આંબાહળદર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આંબાહળદર : આંબાહળદરની સુગંધ આંબા જેવી હોય છે, તેથી એને એ નામ મળ્યું છે. એ કડવી, તીખી, ઠંડી, પચી ગયા પછી મધુર અને ત્રીદોષનાશક છે. વળી એ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળ રોકનાર, સોજો ઉતારનાર અને દુઃખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર અને આદુ જેવા જ છે પણ આદુ ગરમ છે, જ્યારે આ શીતળ અને પીત્તહર છે.

આંબાહળદર ચામડીના રોગો, વાતરક્ત, ત્રણે દોષ(વાયુ, પીત્ત, કફ), વીષ, હેડકી, દમ, સસણી, શરદી અને કફના રોગોનો નાશ કરે છે.

(૧) ખંજવાળ, માર-મચકોડ, સોજો, ચોટ વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે.

(૨) આંબાહળદર અને સીંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી જેટલું ચુર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી તમામ પ્રકારના કૃમી મટે છે.

(૩) આંબાહળદર અને કાળી જીરી સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ, બળતરા, સોજો અને ખસ મટે છે. આ તકલીફ વખતે ગળી અને ખાટી ચીજો, અથાણાં, પાપડ ખાવાં નહી. નમક સાવ ઓછું લેવું. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ સવાર-સાંંજ લેવું.

(૪) વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર અને હીરાબોળનો લેપ કરવો, તથા આંબાહળદરનું ચુર્ણ ફાકવાથી લાભ થાય છે.

Advertisements

ટૅગ્સ: ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: