ગોખરુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગોખરુ : એના છોડ ચોમાસામાં આપણે ત્યાં ગુજરાતમાં બધે થાય છે. એ બે જાતનાં હોય છે, મોટા ગોખરુના નાના છોડ હોય છે અને નાના ગોખરુના વેલા થાય છે. દવામાં મોટાં ગોખરુ વપરાય છે, પણ તે ન મળે તો નાનાં પણ વાપરી શકાય. ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાતાં કઠણ અને સફેદ બને છે.

ગોખરુ ઠંડુ છે, આથી પેશાબના દરેક જાતના રોગોમાં ખુબ સારું કામ આપે છે. પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે ડહોળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે.

ગોખરું કીડની પર ઉત્તેજક, વેદના દુર કરનાર તથા મુત્ર સંસ્થાનના આંતરીક સ્તર પર સ્નીગ્ધ અસર કરે છે. આથી જુના પરમીયા અને મુત્રાશય તથા મુત્રમાર્ગની બળતરા પર લાભ કરે છે.

ગોખરું સ્નેહન, મુત્ર વધારનાર, બળ(વીર્ય) વધારનાર, તથા મૈથુનમાં ઉત્તેજના લાવનાર છે. એ શુક્રજંતુઓ વધારે છે. ધાતુપુષ્ટી માટે ગોખરું ઉત્તમ છે. પેશાબમાં વીર્ય જંતુ જતાં હોય તેમાં ગોખરું વાપરી શકાય. તે મુત્રપીંડ અને મુત્રાશયને કાર્યશીલ રાખે છે. આથી પથરીના રોગી તથા કીડની બગડી હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે.

ગોખરુંને સુકવી, ખાંડી, ચુર્ણ કરીને ઉપયોગ કરવો. ગોખરુ ગાંધીની દુકાને મળે છે. તૈયાર ચુર્ણ દવાવાળા વેચે છે. ૩-૩ ગ્રામ એટલે કે એક નાની ચમચી જેટલું દીવસમાં બેથી ત્રણ વાર પાણી, સાકર, દુધ, ઘી કે મધ સાથે લઈ શકાય. ગોખરું કામશક્તી વધારનાર, હૃદયરોગનો નાશ કરનાર, વાયુનાશક, અને વધુ પ્રમાણમાં લેવાથી રેચક છે.

(૧) સર્વ પ્રકારના પ્રમેહમાં અને પ્રોસ્ટેટના સોજામાં ગોખરુ આપવું.

(૨) મુત્ર અમ્લતાવાળું હોય ત્યારે ગોખરુ સાથે જવખાર આપવો.

(૩) કીડનીના સોજામાં મુત્ર ક્ષારવાળું, દુર્ગંધવાળું તથા ડહોળું હોય ત્યારે ગોખરુના ઉકાળામાં શીલાજીત મેળવીને આપવું.

(૪) સરખા ભાગે બનાવેલ ગોખરુ અને તલનું ચુર્ણ એક ચમચી અને એક ચમચી મધને બકરીના દુધ સાથે લેવાથી હસ્તમૈથુનથી આવેલી નબળાઈ-નપુંસકતા દુર થાય છે.

(૫) અડધી ચમચી ગોખરુનું ચુર્ણ એક ચમચી મધ સાથે દીવસમાં ત્રણ વાર ચાટી ઉપર એક ગ્લાસ ઘેટીનું દુધ પીવાથી પથરી તુટી જઈ મુત્ર માર્ગે બહાર નીકળી જાય છે. આ પ્રયોગ માત્ર સાતથી દસ દીવસ જ કરવો.

(૬) બસો ગ્રામ દુધમાં એટલું જ પાણી અને એક ચમચી ગોખરુનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ ઉડી જાય એટલે ઉતારી ઠંડુ પડ્યે પીવાથી મૈથુનશક્તી વધે છે. સવાર-સાંજ તાજું બનાવીને પીવું. સાકર પણ નાખી શકાય.

