કમળ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કમળ : કમળ અાયુર્વેદનું એક ઉત્તમ ઔષધ છે. એ શીતળ, મધુર, કફ અને પીત્તનો નાશ કરનાર, શરીરનો વર્ણ સુધારનાર, તરસ શાંત કરનાર, બળતરા તેમજ ઝેરની અસર મટાડનાર, પીત્તથી થનારી ચામડીની અને લોહીની વીકૃતીઓ અને અમ્લપીત્ત વગેરેમાં ઉપયોગી છે. સફેદ કમળમાં શીતળતા અને મધુર રસ અધીક હોવાથી પીત્તના રોગોની શાંતી માટે અતી ઉત્તમ છે. લાલ કમળમાં રક્તના દોષોને દુર કરવાનો અને મૈથુનશક્તી વધારવાનો વીશેષ ગુણ છે.

કમળની પાંખડીઓ રસાયનમાં શ્રેષ્ઠ, શરીરને સુદૃઢ કરનાર તથા વાળને કાળા કરનાર છે. અાધુનીક મત મુજબ કમળની પાંખડીઓ હૃદયને બળ અાપનાર, રક્તસ્રાવને રોકનાર, પેશાબ વધારનાર તથા પેશાબનો સ્વાભાવીક રંગ અાપનાર છે.

કમળ કેસર ઃ કમળ પુર્ણ વીકસીત થાય ત્યારે ફુલની વચ્ચે કેસર તંતુઓનું ઝુમખું થાય છે. આ કેસર સુકવીને બાટલી ભરી લેવી. કમળ કેસર શીતળ અને ઉત્તમ પીત્તશામક હોવાથી શરીરમાંથી થતો કોઈ પણ પ્રકારનો રક્તસ્ત્રાવ અટકાવે છે. પા ચમચી કમળ કેસરનું ચુર્ણ એક ચમચી સાકરના બારીક ચુર્ણ સાથે મીશ્ર કરી, ગાયના કે બકરીના દુધ સાથે મેળવીને પી જવું. આઠથી દસ દીવસમાં જ શરીરમાં થતી કોઈ પણ સ્થાનની આંતરીક બળતરા અને શરીરના કોઈ પણ ભાગેથી થતો રક્તસ્ત્રાવ બંધ થાય છે. કમળ કેસર, સાકર અને દુધ ત્રણે શીતળ ઔષધો છે.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: