ગરમાળો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગરમાળો : ગરમાળો ૧૦થી ૨૫ ફુટનું ઝાડ છે. તેને જાંબુ જેવાં પણ તેનાથી મોટાં અણીવાળાં, એક બાજુ સુંવાળાં અને બીજી બાજુ ખરબચડાં પાન થાય છે. ઉનાળામાં પીળા રંગનાં પુશ્કળ
ગુચ્છાદાર ફુલ આવે છે. ફુલ ખરી પડી લાંબી લીલા રંગની શીંગો આવે છે
, જે અંગુઠાથી પણ વધુ જાડી અને દોઢથી બે ફુટ લાંબી હોય છે. તે પાકી જતાં સુકાઈને કાળી પડી જાય છે. તેની અંદરનો માવો સુકાઈ જઈને બી છુટાં પડી જતાં ઘુઘરાની જેમ આ શીંગો ખખડે છે. આ માવો મીઠો હોય છે. એને ગરમાળાનો ગોળ કહે છે. આ ગોળ મળશોધક છે. તે પેટમાં ગડગડાટ કરતો નથી.

(૧) ગરમાળાનો ગોળ, પીપરીમુળના ગંઠોડા, નાગરમોથ, કડુ અને હરડેને સરખા ભાગે અધકચરાં ખાંડી, એક ચમચી ભુકાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી વાયુ અને કફજન્ય તાવ અને આમથી થતું શુળ મટે છે. એનાથી મંદ થયેલો જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને આહારનું પાચન થઈ મળશુદ્ધી થાય છે. દર વખતે ઉકાળો તાજો બનાવી પીવો.

(૨) મૃદુ વીરેચક ઔષધોમાં ગરમાળાનો ગોળ શ્રેષ્ઠ ગણાય છે. એકથી બે ચમચી જેટલો ગરમાળાનો ગોળ દરરોજ સાંજે લેવાથી સવારે સરળતાથી મળ ઉતરી જાય છે. આબાલ-વૃદ્ધ, ગર્ભીણી સહુ કોઈ નીર્ભયપણે એ લઈ શકે. તાવમાં પણ જો મળ ઉતરતો ન હોય તો ગરમાળાનો ગોળ લઈ શકાય, કેમ કે એ પરમ કોષ્ઠ શુદ્ધીકર છે.

(૩) કોઢ, ચામડીના વીકારો, તાવ, સર્વાંગ ખંજવાળ, કમળો, કબજીયાત, પ્રમેહ, પીત્તના અને હૃદયના રોગોમાં પણ એ હીતાવહ છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , ,

5 Responses to “ગરમાળો”

 1. Chandrakant Panchal Says:

  Sirji, Where it is available?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ચંદ્રકાંતભાઈ,
   ગરમાળાનું વૃક્ષ મારા ખ્યાલ મુજબ ભારતમાં ઘણી જગ્યાએ થાય છે, ગુજરાતમાં પણ. મારું વતન નવસારી નજીક હોવાથી અને ૩૭ વર્ષ સુધી ત્યાં રહ્યો હોવાથી નવસારીમાં મેં આ વૃક્ષ જોયું છે, જે મેં ઉપર વર્ણન કર્યું છે તે મુજબનું હોય છે. જો કે નવસારીમાં મેં ગરમાળાનું વૃક્ષ જ્યાં જોયેલું ત્યાં આજે બજાર છે, કોઈ વૃક્ષો નથી. પણ એ વૃક્ષ હજુ મારી સ્મૃતીમાં યથાતથ છે-એની લાંબી ગોળ શીંગો સહીત.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   http://azadiladat.wordpress.com (Gujarati)

 2. Chandrakant Panchal Says:

  Dear Sirji, Thanks for your promp reply. I stay in Ahmedabad & Mumbai, Pls let me know is it avail in market in form of Churan or any other form in store. If yes, then also let me know from where.

  Thnks n rgds,
  CP

 3. urvi Says:

  આ વૃક્ષને ઇંગ્લિશમાં શું કહે છે?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પૂર્વીબહેન,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ‘ગુજરાતી લેક્ષીકન’માં ગરમાળાનો અંગ્રેજીમાં આપેલો અર્થ નીચે મુજબ છે:
   ગરમાળો- kind of medicinal plant, purging cassia cassia fistula.
   Here the word cassia has been written twice. I do not know whether it is an error or it is a part of its classified name.
   I saw following on the internet with a photo by Priti Bhatt:
   ગરમાળો, ‘कर्णिकार’, Indian laburnum
   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: