આમલી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આમલી આમલી અમેરીકા, આફ્રીકા અને એશીયા ખંડના ઘણા દેશોમાં થાય છે. ભારતના ઘણા રાજ્યોમાં તે થાય છે. એના વૃક્ષો ઘણા વીશાળ અને મોટા થાય છે. તેને વાવ્યા પછી સાત-આઠ વર્ષ પછી ફળ આવે છે. એ મહા-ફાગણમાં પાકીને તૈયાર થાય છે. તેના ઠળીયાને કચુકા કહે છે. નવી આમલી કરતા જુની વધારે પથ્યકારક અને હીતાવહ છે. તેના પાલાનું ખટમધરું શાક અને તેના ફુલોની ચટણી કરવામાં આવે છે. આમલીનાં ફુલ ખાટાં, સહેજ તુરા, મોઢામાં પાણી લાવનાર, સ્વાદીષ્ટ, રુચીકર, ભુખ લગાડનાર તથા વાયુ અને પ્રમેહનો નાશ કરનાર છે. તેનાં પાન સોજા અને રક્તદોષ અથવા લોહી બગાડનો નાશ કરનાર છે. પાકી આમલી સ્વાદીષ્ટ, સારક, હૃદય માટે સારી, મળ રોકનાર, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, કફ, વ્રણ, કબજીયાત માટે હીતાવહ છે.

  1. સંગ્રહણી થયો હોય એટલે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલીનાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દીવસમાં મટી જાય છે.
  2. અરુચી અને ભુખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરુચી દુર થશે અને સારી ભુખ લાગશે.
  3. દુધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે.
  4. લીમડાના રસમાં જુની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે.
  5.  બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી. સવારે સોપારી જેટલો ગોળ તથા કાળાં મરી અને એલચીનું થોડું ચુર્ણ નાખી પીવું. એનાથી ભુખ લાગશે અને અરુચી દુર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લુ લાગતી નથી.
  6. આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે.
  7. આમલીના શરબતમાં જીરુનું ચુર્ણ ભભરાવી પીવાથી પાચક સ્રાવો છુટીને અરુચી મટે છે.
  8. એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણા અને દસથી બાર કાળા મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.
  9. આમલીનું શરબત પીવાથી ગણતરીના દીવસોમાં અળાઈ–ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી જાય છે. ત્વચા માટે આમલીનું શરબત ખુબ ગુણકારી છે.
  10. એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે.
  11. આમલીના કચુકા શેકી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, તેની ભુકી કરી મધ અને ઘી મેળવી ખાવાથી ક્ષતકાસ (લોહીમીશ્રીત કફવાળી ઉધરસ ) મટે છે.
  12. આમલી પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી પીત્તની ઉલટી બંધ થાય છે.
  13. આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
  14. જો તમને ખાટી આમલી અનુકુળ આવતી હોય તો ખુબ જુની ખાટી આમલીનું શરબત દીવસમાં ત્રણ વખત લેવાથી જુની કબજીયાત મટે છે.
  15. દર્દીમાં ગાંડપણ બહુ આક્રમક બની ગયું હોય અને સ્વજનોને ભારે તકલીફ રહેતી હોય તો દરરોજ આમલીનું શરબત દર ચારેક કલાકના અંતરે એકાદ ગ્લાસ પીવડાવવાથી અને આહારમાં આમલીનો ખાસ ઉપયોગ કરાવવાથી ગાંડપણ ઓછું થાય છે અને વીવેકબુદ્ધી ખીલવા લાગે છે. (જો કે આનો આધાર ગાંડપણના કારણ ઉપર રહેશે.)
  16. ૧૦ ગ્રામ જેટલાં આમલીનાં કુમળાં પાનને ચોખાના ઓસામણમાં વાટી પીવડાવવાથી અતીસાર(ઝાડા) મટે છે.
  17. ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં આમલીનું પાણી મેળવીને આપવું.
  18. આમલીના કચુકા શેકી ૫૦ ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે.
  19. લીંબુના રસમાં આમલીનો કચુકો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
  20. આમલીના કચુકાનાં મીંજ અને આમલીનાં ફુલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખુબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય તો તે મટે છે.
  21. ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી.
  22. આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે.
  23. આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે.
  24. આમલીના કચુકાનું ચુર્ણ અને હળદરનું ચુર્ણ સમાન ભાગે મીશ્ર કરી ઠંડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ થતો નથી.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: