Archive for ફેબ્રુવારી, 2009

તુરો રસ

ફેબ્રુવારી 28, 2009

તુરો રસ કષાય એટલે તુરો રસ મોંને સુકવી દે છે. જીભમાં વીશદતા, સ્તબ્ધતા અને જડતા જન્માવે છે. કંઠને કોઈ ભીંસતું હોય, બંધ કરી દેતું હોય એવું થાય છે. હૃદયમાં ખેંચાવા જેવી પીડા થાય છે, હૃદય પર દબાણ આવે છે, અને કંઠમાર્ગ-સ્રોતોનો અવરોધ કરે છે. તુરો રસ મળને બાંધનાર, ઘાને રુઝવનાર, ચીરાને સાંધનાર, જખમની પીડા દુર કરનાર, દ્રવને શોધનાર-ચુસનાર અને મળને રોકનાર છે. ઝાડા બંધ કરનાર બધાં દ્રવ્યો મોટે ભાગે તુરાંં હોય છે. તુરો રસ કફ, પીત્ત અને રક્તનું શમન કરનાર, શરીરની ભીનાશ સુકવનાર, રુક્ષ-લુખો, ઠંડો, ભારે, ખોતરનાર, વીકૃત ત્વચાને નીર્મળ કરનાર, રક્ત અને મેદની શુદ્ધી કરનાર અને કાચા આમ-ચીકાશને રોકે છે. બધા રસોમાં સૌથી ઓછી શક્તીવાળો છે.

વધુ પ્રમાણમાં તુરો રસ ખાવામાં આવે તો મોં સુકાય, હૃદયમાં પીડા થાય, પેટમાં આફરો-ગૅસ થાય, વાણી અટકી જાય, શરીરના આંતરીક સ્રોતો-માર્ગોમાં અવરોધ થાય, શરીર કાળું પડી જાય અને નપુસંકતા આવે છે. વધુ પડતો તુરો રસ વાયુ, પેશાબ, મળ અને શુક્રને રોકે છે. શરીરને પાતળું કરે છે. ગ્લાની, સ્તબ્ધતા અને તરસ ઉત્પન્ન કરે છે. એનાથી લકવા, અર્દીત વાયુ (મોઢાનો લકવા), મન્યાસ્તંભ (ડોકના પાછલા ભાગની નાડીઅવરોધ), ગાત્રસ્ફુરણ, શરીરનાં અંગોમાં ચમચમાટ (રાઈ લગાડવાથી થતો ઝમઝમાટ) વગેરે વાયુના રોગો થાય છે.

ક્ષમાપ્રાર્થના

ફેબ્રુવારી 28, 2009

છેલ્લી પોસ્ટ સમયે બે શબ્દ

અહીં ન્યુઝીલેન્ડમાં વીસેક વર્ષ દરમીયાન હીન્દુ ધર્મની કેટલીક વીધીઓ મેં કરી છે. એ વીધી કરવાનું સ્વીકારવા પાછળનું કારણ ધર્મના અંચળા હેઠળ સમાજનું કોઈ શોષણ કરનાર ન આવી જાય તે હતું. તે સમયે અહીં કોઈ બ્રાહ્મણ જ્ઞાતીનો પુરોહીત ન હતો. ધાર્મીક વીધી કરવા માટે વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશને ઠરાવ કરીને ત્રણ ભાઈઓની નીમણુંક કરી હતી, જેથી જો કોઈ કારણસર એક જણ મળી ન શકે તો બીજા ભાઈ આ વીધી કરી શકે અને કામ અટકે નહીં. આ પહેલાં અમારા શ્રદ્ધેય મુ. નરસિંહભાઈ માત્ર એકલા જ આ વીધી કરતા, અને કેટલીક વાર એમની નાદુરસ્ત તબીયતે પણ મેં એમને વીધી સંપન્ન કરતા જોયા છે.

તે સમયે બહુ મર્યાદીત વીધીઓ કરાવવામાં આવતી. આ નવચંડી યજ્ઞ કરવાની ઈચ્છા તો કોઈએ જણાવી જ ન હતી. વળી લગ્નવીધી, સામાન્ય શાંતી હવન, અંતીમક્રીયાવીધી વગેરે જે નરસિંહભાઈ પાસેથી મને જાણવા મળી હતી, તે સીવાયની કેટલીક વીધીઓ પુસ્તકોના આધારે જ મેં કરાવી છે. વળી સંસ્કૃતનો મારો અભ્યાસ માત્ર હાઈસ્કુલનાં ત્રણ વર્ષ (ધોરણ ૮, ૯, ૧૦) જેટલો જ છે. આથી એમાં ક્ષતીઓ હોવાની શક્યતા છે. જો કે એક વાર શાંતીહવનમાં આવતા કેટલાક શ્લોકો સમજવા મેં સુરતની એમ.ટી.બી. કોલેજમાં વ્યાખ્યાતા રહી ચુકેલ અને હવે અહીં ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલ વ્યક્તીનો રુબરુ સંપર્ક કરેલો ત્યારે વાતચીતને અંતે એમણે કહેલું, મને તો લાગે છે કે મારા કરતાં તમે સંસ્કૃત વધુ જાણો છો. ખરેખર એવું તો ન હોઈ શકે, પણ મને થોડો રસ સંસ્કૃતમાં છે, એટલું જ.

આ બ્લોગ મેં શરુ કર્યો ત્યારે નવચંડી યજ્ઞની વીધી પણ હું આપું એવું ભાઈ ચીરાગે કહ્યું, જે મેં ઉપર કહ્યું તેમ કદી કરી જ ન હતી. અહીં હવે તો ધાર્મીક વીધી કરાવનાર બ્રાહ્મણ છે, આથી એમની પાસેથી મેં માહીતી મેળવી, અને તે મેં અહીં રજુ કરી છે. એમાં ક્ષતીઓ હોવાની શક્યતા છે. જો કોઈ જાણકાર સુધારા-વધારા સુચવશે તો નીસંકોચ એનો સ્વીકાર કરવામાં આવશે. આજે હવે આ છેલ્લી પોસ્ટ નવચંડી યજ્ઞની.

હવે પછી લગ્નવીધી આપવા વીચારું છું, જેમાં પરંપરા કરતાં કંઈક જુદું પણ થોડુંક જોવા મળશે.

ક્ષમાપ્રાર્થના

अपराधसहस्राणि क्रियन्तेऽहर्निशं मया

दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरि -१

आवाहनं न जानामि न जानामि विसर्जनम्

पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरि -२

मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरि

यत्पूजितं मयादेवि परिपूर्णं तदस्तुमे _३

अपराधशतं कृत्वा जगदम्बेति चोच्चरेत्

यां गतिं समवाप्नोति न तां ब्रह्मादयः सुराः -४

सापराधोऽस्मि शरणं प्राप्तस्त्वां जगदम्बिके

इदानीमनुकम्प्योऽहं यथेच्छसि तथा कुरु -५

अज्ञानाद्विस्मृतेर्भ्रान्त्या यन्न्यूनमधिकं कृतम्

तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि -६

कामेश्वरि जगन्मातः सच्चिदानंदविग्रहे

गृहाणार्चामिमां प्रीत्या प्रसीद परमेश्वरि -७

गुह्यातिगुह्यगोप्त्री त्वं गृहाणास्मत्कृतं जपम्

सिद्धिर्भवतु मे देवि त्वत्प्रसादात्सुरेश्वरि -८

॥ श्री दुर्गार्पणमस्तु ॥

કડવો રસ

ફેબ્રુવારી 27, 2009

કડવો રસ કડવો રસ જીભ પર મુકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તીનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાડે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચીને હરનાર છે. વીષને દુર કરનાર, કૃમીઘ્ન, મુર્ચ્છા, દાહ-બળતરા, ખંજવાળ, કુષ્ઠ, તરસ વગેરેનું શમન કરનાર છે. માંસ અને ચામડીને દૃઢ કરનાર, તાવ મટાડનાર, ભુખ લગાડનાર, આહાર પચાવનાર, ધાવણની શુદ્ધી કરનાર, મળને ખોતરનાર, ઢીલાપણું ઉત્પન્ન કરનાર, મેદ, ચરબી, લસીકા, પરું, પરસેવો, મળ, મુત્ર, પીત્ત અને કફનું શોષણ કરનાર છે. એ સ્વભાવે શીતળ, રુક્ષ-લુખો અને પચવામાં હલકો છે. એ કંઠની શુદ્ધી કરે છે અને બુદ્ધીશક્તી વધારે છે.

કડવા રસનું વધુ પડતું સેવન કરવાથી એના સ્વચ્છ, લુખા અને કર્કશ ગુણને લીધે રસ, રક્ત, માંસ વગેરે સાતેય ધાતુઓ સુકાય છે, વીર્ય-શુક્રનો ક્ષય થાય છે, આથી નપુસંકતા પણ આવી શકે. આ કારણે જ શુક્રદોષની ખામીવાળા પુરુષના આહારમાં કડવી ચીજ બંધ કરાવવામાં આવે છે. કડવો રસ વધુ ખાવાથી શરીરના આંતરીક સ્રોતો-માર્ગો જેમ કે પરસેવાના માર્ગો, મુત્રવાહી, શુક્રવાહી માર્ગો વગેરે સાંકડા થાય છે. એનાથી બળક્ષય, કૃશતા-પાતળાપણું, ગ્લાની, ચક્કર, મુર્ચ્છા, મુખશોષ થાય છે અને સ્તબ્ધતા, સર્વાંગશુળ, લકવો, શીરઃશુળ, જડતા અને વેદના ઉત્પન્ન થાય છે.

મૂર્તિરહસ્ય

ફેબ્રુવારી 27, 2009

મૂર્તિરહસ્ય

॥ ऋषिरुवाच ॥

ॐ नन्दा भगवती नाम या भविष्यति नंदजा

स्तुता सा पूजिता भक्त्या वशीकुर्याज्जगतत्रयम् -१

कनकोत्तमकान्तिः सा सुकांतिकनकांबरा

देवी कनकवर्णाभा कनकोत्तमभूषणा -२

कमलांकुशपाशाब्जैरलंकृतचतुर्भुजा

इन्दिरा कमला लक्ष्मीः सा श्रीरुक्मांबुजासना -३

या रक्तदंतिका नाम देवी प्रोक्ता मयानघ

तस्याः स्वरूपं वक्ष्यामि श्रृणु सर्वभयापहम् -४

रक्तांबरा रक्तवर्णा रक्तसर्वांगभूषणा

रक्तायुधा रक्तनेत्रा रक्तकेशातिभीषणा -५

रक्ततीक्ष्णनखा रक्तदशना रक्तदंतिका

पति नारीवानुरक्ता देवी भक्तं भजेज्जनम् -६

वसुधेव विशाला सा सुमेरुयुगलस्तनी

दीर्घौ लंबावतिस्थूलौ तावतीव मनोहरौ -७

कर्कशावतिकान्तौ तौ सर्वानंदपयोनिधी

भक्तान्संपाययेद्देवी सर्वकामदुधौ स्तनौ -८

खड्गं पात्रं च मुसलं लांलगं च बिभर्ति सा

आख्याता रकतचामुंडा देवी योगेश्वरीति च -९

अनया व्याप्तमखिलं जगत्स्थावरजंगमम्

इमां यः पूजयेद् भक्त्या स व्याप्नोति चराचरम् -१०

(भुक्त्वा भोगान् यथाकामं देवीसायुज्यमाप्नुयात्)

अधीते य इमं नित्यं रक्तदंत्या वपुः स्तवम्

तं सा परिचरेद्देवी पतिं प्रियमिवांगना -११

शाकंभरी नीलवर्णा नीलोत्पलविलोचना

गंभीरनाभिस्त्रिवली विभूषिततनूदरी -१२

सुकर्कशसमोत्तुंग वृत्त पीनघनस्तनी

मुष्टिं शिलीमुखापूर्णं कमलं कमलालया -१३

पुष्पपल्लवमूलादि फलाढ्यं शाकसंचयम्

काम्यनन्तरसैर्युक्तं क्षुत्तृणमृत्युभयापहम् -१४

कार्मुकं च स्फुरत्कांति बिभ्रती परमेश्वरी

शाकंभरी शताक्षी सा सैव दुर्गा प्रकीर्तिता -१५

विशोका दुष्टदमनी शमनी दुरितापदाम्

उमा गौरी सती चंडी कालिका सा च पार्वती -१६

शाकंभरी स्तुवन् ध्यायन् जपन् संपूज्यन्नमन्

अक्षय्यमश्नुते शग्रमन्नपानामृतं फलम् -१७

भीमापि नीलवर्णा सा दंष्ट्रादशनभासुरा

विशाललोचना नारी वृत्तपीनपयोधरा -१८

चंद्रहासं च डमरुं शिरः पात्रं च बिभ्रती

एकवीरा कालरात्रिः सैवोक्ता कामदा स्तुता -१९

तजोमंडलदुर्घर्षा भ्रामरी चित्रकांतिभृत्

चित्रानुलेपना देवी चित्राभरणभूषिता -२०

चित्रभ्रमरपाणिः सा महामारीति गीयते

इत्येता मूर्तयो देव्या याः ख्याता वसुधाधिप -२१

जगन्मतुश्चण्डिकायाः कीर्तिताः कामधेनवः

इदं रहस्यं परमं न वाच्यं कस्यचित्त्वया -२२

व्याख्यानं दिव्यमूर्तीनामभीष्टफलदायकम्

तस्मात् सर्वप्रयत्नेन देवीं जप निरन्तरम् -२३

सप्तजन्मार्जीतैर्घोरैर्ब्रह्मत्यासमैरपि

पाठमात्रेण मन्त्राणां मुच्यते सर्वकिल्बिषैः -२४

देव्या ध्यानं मया ख्यातं गुह्याद् गुह्यतरं महत्

तस्मात् सर्वप्रयत्नेन सर्वकामफलप्रदम् -२५

(एतस्यास्त्वं प्रसादेन सर्वमान्यो भविष्यसि ।

सर्वरूपमयी देवी सर्वंदेवीमयं जगत् ॥

अतोऽहं विश्वरूपां तां नमामि परमेश्वरीम् ॥)

સાત વાર શાપોદ્ધાર મંત્રનો જપ કરવો

ॐ ह्रीं क्लीं श्रीं क्रां क्रीं चंडिकादेव्यै शपानुग्रहं कुरु कुरु स्वाहा ॥

૨૧ વાર ઉત્કીલન મંત્ર

ॐ श्रीं क्लीं ह्रीं सप्तशति चंडिके उत्कीलनं कुरु कुरु स्वाहा ॥

Dengue Fever Remedy

ફેબ્રુવારી 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

I have received this message from B J Mistry

 

PASS THIS INFORMATION TO AS MANY AS YOU CAN, IT MAY SAVE LIVES.

Dengue Fever Remedy 7877b8.jpg

I would like to share this interesting discovery from a classmate’s son who has just recovered from dengue fever. Apparently, his son was in the critical stage at the ICU when his blood platelet count dropped to 15 after a 15-litre blood transfusion.

His father was so worried that he sought another friend’s recommendation and his son was saved. He confessed to me that he gave his son raw juice of the papaya leaves. From a platelet count of 45 after 20 litres of blood transfusion, and after drinking the raw papaya leaf juice, his platelet count jumped instantly to 135. Even the doctors and nurses were surprised. After the second day he was discharged. So he asked me to pass this good news around.

 

Accordingly it is raw papaya leaves, 2pcs just cleaned, pounded and squeezed with a filter cloth. You will only get one tablespoon per leaf, i.e. two tablespoons per serving once a day. Do not boil or cook or rinse with hot water, or it will lose its strength. Use only the leafy part and no stem or sap. It is very bitter and you have to swallow it like “Won Low Kat”. But it works.

*Papaya Juice – Cure for Dengue*

You may have heard this elsewhere but if not, I am glad to inform you that papaya juice is a natural cure for dengue fever. As dengue fever is rampant now, I think it’s good to share this with all.

 

A friend of mine had dengue last year. It was a very serious situation for her as her platelet count had dropped to 28,000 after 3 days in hospital and water had started to fill up her lung. She had difficulty in breathing. She was only 32-years old. Her doctor said there’s no cure for dengue. We just have to wait for her body’s immune system to build up resistance against dengue and fight its own battle. She already had 2 blood transfusions and all of us were praying very hard as her platelet count continued to drop since the first day she was admitted.

 

Fortunately her mother-in-law heard that papaya juice would help to reduce the fever and got some papaya leaves, pounded them and squeezed the juice out for her. The next day, her platelet count started to increase, her fever to subside. We continued to feed her with papaya juice and she recovered after 3 days!!!

 

Amazing but it’s true. It’s believed one’s body would be overheated when one is down with dengue and that also caused the patient to have fever. Papaya juice has a cooling effect. It helps to reduce the level of heat in one’s body, and thus the fever will go away. I found that it’s also good when one is having sore throat or is suffering from heat.

 

Please spread the news about this as lately there have been many dengue cases. It’s great if such a natural cure could help to ease the sufferings of dengue patients.

 

Furthermore it’s so easily available.

Blend them and squeeze the juice! It’s simple and miraculously effective!!

 

Hands that help are holier than lips that pray.

 

 

 

 

 

 

તીખો રસ

ફેબ્રુવારી 26, 2009

તીખો રસ તીખો રસ મોંમાં બળતરા ઉત્પન્ન કરે છે. નાક અને આંખોમાંથી પાણીનો સ્રાવ કરે છે. એ મુખશુદ્ધી કરનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, ઈન્દ્રીયોનું ચાતુર્ય વધારનારથુંક પેદા કરનાર, શરીરની રસ, રક્તાદી ધાતુઓમાં ભીનાશ જન્માવનાર, શરીરમાં ચીકાશ જન્માવનાર, પરસેવો, ભીનાશ અને મળને કરનાર, ખંજવાળ હરનાર, ચાંદાં રુઝવનાર, કૃમીનાશક, ચામડી પર ચીરા પાડનાર, રક્તના જમાવને વીખેરનાર, સાંધાઓના બંધનને ઢીલા કરી સ્રોતો ખોલી નાખનાર, કફના પ્રકોપને શમાવનાર, શરીરની સ્થુળતા, આળસ, કફ, વીષ અને કુષ્ઠને દુર કરનાર, મોંના રોગો દુર કરનાર તથા ધાવણ, શુક્ર અને મેદનાશક છે.

તીખા રસનું વધુ પડતું સેવન કરવાથી પુરુષત્વનો નાશ થાય, મોહ, ગ્લાની, અવસાદ-વીષાદ, કૃશતા, મુર્ચ્છા વગેરે થાય છે. કમરથી વળી જવાય, અંધારાં-ચક્કર આવે, ગળામાં બળતરા થાય, શરીરમાં દાહ થાય, કમજોરી વર્તાય, તરસ વધુ લાગે. તીખો રસ વાયુકારક હોવાથી હાથ-પગ, પીઠમાં તથા પડખામાં વાયુના વીકારો જન્માવે. ગળું, તાળવું અને હોઠ સુકાય છે. અત્યંત તીખા રસના ઉપયોગથી ઉબકા, ઉલટી, હેડકી વગેરે ઉત્પન્ન થાય છે.

વૈકૃતિક રહસ્ય

ફેબ્રુવારી 26, 2009

વૈકૃતિક રહસ્ય

ऋषिरुवाच ॥

ॐ त्रिगुणा तामसी देवी सात्त्विकी या त्रिधोदिता

सा शर्वा चंडिका दुर्गा भद्रा भगवतीर्यते -१

योगनिद्रा हरेरुक्ता महाकाली तमोगुणा

मधुकैटभनाशार्थं यां तष्टावांबुजासनः -२

दशवक्त्रा दशभुजा दशपादांजनप्रभा

विशालया राजमाना त्रिंशल्लोचनमालया -३

स्फुरद्दशनदंष्ट्रा सा भीमरूपापि भूमिप

रूपसौभाग्यकांतीनां सा प्रतिष्ठा महाश्रियः -४

खड्गबाणगदाशूलचक्रशंख भुशुंडिभृत्

परिघं कार्मुकं शर्षं निश्च्योतद्रुधिरं दधौ -५

एषा सा वैष्णवी माया महाकाली दुरत्यया

आराधिता वशीकुर्यात् पूजाकर्तुश्चराचरम् -६

सर्वदेवशरीरेभ्यो याऽऽविर्भूतामितप्रभा

त्रिगुणा सा महालक्ष्मीः साक्षान्महिषमर्दिनी -७

श्वेतानना नीलभुजा सुश्वेतस्तनमंडला

रक्तमध्या रक्तपादा नीलजंघोरुरुन्मदा -८

सुचित्रजघना चित्रमाल्यांबरविभूषणा

चित्रानुलेपना कांतिरूपसौभाग्यशालिनी -९

अष्टादशभुजा पूज्या सा सहस्रभुजा सती

आयुधान्यत्र वक्ष्यन्ते दक्षिणाधः करक्रमात् -१०

अक्षमाला चकमलं बाणौऽसिः कुलिशं गदा

चक्रं त्रिशूलं परशुः शंखो घंटा च पाशकः -११

शक्तिर्दण्डश्चर्म चापं पनपात्रं कमंडलुः

अलंकृत भुजाभिरायुधैः कमलासनाम् १२

सर्वदेवमयीमीशां महालक्ष्मीमिमां नृप

पूज्येत्सर्वलोकानां स देवानां प्रभुर्भवेत् -१३

गौरी देहात्समुद्भूता या सत्त्वैकगुणाश्रया

साक्षात्सरस्वती प्रोक्ता शुंभासुरनिबर्हिणि -१४

दधौ चाष्टभुजा बाणमुसलेशूलचक्रभृत्

शंखं घंटां लांगलं च कार्मुकं वसुधाधिप -१५

एषा संपूजीता भक्त्या सर्वज्ञत्वं प्रयच्छति

निशुंभमथिनी देवी शुंभासुरनिबर्हिणि -१६

इत्युक्तानि स्वरूपाणि मूर्तीनां तव पार्थिव

उपासनं जगन्मातुः पृथगासां निशामय -१७

महालक्ष्मीर्यदा पूज्या महाकाली सरस्वती

दक्षिणोत्तरयोः पूज्ये पृष्ठतो मिथुनत्रयम् -१८

विरंचिः स्वरया मध्ये रुद्रोगौर्या च दक्षिणे

वामे लक्ष्म्या हृषिकेशः पुरतो देवतात्रयम् -१९

अष्टादशभुजा मध्ये वामे चास्या दशानना

दक्षिणेऽष्टभुजा लक्ष्मीर्महतीति समर्चयेत् -२०

अष्टादशभुजा चैषा यदा पूज्या नराधिप

दशानना चाष्टभुजा दक्षिणोत्तरयोस्तदा -२१

कालमृत्यू च संपूज्यौ सर्वारिष्टप्रशांतये

यदा चाष्टभुजा पूज्या शुंभासुरनिबर्हिणि -२२

नवास्याः शक्तयः पूज्यास्तदा रुद्रविनायकौ

नमो देव्या इति स्तोत्रैर्महालक्ष्मीं समर्चयेत् -२३

अवतारत्रयार्चायां स्तोत्रमंत्रास्तदाश्रयाः

अष्टादशभुजा चैषा पूज्या महिषमर्दिनी -२४

महालक्ष्मीर्महाकाली सैव प्रोक्ता सरस्वती

ईश्वरी पुण्यपापानां सर्वलोकमहेश्वरी -२५

महिषांतकरी येन पूजीता स जगत् प्रभुः

पूज्येज्जगतां धात्रीं चंडिकां भक्तवत्सलाम् -२६

अर्घ्यादिभिरलंकारैर्गन्धपुष्पैस्तथाक्षतैः

धूपैर्दीपैश्च नैवेद्यैर्नानाभक्ष्यसमन्वितैः -२७

रुधिराक्तेन बलिना मांसेन सुरया नृप

प्रणामाचमनीयेन चन्दनेन सुगंधिना -२८

सकर्पूरैश्च तांबूलैर्भक्तिभावसमन्वितैः

वामभागेऽग्रतो देव्याश्छिन्नशीर्षं महासुरम् -२९

पूजयेन्महिषं येन प्राप्तं सायुज्यमीशया

दक्षिणे पूरतः सिंहं समग्रं धर्ममीश्वरम् -३०

वाहनं पूजयेद्देव्या धृतं येन चराचरम्

कुर्याच्च स्तवनं धीमांस्तस्या एकाग्रमानसः -३१

ततः कृतांजलिर्भूत्वा स्तुवीत चरितैरिमैः

एकेन वा मध्यमेन नैकेनेतरयोरिह -३२

चरितार्धं तु न जपेज्जपंछिद्रमवाप्नुयात्

प्रदक्षिणा नमस्कारान् कृत्वा मूर्ध्नि कृतांजलिः -३३

क्षमापयेज्जगद्धात्रीं मुहुर्मुहुरतन्द्रितः

प्रतिश्लोकं च जुहुयात् पायसं तिलसर्पिषा -३४

जुहुयात् स्तोत्रमंत्रैर्वा चंडिकायै शुभं हविः

भूयो नाम पदैर्देवीं पूजयेत्सुसमाहितः -३५

प्रयतः प्रांजलिः प्रह्वः प्रणम्यारोप्य चात्मनि

सुचिरं भावयेदीशां चंडीकां तन्मयो भवेत् -३६

एवं यः पूजयेद्भक्त्या प्रत्यहं परमेश्वरीम्

भुक्त्वा भोगान्यथाकामं देवीसायुज्यमाप्नुयात् -३७

यो न पूजयते नित्यं चंडिकां भक्तवत्सलाम्

भस्मीकृत्यास्य पुण्यानि निर्दहेत्परमेश्वरी -३८

तस्मात्पूज्य भूपाल सर्वलोकमहेश्वरीम्

यथोक्तेन विधानेन चंडिकां सुखमाप्स्यसि -३९

ખારો રસ

ફેબ્રુવારી 25, 2009

ખારો રસ ખારો રસ આહારને પચાવનાર, આહારને ભીંજવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, અવયવોને શીથીલ કરનાર, મળને તોડનાર-છેદનાર, મળને નીચે લઈ જનાર, તીક્ષ્ણ, શરીરના આંતરીક માર્ગોનો અવરોધ દુર કરનાર-અવકાશકર, ગળ્યા, ખાટા બધા રસોનો વીરોધી, મોંઢામાં લાળનો સ્રાવ વધારનાર, કફને પીગળાવનાર, શરીરના આંતરીક માર્ગોની શુદ્ધી કરનાર(પાચનમાર્ગ, રક્તવાહી માર્ગ, મુત્રવાહી માર્ગો, શ્વાસવાહી માર્ગ), શરીરના તમામ અવયવોને મૃદુ-કોમળ રાખનાર, આહાર પર રુચી જન્માવનાર, દરેક પ્રકારના આહારમાં ભળી જનાર અને ઉપયોગી, પચવામાં થોડો ભારે, સ્નીગ્ધ અને ઉષ્ણ છે. મળનું શોધન-શુદ્ધી કરનાર, છેદન ગુણને લીધે અવયવોને પૃથક કરનાર અને શરીરમાં શીથીલપણું જન્માવનાર છે.

ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પીત્તનો પ્રકોપ થાય છે. તરસ વધારે લાગે છે. લોહીનો બગાડ થાય છે. મુર્ચ્છા આવી જાય છે. શરીરની અંદર આંતરીક ગરમી લાગે છે. આ ઉપરાંત હાથ, પગ વગેરે અંગોમાં ચીરા પડે, માંસ-સ્નાયુઓમાં શીથીલતા ઉત્પન્ન થાય અને ત્વચા રોગોમાં સ્રાવ વધે છે. વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલદી પ્રસરે છે. આંખ, કાન, નાક જેવી ઈન્દ્રીયોને પોતાના કાર્યમાં અશક્તી લાગે છે, તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલદી પડે છે. એસીડીટી, વીસર્પ, વાતરક્ત, વીચર્ચીકા, ઈન્દ્રલુપ્ત(ઉંદરી) વગેરે થાય છે. ખંજવાળ, ખરજવું, કોઢ, ચકરડાં, મુખપાક, ખાટાખારા ઓડકારઉલટી થાય છે. ઓજક્ષય, ચક્ષુપાક, પુંસત્વઘાત વગેરે થાય છે.

પ્રાધાનિક રહસ્ય

ફેબ્રુવારી 25, 2009

પ્રાધાનિક રહસ્ય

ॐ अस्य श्रीसप्तशतीरहस्य नारायण ऋषिरनुष्टुप् छन्दः महाकालीमहालक्ष्मी महासरस्वत्यो देवता, यथोक्तफ्लावाप्त्यर्थं जपे विनियोगः ॥

