કાંચનાર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાંચનાર : બાગ-બગીચાઓમાં કાંચનારનાં વૃક્ષ થાય છે. આબુ ઉપર તેનાં ઘણાં વૃક્ષો છે. એને જાત જાતનાં રંગીન ફુલો આવે છે. તેની શીંગ એકાદ ફુટ લાંબી અને ચપટી હોય છે. તેના ફુલની કળીઓનું શાક ખુબ સ્વાદીષ્ટ થાય છે. હરદ્વાર તરફ તે ખુબ ખવાય છે.

કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે.

(૧) કાંચનારની છાલનું ચુર્ણ અડધીથી એક ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી શરીરમાં ચરબીની ગાંઠો ઓગળે છે.

(૨) કાંચનારની ગુગળ સાથે બનાવેલી ઔષધબનાવટને કાંચનાર ગુગળ કહે છે. એની બબ્બે ગોળી સવાર-સાંજ ભુકો કરી લેવાથી ચરબીની ગાંંઠો, કંઠમાળ, આમળ નીકળવી, મળમાર્ગના ચીરા, હરસ, ભગંદર, ન રુઝાતાં ચાંદાં, ગડગુમડ વગેરે મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , ,

2 Responses to “કાંચનાર”

 1. Hozefa Says:

  ગુગળ ne english ma su kehvai kai madtu nathi,
  reply karva vinanti

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   ગુગળ (સાર્થ જોડણી મુજબ ગૂગળ) વીષે નીચે મુજબ માહીતી ‘Gujaratilexicon’માં આપવામાં આવી છે:
   ગૂગળ
   અર્થ: એ નામનું એક જાતનો સુંગધી ગુંદર આપનારું વૃક્ષ. (૨) એ વૃક્ષનો ગુંદર
   વ્યાકરણ: પુંo વ્યુત્પત્તિ: [सं. गुग्गुल]
   અર્થ: એક ડુંગરી ઝાડનો ગુંદર (તે દવાના તેમ જ ધૂપ કરવાના કામમાં આવે છે.)
   Type: m. Meaning: kind of fragrant gum (used for incense and medicine).
   ________________________________________________________
   ‘આર્યભિષક’માં ગુગળ માટે અંગ્રેજી પર્યાય આ મુજબ આપ્યા છે: ઇ૦ ઇન્ડિયન ડેલિયમ્. લા૦ (મને લાગે છે કે આ લેટીન ભાષા માટે વાપરેલું સંક્ષીપ્ત છે. કેમ કે પહેલાંના સમયમાં લોકો એનો ઉચ્ચાર ‘લાટીન’ કરતા-મારું લખાણ ઉંઝા જોડણીમાં છે.) બાલસામોડેન્ડ્રન રોકસબુધી આઈ (હલકો બંગાળી ગૂગળ), બાલસામોડેન્ડ્રન મુકુલ (સારો ગૂગળ)
   ‘આર્યભિષક’માં ગુગળ વીષે વીસ્તૃત માહીતી આપી છે.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: