ગાંધી બાપુને અંજલી


હે દિવ્ય આલોકિત બાપુ

 

હે દિવ્ય આલોકિત બાપુ

પ્રેમે અંજલિ આજે આપું

દૂર કર્યું અંધારું આવી,

દશે દિશામાં રહ્યો પ્રકાશી

તારી ઉગ્ર તપસ્યાને અંજલિ આપું. ..પ્રેમે

પેટાવ્યા તેં અનેક દિવા

રહ્યા પ્રકાશી તે પણ એવા

તારી દૂરંદેશીને અંજલી આપું  …પ્રેમે

ઝળહળતો પ્રકાશ થયો

આજ અરેરે ક્યાંયે અલોપ

તારા દિવ્ય તેજને આજે અંજલિ આપુંપ્રેમે

તેજ વેરાયું અવનિ માંહી

ઘટ ઘટમાં તે રહ્યું પ્રકાશી

તારી માનવતાને અંજલિ આપું .. પ્રેમે

ટૅગ્સ:

5 Responses to “ગાંધી બાપુને અંજલી”

 1. Dilip Gajjar Says:

  Khub Sunder Gandabhaim hamna j Nirvaan day na bapune yaad karya hata teo ni yaad mane mane khub bhavvibhor kari de chhe..maari kavitani ek pankti..

  Gandhine marge kuch karine chalshu ame
  Ne Paashvi bal ne sada padkaarshu ame

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  હાર્દીક આભાર દીલીપભાઈ. આ ગીત રાગ ભૈરવી તીન તાલમાં ગાઈ શકાય તે રીતે મેં રચ્યું છે.
  આપની પંક્તીઓઃ
  ગાંધીને માર્ગે કુચ કરીને ચાલશું અમે
  ને પાશવી બલને સદા પડકારીશું અમે

  સરસ છે, પ્રેરણાદાયી છે.

  ફરીથી આપનો આભાર દીલીપભાઈ.

 3. Kajal K Chandan Says:

  I am great fan of Bapu. I really loved the above writeup. Would like to know meaning of Paashvi in the above written sentense

  Gandhine marge kuch karine chalshu ame
  Ne Paashvi bal ne sada padkaarshu ame

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે કાજલબહેન,
  આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ હાર્દીક આભાર.
  પાશવી એટલે પશુને લગતું, બીજા અર્થમાં જંગલી, બળમાં જ માનનાર, કાયદા-કાનુનમાં નહીં. પશુ (beast) શબ્દ પરથી બનેલું વીશેષણ એટલે પાશવી. જો કે ગુજરાતી શબ્દકોષમાં આટલો બધો ઘટસ્ફોટ કરવામાં આવ્યો નથી. જુઓ એમાં આપેલો અર્થ: પાશવી
  વ્યાકરણ: વિ○
  અર્થ:
  પશુને લગતું, પશુ જેવું

  વ્યાકરણ: વિ○, સ્ત્રી○
  અર્થ:
  પશુને લગતી, પશુ જેવી (વૃત્તિ)

  વ્યાકરણ: વિo વ્યુત્પત્તિ: [सं.]
  અર્થ:
  પશુનું; પશુના જેવું

  __________________________________________________________

  Type: f.
  Meaning: of beast; beastly.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: