ચણા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચણા ખુબ પૌષ્ટીક છે. તે મીઠા, વાતકર, રોચક, લુખા, હલકા, ઠંડા, ગડગડાટ કરનાર, રંગ સુધારનાર અને બળવર્ધક છે. તે કમળો, માથાનો દુ:ખાવો, રક્તપીત્ત, કફરોગ, પીત્તરોગ, વગેરેમાં ફાયદાકારક છે.

(૧) રાત્રે ૫૦ ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખુબ ચાવીને ખાવા. માત્ર એક મહીનાના પ્રયોગથી જ શક્તીમાં ખુબ લાભ થશે. આ પ્રયોગ દરમીયાન બહુ ખાવું નહીં. વારંવાર કે આચરકુચર ખાવું નહીં. નહીંતર ચણા પચશે નહીં અને ગૅસ કરશે.

(૨) કમળાના રોગમાં શેકેલા, બાફેલા કે પલાળેલા ચણા ખુબ ચાવીને ખાવાથી તે દવાનું કામ કરે છે.

(૩) કફવાળી ઉધરસમાં રાત્રે શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સુઈ જવાથી લાભ થાય છે.

(૪) માથું દુ:ખતું હોય તો શેકેલા ચણા ખાઈ ઉપર પાણી ન પીવું.

(૫) રાત્રે પલાળેલા કે ફણગાવેલા ચણા કે ચણાની દાળ માત્ર દુધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, નબળાઈ દુર થાય છે.

(૬) રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર દુધ પીવાથી કફ દુર થાય છે.

(૭) ચણા ખાઈ ગરમ પાણી પીવાથી અવાજ ઉઘડે છે.

(૮) ગોળ-ચણા ખાવાથી અવાજ ઉઘડે છે.

(૯) ગરમાગરમ ચણા ખાવાથી દુઝતા હરસનો રક્તસ્રાવ મટે છે.

(૧૦) ચણાને રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમી, પેટનાં દર્દ તથા ઉદરશુળ મટે છે.

(૧૧) ચણાનો લોટ ચોળીને નાહવાથી પરસેવાની ગંધ તથા ખુજલી મટે છે. (૧૨) ચણાનો લોટ પાણીમાં પીસી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , ,

2 Responses to “ચણા”

  1. hanif Says:

    saras lekh

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    હનીફભાઈ, આપની કૉમેન્ટ બદલ ખુબ ખુબ આભાર.

    -ગાંડાભાઈનાં સસ્નેહ વંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: