જવ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જવ તુરા, મધુર, ઠંડા, મળને ઉખેડી બહાર કાઢનાર, ચાંદા પર તલ જેવા હીતકર, રુક્ષ, બુદ્ધી તથા અગ્નીને પ્રદીપ્ત કરનાર, વીપાકે(પચી ગયા પછી) તીખા, સ્વર-અવાજ માટે હીતકર, બળ આપનાર, પચવામાં ભારે, વાયુ તથા મળને વધારનાર, શરીરનો વર્ણ સુધારનાર, સ્નીગ્ધ હોવા છતાં મેદ-ચરબીને ઘટાડનાર, તથા ડાયાબીટીસ અને કબજીયાતમાં ખુબ હીતકર છે.

જવ કફ કરતા નથી. એ કંઠના રોગો, ચામડીના રોગો, કફ, પીત્ત, મેદ, શરદી-સળેખમ, શ્વાસ, સાથળ, સાંધાનું જકડાઈ જવું, રક્તવીકાર અને અત્યાધીક તૃષામાં હીતાવહ છે. જવ પેશાબને બાંધનાર અને મળને સારી રીતે બહાર લાવનાર છે, આથી મધુપ્રમેહમાં ખુબ જ ઉપયોગી છે. મધુપ્રમેહમાં જવની બધી જ બનાવટો-સાથવો, રોટલી, પુરી, રાબ, ખીચડી વગેરે લેવાં જોઈએ.

(૧) એક ચમચો જવનો અધકચરો ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી કપડાથી ગાળી સવાર-સાંજ પીવાથી પથરી અને મુત્રમાર્ગના રોગો મટે છે.

(૨) આશરે સો ગ્રામ જેટલા જવને અધકચરા ખાંડી ભુકો કરી બે ગ્લાસ જેટલા પાણીમાં ધીમા તાપે ઉકાળવા. બરાબર ઉકળે અને ચાર-પાંચ વાર ઉભરો આવે, ત્યારે ઉતારી ઠંડુ પડ્યે ગાળીને પી જવું. આને “યવમંડ” અથવા ‘બાર્લીવોટર’ કહે છે. બાર્લીવોટર સવારે અને સાંજે તાજે તાજુ જ બનાવીને પીવાથી થોડા દીવસોમાં મુત્રમાર્ગની પથરી, મુત્રાવરોધ – મુત્રકષ્ટ, મુત્રદાહ, અને મુત્ર માર્ગનો રક્તસ્ત્રાવ મટે છે. એનાથી તૃષા, ઉલટીઓ, ઉબકાઓ, અતીસાર- પાતળા ઝાડા, ગેસ, અપચો પણ મટે છે. એમાં સાકર નાખી પીવાથી અમ્લપીત્ત- એસીડીટી અને આંતરીક દાહ મટે છે.

(૩) જવનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગની પથરી તુટી જાય છે.

પથરી અને ડાયાબીટીસમાં જવ ખુબ જ હીતાવહ છે. ડાયાબીટીસવાળાએ જવના લોટની જ રોટલી કે ભાખરી ખાવી જોઈએ.

ટૅગ્સ: , , , , , , , , , , , , , ,

One Response to “જવ”

  1. અનામિક Says:

    really great infromation. thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: