કપુર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કપુર : આપણે ત્યાંથી કપુર આરબ દેશોમાં ગયું અને ત્યાં અરબી ભાષામાં તેનું નામ કાફરથયું. ત્યાંથી આગળ જતાં ફારસી ભાષામાં કાપુરઅને અંગ્રેજીમાં કેમ્ફરથયું. કપુર મળ, પીત્ત, કફ, વીષ વગેરેનો નાશ કરે છે. વીર્યને વધારનાર છે અને નેત્રને માટે હીતાવહ છે તેમ જ શરીરને પુષ્ટ કરે છે. કપુરનો ઉપયોગ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. સ્વયં કરવો નહીં. શરીરના કોઈ ભાગ કે અંગ પર ખાલી ચડતી હોય તો તેના પર જો કપુરનું તેલ ચોળવામાં આવે તો તરત રાહત થાય છે. કપુરના વૃક્ષમાંથી તેલ કાઢવામાં આવે છે, તેમાંથી કપુર બને છે. કપુર શીતળ, પાચન સુધારનાર, હૃદય અને આંખને હીતકારી, સુગંધી, રુચીકર, કફ, તૃષા, મેદ, બળતરા, કંઠરોગ, કૃમી અને દુર્ગંધનો નાશ કરનાર છે. ૦.૧૫થી ૦.૩ ગ્રામ (૧થી ૨ ચોખાભાર) કપુર મધ સાથે લેવાથી તે ચામડી, મુત્રપીંડ અને ફેફસાં વાટે બહાર નીકળે છે. બહાર નીકળતી વખતે આ ત્રણે અવયવોને સુધારે છે. કપુરમાંથી ઘણી દવાઓ બને છે.

(૧) રોજ સ્વપ્નદોષ થતો હોય તો રાત્રે સુતી વખતે ૦.૩ ગ્રામ (બે ચોખાભાર – બે રતી) કપુરની ગોળી ખુરાસાની અજમા સાથે બનાવી ગળવાથી લાભ થાય છે.

(૨) ૦.૧૫થી ૦.૩ ગ્રામ (૧થી ૨ રતી) કપુર સવાર-સાંજ લેવાથી સ્ત્રીઓની વધુ પડતી કામવાસના, યોનીમાં ખંજવાળ અને માસીક વખતના દુઃખાવામાં રાહત થાય છે. વધુ પડતા ધાવણને સુકવવા માટે સ્તનો પર કપુર ચોપડી શકાય.

(૩) કપુર-તેલ લગાડવાથી આમવાત, સંધીશુળ, પગના ગોટલા ચડવા, અંગત્રોડ, પડખાં દુખવાં, કમર દુખવી વગેરેમાં લાભ થાય છે.

(૪) કપુરહીંગુવટી દર ચાર કલાકે લેવાથી દમનો હુમલો બેસી જાય છે.

Advertisements

ટૅગ્સ: ,

2 Responses to “કપુર”

 1. vora Says:

  કપુર ના ફાયદા અને ગેરફાયદા

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   કપુરના ફાયદા તો એના ઉપર જણાવેલ ઉપયોગોમાં જોઈ શકાય. જો કે આ ઉપરાંત કપુરના ઘણા ઉપયોગો ‘આર્યભિષક’માં આપેલા છે. મેં એના સાદા અને સરળ ઉપયોગો જ બતાવ્યા છે. એના ગેરલાભ વીષે જોઈએ તો કપુરનો ઉપયોગ આપણે યોગ્ય સ્વાસ્થ્ય ચીકીત્સકની દેખરેખ વીના કરી ન શકીએ. વધુ પ્રમાણમાં એ ઝેરી છે, અને એના સેવનથી મૃત્યુ પણ નીપજી શકે. વળી દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી એકને જે પ્રમાણ કે જે રીતે લેવાથી ફાયદો થયો હોય કે અનુકુળ અસર થઈ હોય તે બીજાને પણ થશે એમ કહી ન શકાય. આથી કોઈએ કરેલા કપુરના પ્રયોગને આધારે પણ આપણે એનો ઉપયોગ કરીએ તો તે જોખમકારક નીવડી શકે. વળી કપુરની ઘણી જુદી જુદી જાત હોય છે. એમાંથી પસંદગી આપણે પોતે કદાચ કરી ન શકીએ.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: