આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.
(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)
આત્મનીરીક્ષણ અને માફી
આપણે રોજ રાત્રે સુતાં પહેલાં દીવસ દરમીયાનનો આપણો બીજાઓ પ્રત્યેનો વ્યવહાર તપાસી જઈએ. આપણે આપણા પોતાનું બારીકાઈથી નીરીક્ષણ કરીએ. આત્મનીરીક્ષણ કરીએ. આપણી જાતને ઢંઢોળીએ. આપણી જાતને તટસ્થ રીતે મુલવીએ. આપણે ભુલથી પણ કોઈને અન્યાય તો નથી કરી બેઠા ને? અને જો આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે ભલે ભુલથી પણ કોઈને અન્યાય કરી બેઠાં છીએ તો શક્ય તેટલું જલદી, બધો જ અહમ્ છોડી, તે વ્યક્તીની ખુલ્લા દીલથી માફી માગી લઈએ. માફી માગતી વખતે આપણે કોઈ પણ જાતની શરમ કે સંકોચ ના અનુભવીએ. ખરા દીલથી માફી માગવાથી આપણે કાંઈ નાના બાપના નથી થઈ જવાના. તે વ્યક્તીના મનમાં આપણા માટે કાયમનો આદર થઈ જશે. આપણો અને તે વ્યક્તીનો સંબંધ કાયમ માટે સુધરી જશે. ખરેખર તો આપણા હૃદયના ઉંડાણમાંથી ઉદ્ભવેલા એ સુંદર વ્યવહારથી સામેની વ્યક્તીના હૃદયસીંહાસન પર આપણે આરુઢ થઈ જઈશું.
Tags: આત્મનીરીક્ષણ અને માફી
January 6, 2012 at 9:01 am |
[...] Gandabhai Vallabh [...]