राजोवाच ॥

भगवन्नवतारा मे चंडिकायास्त्वयोदिताः

एतेषां प्रकृतिं ब्रह्मन् प्रधानं वक्तुमर्हसि -१

आराध्यं यन्मया देव्याः स्वरूपं येन च द्विज

विधिना ब्रूहि सकलं यथावत्प्रणतस्य मे -२

ऋषिरुवाच ॥

ईदं रहस्यं परममनाख्येयं प्रचक्षते

भक्तोऽसीति न मे किंच्चित्तवावाच्यं नराधिप -३

सर्वस्याद्या महालक्ष्मीस्त्रिगुणा परमेश्वरी

लक्ष्यालक्ष्यस्वरूपा सा व्याप्य कृत्स्नं व्यवस्थिता -४

मातुलुंगं गदां खेटं पानपात्रं च बिभ्रती

नागं लिंगं च योनिं च बिभ्रती नरप मूर्धनि -५

तप्तकांचनवर्णाभा तप्तकांचनभूषणा

शून्यं तदखिलं स्वेन पूरयामास तेजसा -६

शून्यं तदखिलं लोकं विलोक्य परमेश्वरी

बभार परमं रूपं तमसा केवलेन हि -७

सा भिन्नांजनसंकाशा दंष्ट्रांकितवरानना

विशाललोचना नारी बभूव तनुमध्यमा -८

खड्गपात्रशिरः खेटैरलंकृतचतुर्भुजा

कबंधहारं शिरसा बिभ्राणा हि शिरःस्रजम् -९

सा प्रोवाच महालक्ष्मीं तामसी प्रमदोत्तमा

नाम कर्म च मे मातर्देहि तुभ्यं नमो नमः -१०

तां प्रोवाच महालक्ष्मीस्तामसीं प्रमदोत्तमाम्

ददामि तव नामानि यानी कर्माणि तानि ते -११

महामाया महाकाली महामारी क्षुधा तृषा

निद्रा तृष्णा चैकवीरा कालरात्रिर्दुरत्यया -१२

इमानि तव नामानि प्रतिपाद्यानि कर्मभिः

एभिः कर्माणि ते ज्ञात्वा योऽधीते सोऽश्नुते सुखम् -१३

तामित्युक्त्वा महालक्ष्मीः स्वरूपमपरं नृप

सत्वाख्येनातिशुद्धेन गुणेनेन्दुप्रभं दधौ -१४

अक्षमालांकुशधरा वीणापुस्तकधारिणी

सा बभूव वरा नारी नामान्यस्यै च सा ददौ -१५॥

महाविद्या महावाणी भारती वाक् सरस्वती

आर्या ब्राह्मी कामधेनुर्वेदगर्भा च धीश्वरी -१६

अथोवाच महालक्ष्मीर्महाकालीं सरस्वतीम्

युवां जनयतां देव्यौ मिथुने स्वानुरूपतः -१७

इत्युक्त्वा ते महालक्ष्मीः ससर्ज मिथुनं स्यम्

हिरण्यगर्भौ रुचिरौ स्त्रिपुंसौ कमलासनौ -१८

ब्रह्मन् विधे विरिंचेतिधातरित्याह तं नरम्

श्रीः पद्मे कमलेलक्ष्मीत्याह माता च तां स्त्रियम् -१९

महाकाली भारती च मिथुने सृजतः सह

एतयोरपि रूपाणि नामानि च वदामि ते -२०

नीलकंठं रक्तबाहुं श्वेतागं चंद्रशेखरम्

जनयामास पुरुषा महाकाली सितां स्त्रियम् -२१

स रुद्रः शंकरः स्थाणुः कपर्दी च त्रिलोचनः

त्रयी विद्या कामधेनुः सा स्त्री भाषाक्षरा स्वरा -२२

सरस्वती स्त्रियं गौरीं कृष्णं च पुरुषं नृप

जनयामास नामानि तयारपि वदामि ते -२३

विष्णुः कृष्णो हृषीकेशो वासुदेवो जनार्दनः

उमा गौरी सती चंडी सुंदरी सुभगा शिवा -२४

एवं युवतयः सद्यः पुरुषत्वं प्रपेदिरे

चक्षुष्मंतो नु पश्यन्ति नेतरेऽतद्विदो जनाः -२५

ब्रह्मणे प्रददौ पत्नीं महालक्ष्मीर्नृप त्रयीम्

रुद्राय गौरीं वरदां वासुदेवाय च श्रियम् -२६

स्वरया सह संभूय विरिंचोऽण्डमजीजनत्

बिभेद भगवान् रुद्रस्तद् गौर्या सह वीर्यवान् -२७

अंडमध्ये प्रदानादि कार्यजातमभून्नृप

महाभूतात्मकं सर्वं जगत्स्थावरजंगमम् -२८

पुपोष पालयामास तल्लक्ष्म्या सह केशवः

संजहार जगत्सर्वं सह गौर्या महेश्वरः -२९

महालक्ष्मीर्महाराज सर्वसत्त्वमयीश्वरी

निराकारा च सकारा सैव नानाभिधानभृत् -३०

नामान्तरैर्निरूप्यैषा नाम्ना नान्येन केनचित् -३१

ખાટો રસ

ફેબ્રુવારી 24, 2009

ખાટો રસ એ મધુર રસ પછી બીજા નંબરનો રસ છે. ખાટો રસ આહાર પર રુચી ઉત્પન્ન કરે છે. જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે. એ શરીરને પુષ્ટ કરનાર, ઉત્સાહ-સ્ફુર્તી વધારનાર, મનને આનંદ આપનાર, ઈન્દ્રીયોનું અનુલોમન કરનાર, હૃદય માટે હીતાવહ, મુખમાં લાળ વધારનાર, ખાધેલા આહારને આંતરડામાં નીચે તરફ લઈ જનાર, તેને પોચો કરનાર તથા પચાવનાર છે. ખાટો રસ પચવામાં હલકો, ઉષ્ણ અને સ્નીગ્ધ છે. એ દાંતને અંબાવી દે છે. પરસેવો વધારે છે, આંખનાં ભવાં-પાંપણ સંકોચાવનાર, રુંવાડાં ખડાં કરાવનાર તથા હૃદયને પ્રીય છે. એ વાયુ હરનાર, પેટના વીકારો કરનાર, અડવાથી ઠંડો પણ સ્વભાવે ગરમ છે.

ખાટો રસ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો દાંત અંબાઈ જાય, તરસ લાગે, કફ પીગળે, પીત્ત પ્રકોપ થઈ પીત્તના રોગો થાય, રક્તબગાડ, માંસમાં બળતરા, શરીરમાં ઢીલાપણું, ચાંદાં, વ્રણ-ઘા, દાઝવું, વાગવું વગેરેમાં સોજો, બળતરા અને પાક-પરુ થાય છે. પેટ, છાતી, તાળવું, આંખો, હથેળી, પગના તળીયામાં બળતરા થાય છે. અતી પીત્તથી રક્તસ્રાવ પણ થાય છે. અચાનક થતો રક્તસ્રાવ ખાટા રસના અતી સેવનથી થતા પીત્તપ્રકોપથી થાય છે. આ ઉપરાંત ખંજવાળ, શીળસ, દાહ, દૃષ્ટીની મંદતા, વીસર્પ(ગડગુમડ), અમ્લપીત્ત થાય, ચક્કર અને તાવ પણ આવે છે.