એરંડો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

એરંડો : એરંડો વાયુ દુર કરે છે. તે મધુર, ઉષ્ણ અને તીક્ષ્ણ છે. શરીરના આંતરીક શ્રોતો-માર્ગોમાં પ્રવેશી સર્વત્ર વ્યાપી જાય છે. તે શરીરના માર્ગોની શુદ્ધી કરે છે, વયસ્થાપન કરનાર-ઉમર જણાવા દેતો નથી, અને આરોગ્યદાયક છે. ઉપરાંત બુદ્ધીવર્ધક, બળ વધારનાર, કાંતી અને સ્મૃતીવર્ધક છે. ગર્ભાશયના અનેક રોગોમાં, પેટના-આંતરડાના રોગોમાં, શુક્રના રોગોમાં વાયુ અને કફના રોગોમાં ઉપયોગી ઔષધ છે.

(૧) જુના વાયુના રોગમાં એરંડાના મુળની છાલનો બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ઠંડુ પાડી બે ચમચી મધ નાખી સવાર-સાજ પીવું. એનાથી કટીશુળ, કમર કે સાંધા જકડાઈ જવાં, સાંધા દુઃખવા, પીંડીઓ અને સ્નાયુઓનું કળતર, રાંઝણ વગેરેમાં ખુબ ફાયદો થાય છે. વાયુના ઉગ્ર રોગમાં આ ઉકાળામાં એક ચમચી દીવેલ અને બે ચમચી સુંઠનો પાઉડર નાખી પીવામાં આવે તો વધુ લાભ થાય છે.

(૨) દીવેલ એક તદ્દન નીર્દોષ વીરેચન દ્રવ્ય છે. એ ઘણા રોગો મટાડે છે. જુની કબજીયાત, કોઠામાં ગરમી, દુઝતા હરસ, મળમાર્ગમાં ચીરા, વારંવાર ચુંક આવી ઝાડા થવા, આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દીવેલ ઉત્તમ ઔષધ છે. એક ગ્લાસ ગરમ દુધમાં બેથી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતી મુજબ દીવેલ નાખી રાત્રે સુતી વખતે પીવાથી એક-બે પાતળા ઝાડા થઈ કફ, પીત્તાદી દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તી વધે છે.

(૩) દરરોજ સવારે એક કપ સુંઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દીવેલ નાખી પીવાથી આમવાત મટે છે.

(૪) વાયુના રોગીએ એરંડાના પાનને બાફી વાના દુ:ખાવાની જગ્યાએ બાંધવાં.

(૫) પેશાબ બંધ થયો હોય કે અટકીને આવતો હોય તો એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છુટ થાય છે.

(૬) એરંડાના મુળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે.

(૭) એરંડાનાં બી-દીવેલાનાં ફોતરાં કાઢી ચાર-છ બીજ દુધમાં ઉકાળી પીવાથી વાના રોગો મટે છે તથા પેટ અને પાચન તંત્રના રોગોમાં ફાયદો થાય છે.

Advertisements

ટૅગ્સ: ,

One Response to “એરંડો”

  1. pravinbhai shah Says:

    aeranda na mul no ukalo pivanu chalu karel chhe, pet saf aavechhe, saru lagechhe, ketala divas chalu rakhu ? te janavasho. jaisadguru.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: