આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.
(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)
સંબંધો
આપણે હંમેશાં અન્ય વ્યક્તીઓ સાથે સંબંધો જોડવાના પ્રયત્નો કરીશું – તોડવાના તો નહીં જ. કદાચ સંજોવશાત્ કોઈ વ્યક્તી સાથે બગડેલા સંબંધો સુધારવાના સંન્નીષ્ઠ પ્રયત્નો કર્યા પછી પણ એમ લાગતું હોય કે સંબંધો સુધરવાની કોઈ જ શક્યતા નથી તો આપણે સંબંધો ઓછા કરીશું, પરંતુ સંબંધો છેક તો નહીં જ કાપી નાખીએ. સંબંધો છેક કાપી નાખવાની મુર્ખામી આપણે ક્યારેય નહીં કરીએ. આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે એક કે બે વ્યક્તીઓ સાથે સંબંધો કાપી નાખ્યા છે, તો ત્યાં સુધી કાંઈક પણ ક્ષમ્ય છે; પરંતુ જો એમ માલુમ પડે કે તેથી પણ વધુ વ્યક્તીઓ સાથે આપણે સંબંધો કાપી નાખ્યા છે, તો આપણે સમજવું જોઈએ કે આપણા મનોવ્યાપારમાં કાંઈક પાયાની ગરબડ છે, આપણને સંબંધો છેક કાપી નાખવાની કુટેવ પડી ગઈ છે, જે અક્ષમ્ય છે. બધાંને માટે ખુબ જ નુકસાનકારક છે. આપણે શક્ય તેટલી જલદીથી મનોચીકીત્સકની સલાહ લેવી જોઈએ.
Tags: સંબંધો