હાર્ટઍટેક હૃદયરોગના હુમલા વખતે શું કરવું તે અંગે ડૉ. પ્રફુલ્લ જાનીની એક ઈ-મેઈલ મળી હતી. વધુમાં વધુ લોકોને એની જાણ થાય એ રીતે એનો પ્રચાર કરવાનું પણ એમણે જણાવેલુ. એમનું લખાણ અંગ્રેજીમાં હતું, જેનો મેં અનુવાદ કરી અહીં ભારતીય મંડળ દ્વારા પ્રગટ થતી પત્રીકામાં આપેલું. એ લખાણ બહુ અગત્યનું હોઈ અહીં આપ્યું છે.
એકાએક છાતીમાં દુઃખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરુ થાય તો હાર્ટઍટેકની શક્યતા છે. હાર્ટઍટેક વખતે મોટા ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ધબકારા અનીયમીત થઈ જાય, તમ્મર આવવાનાં હોય એવું લાગે, ગભરામણ થાય અને કોઈ મદદ ન મળી શકે ત્યારે બેહોશી પહેલાં માત્ર ૧૦ સેકન્ડ જ હોય છે. આ સંજોગોમાં ગભરાયા વીના ખુબ જોરથી અને સતત ખાંસવાનું શરૂ કરી દો. દર વખતે ખાંસતાં પહેલાં ઉંડો શ્વાસ લેવો. ખાંસવાનું ઉંડું તથા લંબાણપુર્વકનું હોવું જોઈએ- છાતીમાં ચોંટેલો કફ બહાર કાઢતી વખતે કરીએ છીએ તેમ. શ્વાસ લેવાનું અને ખાંસવાનું દર બે સેકન્ડે વારાફરતી થોભ્યા વીના મદદ આવી મળે કે હૃદય ફરીથી નીયમીત ધબકતું થયેલું લાગે ત્યાં સુધી કરવું. ઉંડા શ્વાસથી ફેફસામાં ઑક્સીજન પ્રવેશે છે અને ખાંસીનું હલન-ચલન હૃદયને સંકોચી લોહી ફરતું રાખે છે. વળી ખાંસીના સંકોચનથી હૃદય પર આવતું દબાણ એના(હૃદયના) સામાન્ય ધબકારા ફરીથી શરુ કરવામાં મદદગાર થાય છે. આ રીતે હાર્ટઍટેક થયેલ વ્યક્તી હોસ્પીટલ પહોંચી શકે. – (રોચેસ્ટર જનરલ હૉસ્પીટલના જર્નલ નં. ૨૪૦માં પ્રગટ થયેલા ડૉ. પ્રફુલ્લ જાનીના નીબંધમાંથી.)
ટૅગ્સ: હાર્ટઍટૅક
સપ્ટેમ્બર 23, 2008 પર 11:31 એ એમ (am) |
બહુજ ઉપયોગી માહિતી
નવેમ્બર 6, 2008 પર 1:50 પી એમ(pm) |
અરે , વાહ! ખરા છો તમે.
આ નવું સાહસ કર્યું, અને ખબર પણ ન આપી? બહુ જ સરસ કામ કર્યું.
નવેમ્બર 11, 2010 પર 11:44 એ એમ (am) |
very big hit news
નવેમ્બર 11, 2010 પર 9:48 પી એમ(pm) |
આપની સુંદર કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.