જાયફળ, જાવંત્રી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જાયફળ અને જાવંત્રી જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર છે. જાવંત્રી હલકી, મધુર, તીખી, ગરમ, રુચીકારક અને વર્ણકારક છે. એ કફ, ખાંસી, ઉલટી, દમ, તૃષ્ણા, કૃમી અને વીષનો નાશ કરે છે.

(૧) માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારુમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે.

(૨) અનીદ્રામાં ૦.૩ થી ૦.૬ ગ્રામ(બેથી ચાર રતી) જાયફળ અને એટલું જ પીપરીમુળ દુધ સાથે સુવાના અર્ધા કલાક પહેલાં લેવું.

(૩) બાળકોની શરદીમાં જાયફળ ચુર્ણ એક રતી અને સુંઠનું ચુર્ણ એક રતી મધ સાથે સવાર-સાંજ આપવું.

(૪) પેટમાં ગૅસ ભરાય, ઝાડો થાય નહીં ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગૅસ છુટે છે તથા ઝાડો થાય છે.

(૫) ખીલ, જાંબલી અને ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા જાયફળ દુધમાં ઘસી લગાવવું.

(૬) ઝાડા મટાડવા ૪થી ૬ રતી જાયફળનું ચુર્ણ લીંબુના શરબત સાથે સવાર-સાંજ લેવું.

(૭) ઝાડા સાથે પેટના દુખાવામાં જાયફળ, લવીંગ, જીરુ, અને શુદ્ધ ટંકણના સમભાગે ચુર્ણમાંથી એકથી દોઢ ગ્રામ મધ-સાકર સાથે સવાર-સાંજ લેવું. પથ્ય ખોરાક લેવો. ગર્ભીણી અને રક્તસ્રાવજન્ય રોગવાળાએ લેવું નહીં. 

(૮) પેટનો દુખાવો, ઉબકા તથા અતીસારમાં જાયફળ શેકીને આપવું.

(૯) સાંધાના દુખાવા પર જાવંત્રીના તેલનું હળવું માલીશ કરવું.

(૧૦) પાતળા ઝાડા થતા હોય તો શેકેલા જાયફળ, સુંઠ, અને કડાછાલ દરેકનું ૧/૪, ૧/૪ ચમચી ચુર્ણ મધ સાથે સવાર–સાંજ લેવાથી અને ઉપર તાજી છાસ પીવાથી મટે છે.

(૧૧) મોં બેસ્વાદ થઈ ગયું હોય, ખોરાક પર અરુચી હોય અને આહાર પચતો ન હોય તો શેકેલા જાયફળનું ચુર્ણ પા ચમચી, કાળા મરીનું ચુર્ણ ૧ ગ્રામ અને સીતોપલાદી ચુર્ણ ૧ ગ્રામ આદુના રસ સાથે અથવા મધ સાથે સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે.

(૧૨) ઉંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ, જટામાસીનું ચુર્ણ ૧ ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ ૩ ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ ૦.૧૬ ગ્રામ મધ કે ઘીમાં ચાટવાથી સરસ ઉંઘ આવે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , ,

One Response to “જાયફળ, જાવંત્રી”

  1. vasantpandya Says:

    ડો,સાહેબ,
    તમારી સાઈટ માં મહિતી જાની આનંદ થયો,મારે સંભોગ વખતે વીર્ય જલ્દી નીકળે છે,તો મારી જાન મુજબ આ ચૂર્ણ ઉપયોગી છે,તમારી સલાહ ની જરૂર છે, ૧ સફેદ મુસ્લી નું ચૂર્ણ ૨,જાયફળ નું ચૂર્ણ ૩, કૌચા ચૂર્ણ ૪,તુલસીના બીજ અથવા તુલસી ના પણ ચાલે,સંભોગ વખતે વીર્ય ૧૦ મીનીટ પછી નીકળે એવી દવા જણાવશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: