આમળાં

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આમળાં : આમળાં મુત્રલ, ઠંડાં અને રસાયન છે. આમળામાં ખારા રસ સીવાય બાકીના પાંચે પાંચ રસ છે. नित्यं आमलके लक्ष्मीઆમળામાં સદા લક્ષ્મીનો વાસ મનાય છે. આમળા વીષે કહેવાયું છે,

आदौ अंते च मध्ये च भोजनस्य प्रशस्यते |

नरत्ययं दोषहरं फलेषु आमलकी फलम् ||

ફળોમાં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજનની શરુઆતમાં, મધ્યમાં અને ભોજનના અંતે (લીલાં, ચુર્ણ કે ચાટણ) આમળાં ખાવાં હીતાવહ છે.

આમળાના ખાટા રસથી વાયુ, મધુર રસ અને ઠંડા ગુણથી પીત્ત અને તુરા રસ અને લુખાપણાથી કફ મટે છે. એ ચામડી અને આંખ માટે સારાં છે. ઉપરાંત એ પચવામાં હલકાં, ભુખ લગાડનાર આહાર પચાવનાર, આયુષ્ય વધારનાર અને પૌષ્ટીક છે.

ત્વચારોગ, ગોળો, શોષ, અરુચી, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, તાવ, હૃદયરોગ, ઉધરસ, શરદી, પ્રમેહ, સ્વરભંગ, કમળો, કૃમી, સોજા, સ્મૃતી અને બુદ્ધીનો પ્રમેહ આ બધામાં આમળાં હીતાવહ છે.

(૧) ‘રસાયન ચુર્ણઅને ત્રીફળા (જેમાં આમળાં હોય છે) એક એક ચમચી રોજ રાત્રે લેવાથી સ્વાસ્થ્ય જળવાય છે અને લાંબું જીવન જીવી શકાય છે.

(૨) આમળાનો રસ છ ચમચી અને હળદરનો રસ ત્રણ ચમચી અથવા બંનેનું સરખા ભાગે બનાવેેલા એક ચમચી ચુર્ણનું સવાર-સાંજ સેવન કરવાથી દરેક પ્રકારના પેશાબના રોગો મટે છે. એનાથી રક્તશુદ્ધી, પ્રમેહ, બળતરા, કફ, પાંડુ-રક્તાલ્પતા વગેરે પણ મટે છે.

(૩) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું.

(૪) સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.

(૫) નાકમાંથી પાતળા કફનો સ્રાવ થવો, પ્રમેહ અને ઉદર રોગો પર આમળાં, ગળો, દારુહળદર અને જેઠી મધનો ઉકાળો સારું કામ આપે છે. 

Advertisements

ટૅગ્સ: ,

One Response to “આમળાં”

  1. KESHARSINH SOLANKI Says:

    ધન્યવાદ, ગાંડાભાઈ. આભાર , આવું પિરસતા રહેજો. કેશરીસિંહ સોલંકી. અમદાવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: