ગળો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

                                     घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढ्यां मधुना कफे च |

                                     वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ||

એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી.

એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે.

ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ.

બજારમાં ગળોની ગોળી ‘સંશમની વટી’ નામે મળે છે. સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે. એની એક એક ગોળી સવાર, બપોર અને સાંજે લેવી જોઈએ.

લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા  પરની શ્રેષ્ઠ. ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય.

(૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે.

(૨) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમ્લપીત્ત તરત જ મટે છે અને પીત્તથી થતી ઉલટી તત્કાળ શાંત થાય છે.

(૩) ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે.

(૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે.

(૫) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે.

(૬) ગળો અને ત્રીફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચુર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે. (ઉકાળો ઠંડો થયા પછી એમાં મધ નાખવું.)

(૭) ગળોનું વસ્ત્રગાળ બારીક ચુર્ણ ૧ કીલો અને ગોળ, મધ અને ઘી દરેક ૧૬૦ ગ્રામ મેળવી ચાટણ બનાવવું. એકથી બે ચમચી આ ચાટણ સવાર-સાંજ લેવાથી કોઈ રોગ થતો નથી, ઘડપણ આવતું નથી કે વાળ ધોળા થતા નથી.

(૮) ઠંડા પાણીમાં ગળોનો કંદ ઘસી અરીઠા સાથે પીવડાવવાથી સાપનું ઝેર ઉતરે છે.

(૯) ગળો અને સૂંઠનો કાઢો-ઉકાળો પીવાથી આમવાત મટે છે.

(૧૦) ગળોના કલ્કમાં મધ નાખી ખાવાથી કફ મટે છે.

(૧૧) ગળોના રસમાં મધ નાખી ચાટવાથી મુત્રકૃચ્છ (ટીપે ટીપે પેશાબ થવો) મટે છે.

(૧૨) ગળો અને ગુગળને એરંડાનાં પાંદડાના રસમાં ઘસી પેટ ઉપર લેપ કરવાથી કૃમી મટે છે.

જીર્ણ જ્વર ઉપર: (૧૩) ગળોના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાંખી પીવાથી જીર્ણ જ્વર મટે છે.

(૧૪) ગળો, આમળાં અને નાગરમોથનો ઉકાળો પીવાથી  કોઇપણ તાવ મટે છે.

(૧૫) ગળોનો રસ જીરુ અને સાકર સાથે લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.

(૧૬) ગળોનો રસ ઘી સાથે લેવાથી વાયુ મટે છે.

(૧૭) શક્તિ માટે ગળોનો રસ  ડાંગરની ધાણી-મમરા સાથે લેવો.

(૧૮) અરૂચી દુર કરવા દાડમ સાથે ગળોનો રસ લેવો.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , ,

11 Responses to “ગળો”

  1. jaysukh talavia Says:

    we have made GALOGHAN from Gir jungle. We sale it 10kg per month.It has excellent reult. If you need please mail me

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      આપનો હાર્દીક આભાર જયસુખભાઈ. ‘ગળોઘન’ મેળવવાનું મને અવશ્ય ગમે, પરંતુ હું અહીં ન્યુઝીલેન્ડમાં છું, અને અહીંનું કસ્ટમ ખાતું કોઈ પણ પ્રકારની વનસ્પતીજ વસ્તુ અહીં આવવા દેતી નથી. વળી અહીંથી પેમેન્ટની પણ સમસ્યા રહે.
      મારા બ્લોગની મુલાકાત બદલ આભાર.
      -ગાંડાભાઈ

  2. jaysukh talavia Says:

    અમો વીપુલ માત્રામા ગળોઘન ગીરના જન્ગલમા શાસ્ત્રિય રીતે બનાવીએ છીએ.તેના અદભુત પરિણામો અને સુન્દર પ્રતીસાદો મળ્યા છે. આપને આપના ઉપયોગ કે વેચાણ માટે જોઇએ તો અમારો સમ્પર્ક કરશો.
    જયસુખ તળાવિયા
    ામદાવાદ્
    ૯૯૭૯૦૯૯૬૫૧

  3. અનામિક Says:

    JAY SUKH BHAI TAMARU ADDRESS APSO
    DIKHISTA SHAH

  4. RAMDEVSINH Says:

    its good to know the detail of all this website…

  5. Gandabhai Vallabh Says:

    નમસ્તે રામદેવસિંહ,
    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

  6. અનામિક Says:

    nice

  7. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર અજ્ઞાત ભાઈ કે બહેન, મારા બ્લોગની મુલાકાત લેવા બદલ અને ‘સુંદર’ કૉમેન્ટ લખવા બદલ.

  8. સ્વાતિ કરંગીયા Says:

    ખરેખર ધન્યવાદ દિલથી કેમકે આવી ઉપયોગી માહીતી શેર કરવા બદલ. ભાઇ શ્રી વધુ માહીતી શેર કરો એવી અપેક્ષા સઃ આશા

  9. રશ્મિ Says:

    નમસ્કાર
    મારા ઘર નાં લીમડા નાં ઝાડ ઉપર એક વેલી ચડી છે.એ ગળો છે એમ ખબર કેમ પડશે…મહેરબાની કરી ને જાણ કરજો…

  10. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    દેશમાં અમારા ઘરે પણ લીમડા પર ગળોની વેલ હતી. એનાં પાંદડાં નાગરવેલનાં પાન જેવાં પણ થોડાં એનાથી નાનાં હોય છે. વેલા પર તદ્દન પાતળું પડ હોય છે જેને હાથ વડે મસળવાથી ઉખડી જાય છે, અને સાધારણ સફેદ દેખાય છે, પણ વેલા પરથી ઉખેડ્યા પછી કે જાતે ઉખડી ગયેલ હોય તો. બાકી આમ વેલો લીલો દેખાય છે. જો કે મેં તો ઘણાં વર્ષો પહેલાં આ જયેલું તેના સ્મરણને આધારે કહું છું, કેમ કે હું ૪૨ વર્ષોથી પરદેશમાં છું.
    ઈન્ટરનેટ પર ‘ગળો’ લખીને સર્ચ કરતાં ગળોની વેલનાં ચીત્રો જોઈ શકાશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: