા દો તો ૩/૪ દિવસ આ ટકશે અને ખુબજ રાહત આપશે અને લાંબા પ્રયોગ થી સાંધા કે હાડકા ની તડ તિરાડ પણ પુરાય જશે એક જાતનું આયુર્વેદિક પ્લાસ્ટર છે આં જે ફક્ત બાહ્ય આધાર નહિ પણ આંતરિક ઔષધીય કામ પણ કરે છે , ધુંટી મરડાય જાય, કોણી કાંડા ખભા ઉતરી જાય તેમાં દરેકમાં પણ અક્સિર છે આં ઈલાજ . અને લગભર દરેક જગ્યાએ સુપ્રા પ્ય છે એટલે દરેક આળસ વગર પ્રયોગ કરી સજા રહો એક શુભેચ્છા.

      Like

  135. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે રાજેશભાઈ, આપની બહુમુલ્ય આરોગ્ય ટીપ્પણી માટે હાર્દીક આભાર. મને દુખાવો સતત રહેતો નથી, અને હું જ્યારે ટેબલ ટેનીસ રમું છું ત્યારે તો દુખાવો માલમ પડતો નથી, કેમ કે રમતી વખતે શરીરમાં ગરમાવો આવી જાય આથી વાને કારણે થતો આ દુખાવો જતો રહે કે ઓછો થઈ જાય.
    આપના તરફથી આપ્રકારની ટીપ્પણીઓ મળતી રહેશે એવી અપેક્ષા.
    આ જવાબ લખ્યા પછી અહીં સીનીઅરો માટેના ન્યુઝલેટરમાં નીચે મુજબ જોવા મળ્યું:
    Oh my aching back: Do yoga, tai chi or qigong help?
    About 80 percent of Americans will experience low back pain at some point. Patients are often advised to manage their back pain with exercise and mind-body interventions. But, do they really help? Researchers compared and contrasted yoga, tai chi and qigong, and found them to be effective for treatment of low back pain, reporting positive outcomes such as reduction in pain or psychological distress such as depression and anxiety, reduction in pain-related disability, and improved functional ability

    Like

  136. CHAVADA Says:

    Best information

    Like

  137. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે CHAVADA આપનો હાર્દીક આભાર.

    Like

  138. ચિંતનભાઈ અરૂણભાઇ પટેલ Says:

    નમસ્તે સર
    મારું નામ ચિંતનભાઈ પટેલ છે હું નવસારી ગુજરાત નો રહેવાસી છું મને છેલ્લા 3 4 વરસ થી ડોક માં બહુંજ દુખાવો થાય છે x-ray કરાવ્યો હતો એમાં બધું નોર્મલ બતાવે છે ડોક્ટર નું એવું કેહવુ છે કે કોઈક વાર 2 મણકા ની વચ્ચે ની ગાદી ખસી જવાથી કોઈક નસ દબાય જતા આવો દુખાવો થાય છે ડોક્ટર ના જણાવ્યા મુજબ અમે ફિઝીઓ થેરાપી પણ કરાવી હતી પણ એમાં કોઈ આરામ થયો ન હતો હવે મને આ ડોક નો દુખાવો બઉ હેરાન કરે છે કોઈ કામ મા મન લાગતું નથી તો તમે કોઈ એવી સલાહ આપી શકો કે જેથી કરીને મને આ દુખાવા માં રાહત મળે.

    આભાર

    Like

    • Rajesh Doshi Says:

      ચિંતન ભાઈ ખાવાનો ગોળ કે મધ બેમાંથી એક અને ચૂનો ખાવાનો મિશ્ર કરો એક કાચ ના કપ માં અને આંગળી થી હલાવી બરોબર મિશ્ર કરો આંગળી ને ગરમ લાગશે એટલે બરોબર તૈયાર થયું છે એમ ખ્યાલ આવશે પછી એમાં થોડો હળદર પાઉડર ઉમેરો અને ફરી આંગળી થી હલાવી ને મિશ્ર કરો હવે આ મિશ્રણ ને બરોબર ડોક ની પાછળ એક ખભાથી બીજા ખભા સુધી લગાડી દો અને એક રૂ નું પડ તેના પર પાથરી દો બે મિનિટ માં તો સજ્જડ પ્લાસ્ટર ની જેમ ચોંટી જશે પછી તમારો સાધારણ પહેરવેશ જે હોય તે પહેરી લો આનાથી ઘણું સારું લાગશે . પીવા માં સવારે સૂંઠ પાઉડર અને સાકર ને પાણી માં ઉકાળો કપ માં ગાળી ને એમાં એરંડિયું તેલ ની નાની ચમચી નાખી એક કપ ગરમ ગરમ ચાની જેમ તરત પી જાઓ આવું પહેલા અઠવાડિયે દરરોજ એક વખત અને પછી ના અઠવાડિયે અઠવાડિયામાં ત્રણ વખત એના પછી ના અઠવાડિયે અઠવાડિયા માં બે વખત પીજો .
      થોડાંક યોગ ન આસન જણાવું છું મૃદુતા અને મક્કમતા થી કરશો ભુજંગાસન માર્જરાસન નૌકા આસન તાડાસન પદ્માસન માં બેસી ને પર્વતાસન ત્રણ ચાર અઠવાડિયે મટી જશે કોઈ સંશય હોય તો 9321362867 પર ફોન kari ખુલાસો કરી લેશો . રાજેશભાઈ દોશી મુંબઈ .

