અજમો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

 

અજમો સામાન્ય રીતે દરેક ઘરમાં મસાલારુપે વપરાતો અજમો સૌ પ્રકારના અન્નને સરળતાથી પચવામાં મદદરુપ થાય છે. આમ તો અજમો આખા દેશમાં થાય છે પણ બંગાળ, દક્ષીણ ભારત અને પંજાબમાં તેનું ઉત્પાદન વધારે છે. અજમાના આશરે એકથી બે ફુટ ઉંચા છોડ થાય છે. એનો ઔષધમાં પુષ્કળ ઉપયોગ થાય છે. આ અજમામાંથી એક પ્રકારનું સત્ત્વ કાઢવામાં આવે છે. તેને અજમાના ફુલ કહે છે. જે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બને છે.

અજમો સ્વાદમાં તીખો, સહેજ કડવો, રુચી ઉત્પન્ન કરાવનાર, ફેફસાની સંકોચ-વીકાસ ક્રીયાનું નીયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગંધનાશક, વ્રણ-ચાંદાં-ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજીત કરનારઅનેકૃમીનાશક છે. એ ગરમ, જઠરાગ્ની  પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર, પીત્ત કરનાર, તીક્ષ્ણ, લઘુ, હૃદય માટે હીતકર, મૈથુન શક્તી વધારનાર, મળને સરકાવનાર, ગેસ મટાડનાર, વાયુથી થતા મસા-પાઈલ્સ, કફના રોગો, ઉદરશુળ, આફરો, સ્નાયુ ખેંચાવા, કરમીયા, શુક્રદોષ, ઉદરના રોગો, હૃદયના રોગો, બરોળના રોગો અને આમવાતનો નાશ કરે છે. અજમો મુત્રપીંડને ઉર્જા આપનાર અને શક્તીવર્ધક છે.

અજમામાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર હોય છે. તેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્ત્વ મળી આવે છે.

(૧) શીળસમાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.

(૨) અજમાનું પા(૧/૪)થી અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સંચળ કે સીંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફ મટે છે.

(૩) શરીરમાં કોઈ પણ જાતની દુર્ગંધ સડાથી ઉત્પન્ન થાય છે. દાંતના સડાને લીધે મોંમાંથી, નાકમાંથી, વળી ફેફસામાં સડેલા કફને કારણે શ્વાસમાંથી, યોનીના સ્રાવમાંથી, અપાનવાયુની વાછુટથી કે કાનમાં સડો થવાથી આવતી કોઈ પણ દુર્ગંધ દુર કરવા અજમાનો ઉપયોગ કરી શકાય. સોપારી જેટલો ગોળ અડધી ચમચી અજમા સાથે જમ્યા પછી ખુબ ચાવીને ખાવાથી મોટા ભાગની દુર્ગંધ દુર થાય છે.

(૪) ઉકળતા પાણીમાં અજમો નાખી, ઠંડુ પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુર્ગંધ દુર થાય છે.

(૫) જુની કબજીયાતને લીધે મળ સડવાથી દુર્ગંધ હોય, જેથી વાછુટ પણ દુર્ગંધ મારતી હોય છે. આમ મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાંતની દુર્ગંધને દુર કરવા અડધી ચમચી અજમો રોજ રાત્રે મુખવાસની જેમ ખુબ ચાવીને ખાવો. પીત્તવાળાએ સાકર મેળવીને ખાવો. અજમા સાથે થોડો સંચળ લેવાથી ઉત્તમ પરીણામ મળે છે.

(૬) અડધી ચમચી અજમાનું ચુર્ણ ફાકી ઉપર અડધો કપ નવશેકું પાણી ધીમે ધીમે પીવાથી શરદી-સળેખમ, કફના રોગો, મંદાગ્ની, અરુચી, અપચો, ગેસ, ઉદરશુળ વગેરે મટે છે.

(૭) અજમાનું ચુર્ણ કપડામાં બાંધી સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે, સુગંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાં ફાયદો થાય છે.

(૮) બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.

(૯) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આંતરીક ગરમી મટે છે.

(૧૦) પ્રસુતી પછીના જ્વરમાં અજમાનો ઉપયોગ અત્યંત હીતકારક છે.

(૧૧) શ્વાસરોગમાં અને કફની દુર્ગંધ તથા કફના જુના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.

ટૅગ્સ: ,

5 Responses to “અજમો”

 1. pravinbhai shah Says:

  ajama na gun jani khooshthaya, teno upiyog kari janavshu,

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની કૉમેન્ટ બદલ આભાર પ્રવીણભાઈ.

 3. dwijen Says:

  Hello sir,
  You have deapth knowledge of ayurveda.

 4. haresh patel Says:

  i v much pl to read this & i reqest u to pl guide me hou i get relief from GOUT thanks alot & jsk

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: