આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.
(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)
અહમ્
સૌ પ્રથમ તો આપણું ધાર્યું જ થવું જોઈએ તેવો આપણો મીથ્યા અહમ્ છોડીએ. આપણી જેમ બીજી વ્યક્તી પણ સાચી હોઈ શકે તે વાતનો આપણે ખેલદીલીપુર્વક સ્વીકાર કરીએ.
જો બરાબર ધ્યાનથી નીરીક્ષણ કરીશું તો જણાશે કે અહમે દુનીયાને ઘણું નુકસાન કર્યું છે. ભલભલાના સંબંધોમાં વીચ્છેદ થવા પામ્યો છે, પતી-પત્નીના સંબંધોમાં તો ખાસ.
આપણે બધાંએ સ્વ. પુ. મોટાનું નામ તો સાંભળ્યું જ છે. સ્વ. નંદુભાઈ, કે જેઓએ પુ. મોટાનું કામ તેમના દેહાવસાન પછી સુપેરે આગળ વધાર્યું હતું, તેઓ જ્યારે પુ. મોટા પાસે દીક્ષા લેવા ગયા હતા ત્યારે પુ. મોટાએ એમને કહ્યું કે
‘તમારે કોની સાથે અણબનાવ છે? જેની સાથે અણબનાવ હોય તેની પહેલાં માફી માગી આવો.’
નંદુભાઈએ પુ. મોટાને કહ્યું, ‘એ અણબનાવમાં મારો કોઈ વાંક નથી.’
પુ. મોટાએ જવાબમાં કહ્યું કે, ‘એની સાથે મારે નીસ્બત નથી. તમારો વાંક હોય કે ના હોય, તમે માફી માગો.’
(શ્રી. મોટાની મહત્તા – શ્રી. નંદુભાઈ શાહ, પાના નં. ૧)
હવે આપણે બધાંએ આ પ્રસંગ પરથી વીચાર એ કરવાનો કે પુ. મોટાએ ફરમાવ્યું કે માફી માગી આવો અને તે પણ વાંક ના હોય તો પણ!!! આપણને ખ્યાલ આવવો જોઈએ કે પુ. મોટાએ અહમ્ છોડવાનો બહુમુલ્ય પદાર્થપાઠ આપ્યો છે.
જો આપણે બધાં પોત પોતાનો અહમ્ છોડીએ તો અડધી દુનીયા શાંત થઈ જાય!!!
Tags: અહમ્
January 1, 2012 at 11:29 am |
વર્ષ 2012ની હાર્દીક શુભેચ્છાઓ…
January 1, 2012 at 10:35 pm |
નમસ્તે ગોવીંદભાઈ, હાર્દીક આભાર અને નવા વર્ષની શુભેચ્છાઓ.
Gandabhai Vallabh My blogs http://gandabhaivallabh.wordpress.com (Gujarati & English) (This blog is mainly about Ayurveda) http://kriyakand.wordpress.com (Gujarati) (Hindu Religious Services) http://azadiladat.wordpress.com (Gujarati) (A Book by Dayal Kesry)