      Like

  139. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે રાજેશભાઈ,
    આપે ચીંતનભાઈને ખુબ સરસ સલાહ આપી છે. આયુર્વેદ મુજબ શરીરમાં દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે, એટલે કે વાયુ જ્યાં જવો જોઈએ ત્યાં ન જાય, એની જે સ્વાભાવીક ગતી થવી જોઈએ તે ન થાય આથી દુખાવો થાય છે. એની એ સમ્યક ગતી માટેના ઉપાયો આયુર્વેદમાં બતાવવામાં આવે છે. જે અહીં આપે ચીંતનભાઈ માટે બતાવ્યા છે. હાર્દીક આભાર રાજેશભાઈ.
    આમ તો વાયુનાશક ઘણા ઉપાયો હોય છે, પણ બધા ઉપાયો એકી સાથે જોતાં વીમાસણ પેદા થાય. મારા બ્લોગમાં શરુઆતમાં મેં બધા ઉપાયો એકી સાથે મુક્યા છે, હવે થોડા થોડા ઉપાયો ટુચકારુપે મુકું છું, જેથી યોગ્ય જણાય તે અમલમાં મુકી શકાય.

    Like

  140. Ravi gohil Says:

    SIR MARE HAIRFALL KHUB J THAI CHE SAVARE SUI NE UTHIYE TYARE , NAHATA HOI TYARE AAKHA DIVAS DARMIYAN JYARE MATHA MAA HAATH FERVU TYARE VAAD KHARE CHE . TO PLZ TENE ROKVA KAI UPAY BATAVO.

    Like

  141. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ રવિરાજ,
    ખરતા વાળના નીચે મુજબ ઉપાયો મેં મારા બ્લોગમાં સુચવ્યા છે. એ પૈકી તમને અનુકુળ જાણાય તે ઉપાય કરી શકો.
    (૧) આહારમાં કોબીજનું સેવન બને તેટલું વધુ કરવાથી અને કોબીજનો રસ વાળના મુળમાં ઘસીને પચાવવાથી ખરતા વાળ અટકે છે.

    (૨) ૧ ભાગ અડદનો લોટ, ૧/૨ ભાગ આમળાનું ચુર્ણ, ૧/૪ ભાગ શીકાકાઈનું ચુર્ણ અને ૧/૪ ભાગ મેથીનું ચુર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથું સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.

    (૩) ભાંગરાના પાનનો તાજો રસ ૧૫-૨૦ મી.લી. સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે.

    (૪) શતાવરી, આમળાં, બ્રાહ્મી અને ભૃંગરાજનું સમભાગે ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે.

    (૫) દીવેલને જરા હુંફાળું ગરમ કરીને માથાના વાળમાં ઘસવાથી મગજ શાંત રહે છે તથા ગરમીને કારણે વાળ ખરતા હોય તો તે અટકે છે.

    Like

  142. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] BRIJ Says:નવેમ્બર 27, 2017 પર 8:44 એ એમ (am) | જવાબ આપો   edit […]

    Like

  143. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] વલ્લભ Says:નવેમ્બર 27, 2017 પર 11:34 પી એમ(pm) | જવાબ […]

    Like

  144. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] ગાંડાભાઈ વલ્લભ Says:નવેમ્બર 27, 2017 પર 11:34 પી એમ(pm) | જવાબ આપો   edit […]

    Like

  145. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] Doshi Says:જુલાઇ 22, 2022 પર 6:30 પી એમ(pm) | જવાબ […]

    Like

  146. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] Rajesh Doshi Says:જુલાઇ 22, 2022 પર 6:30 પી એમ(pm) | જવાબ આપો   edit […]

    Like

  147. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] ગાંડાભાઈ વલ્લભ Says:જુલાઇ 22, 2022 પર 11:08 પી એમ(pm)   edit […]

    Like

  148. સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી | Gandabhai Vallabh Says:

    […] પ્રતિસાદ આપોજવાબ રદ કરો […]

    Like

Leave a reply to Hetu Sachdev જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.