(૭) ગોખરુ અને અશ્વગંધાનું ૫થી ૭ ગ્રામ ચુર્ણ એનાથી બમણી સાકર સાથે કે બે ચમચી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, શારીરીક શક્તી તથા કામશક્તી વધે છે.

(૮) ગોખરુના પંચાંગનો ૧૦ ગ્રામ ભુકો નાખી અડધું પાણી બાળીને બનાવેલો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગના રોગો મટે છે.

(૯) ગળો, ગોખરુ અને આમળાના સમાન ભાગે બનાવેલા ચુર્ણને રસાયન ચુર્ણ કહે છે. શરીરમાં ગમે ત્યાં દાહ, બળતરા, અશક્તી રહેતી હોય તો સવાર, બપોર, સાંજ અડધી ચમચી ચુર્ણ ફાકી ગાયનું તાજું દુધ પીવું. આહારમાં તીખી, ગરમ ચીજો બંધ કરવી.

(૧૦) ઉંદરી જેમાં માથા, દાઢી, મુછ, આંખ વગેરે પરના વાળ ખરી જાય છે, તેમાં ગોખરુ અને તલનાં ફુલ સરખા ભાગે લસોટી મધ અને ઘીમાં મેળવી લેપ કરવો.

(૧૧) એક ચમચી ગોખરુ ચુર્ણ અને એક ચમચી સાકર એક ગ્લાસ દુધમાં મીશ્ર કરી પીવાથી મુત્રાવરોધ, મુત્રકષ્ટ અને મુત્રદાહ મટે છે.

(૧૨) નાના ગોખરુના પંચાંગના ભુકાને ઉકળતા પાણીમાં એક કલાક ભીંજવી રાખી, મસળી, ગાળી મધ અને સાકર નાખી પીવાથી મુત્રની અને મુત્રમાર્ગની શુદ્ધી થાય છે.

(૧૩) ગોખરુનું ચુર્ણ, તલનાં ફુલ, મધ અને ઘી સરખે ભાગે એકત્ર કરી લસોટી લેપ કરવાથી માથાની ઉંદરી મટે છે અને નાવા વાળ ઉગવા લાગે છે.

(૧૪) ગોખરુ, સુંઠ અને મેથીનો સમાન ભાગે ભુકો કરી ઉકાળો બનાવી પીવાથી આમવાત અને કટીશુળ મટે છે.

(૧૫) મુત્રમાર્ગમાં વેદના સાથે પેશાબ થતો હોય તો સો ગ્રામ દુધ, સો ગ્રામ પાણી અને એક ચમચી ગોખરુ-ચુર્ણ  નાખી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી લાભ થાય છે. 

(૧૬) એક ચમચી ગોખરુ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પથરી તુટી જાય છે.

(૧૭) એક ચમચી ગોખરુ-ચુર્ણ એટલી જ સાકર સાથે લઈને ઉપર દુધ પીવાથી મૈથુન શક્તી વધે છે.

(૧૮) ગોખરુ અને સુંઠનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કટીશુળ અને સર્વાંગ સંધીવા મટે છે.

(૧૯) ગોખરુનો દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપીત્ત મટે છે. 

(૨૦) એક ચમચી જેટલું ગોખરુચુર્ણ, એક ચમચી સાકર સાથે રોજ સવાર-સાંજ લેવું. ઉપર ઉકાળીને ઠંડું કરેલું દુધ અથવા વાયુ, પીત્ત અને કફ દોષાનુસાર અનુપાન સાથે લેવાથી જે તે દોષમાં લાભ થાય છે.

(૨૧) એક એક ચમચી ગોખરુનું બારીક ચુર્ણ, ગાયનું ઘી અને ખડી સાકર સારી રીતે મીશ્ર કરી રોજ રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં સુધી જમ્યા પછી લેવાથી સ્ત્રીઓને થતી શ્વેતપ્રદરની તકલીફ મટે છે અને ગર્ભાશય મજબુત થવાથી તેની શીથીલતા દુર થાય છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , ,

2 Responses to “ગોખરુ”

  1. શામજીભાઇ Says:

    ખુબ સરસ આયુર્વેદ લેખ આભાર

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે શામજીભાઈ,
    આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: