અગથીયો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અગથીયો અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે. એના પર બીજના ચંદ્ર આકારનાં વળાંકયુક્ત સુંદર ફુલો આવે છે. એનાં ફુલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે.

અગથીયો ભુખ લગાડનાર, ઠંડો, રુક્ષ, મધુર અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાં ફુલ જુની શરદી અને વાતરક્ત(ગાઉટ) મટાડનાર છે. એની શીંગો બુદ્ધીવર્ધક, સ્મૃતીવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે. એનાં પાનની ભાજી તીખી, કડવી તથા કૃમી, કફ, અને ખંજવાળ મટાડે છે. એનાં ફુલ કડવાં, તુરાં, થોડાં શીતળ અને વાયુ કરનાર છે. એ સળેખમ અને રતાંધળાપણું દુર કરે છે.

(૧) અગથીયાનાં પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્ધ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રે દુધ સાથે લેવાથી રતાંધળાપણું અને આંખોની બીજી નબળાઈ મટે છે. (૧૦૦ ગ્રામ ગાયના ઘીમાં ૨૦૦ ગ્રામ રસ નાખી, ધીમા તાપે રસ બળી જાય ત્યાં સુધી ગરમ કરી, ગાળી લેવું.)

(૨) માયગ્રેન-આધાશીશીમાં જે બાજુ માથું દુઃખતું હોય તેની બીજી બાજુના નાકમાં અગથીયાના પાનનો રસ ચાર-પાંચ ટીપાં પાડવાથી અથવા ફુલોનો રસ પાડવાથી થોડી વારમાં જ દુખાવો મટી જશે.

(૩) અગથીયાના પાંદડાના રસનાં ટીપાં નાકમાં પાડવાથી સળેખમ, શરદી, શીરઃશુળ અને ચોથીયો તાવ મટે છે.

(૪) કફના રોગોમાં અગથીયાનાં પાંદડાંનો રસ એકથી બે ચમચી જેટલો લઈ તેમાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

(૫) રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે.

(૬) વાયુની વૃદ્ધીવાળું શરીર હોય તો રાતા અગથીયાના મુળની છાલ ચણાના બે દાણા જેટલા પાનના બીડામાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ શાંત થાય છે.

ટૅગ્સ: ,

2 Responses to “અગથીયો”

 1. PUSHPA Says:

  અગથીયા kyathi mlshe jnavjo saras janva mlyu thank you sir.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પુષ્પાબહેન,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   અગથીયાના વૃક્ષ અંગે ગુજરાતી લેક્ષીકોનમાં તથા આર્યભિષકમાં નીચે મુજબ માહીતી આપવામાં આવી છે.
   અગસ્ત્યના તારાનો ઉદય હોય ત્યાં સુધી આ ઝાડને ફળફુલ આવે માટે તેને અગસ્ત્ય પણ કહે છે. આ ઝાડની ગુલાબી, રાતાં અને ધોળાં ફૂલવાળી એમ ત્રણ જાત થાય છે. આ ઝાડ ઘણાં મોટાં થાય છે, પણ સાત-આઠ વર્ષથી વધુ રહેતાં નથી. આ ઝાડ બગીચા જેવાં સ્થળે કેળવેલી જમીનમાં ઉગે છે. તેનાં પતંગીયાના આકારનાં, મોટાં અને સુગંધ વગરનાં ફુલ શ્રાદ્ધમાં કામ આવે છે. એની શીંગનું અથાણું અને શાક થાય છે. તેની છાલ, પાન, ફુલ તથા ગુંદર પાંડુ, બરલ, ગુલ્મ, ઝેર, શુળ વગેરે રોગને મટાડે છે, અને તેનાં પાનનો રસ નાકમાં પાડી સુંઘવાથી ચોથિયો તાવ જાય એમ મનાય છે. પાન તીખાં અને કડવાં હોય છે. ફુલ તુરાં અને કડવાં હોય છે. તેનું થડ અને ડાળી મજબુત નથી અને પાંદડાં કાંસકી કે પીંછાના આકારનાં હોય છે.
   કદાચ આ વર્ણનના આધારે આપ આ ઝાડને ઓળખી શકશો.
   -ગાંડાભાઈ વલ્લભ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: