જાસુદ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જાસુદ એને સંસ્કૃતમાં જપા કહે છે. જપાકુસુમ એટલે જાસુદનું ફુલ. જાસુદ મળને રોકનાર, વાળ માટે હીતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, તીખું, ગરમ, ઉંદરી મટાડનાર, કફ અને વાયુનો નાશ કરનાર, ધાતુસ્રાવ મટાડનાર, સ્નીગ્ધ, પુષ્ટીપ્રદ, ગર્ભની વૃદ્ધી કરનાર, પ્રમેહ અને હરસનો નાશ કરનાર તથા હૃદય માટે હીતકર છે. જાસુદની કળી રક્ત સંગ્રાહક, વેદનાસ્થાપન તથા મુત્ર લાવનાર છે. પ્રમેહ અને પ્રદરમાં તે ઉપયોગી છે. જાસુદનાં ફુલ હૃદય તથા મગજને બળ આપનાર, ઉન્માદ મટાડનાર, કામશક્તી વધારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા પેશાબના પરુનો નાશ કરનાર છે.

(૧) જાસુદનાં ફુલ કાળી ગાયના મુત્રમાં લસોટી જ્યાં ઉંદરીથી વાળ ખરી ગયા હોય ત્યાં સવાર-સાંજ લગાવવાથી ઉંદરી મટે છે અને વાળ ફરીથી ઉગે છે.

(૨) જાસુદની ચાર-પાંચ કળી દુધમાં લસોટી પીવાથી સ્ત્રીઓનો પ્રદર મટે છે. મોંંમાં ચાંદાં પડ્યાં હોય, લાળ ખુબ જ ટપકતી હોય, મુત્રમાર્ગે ચીકાશ જતી હોય તેમાં પણ આ ઉપચારથી લાભ થાય છે.

(૩) બાળકને લાળ ટપકતી હોય તો એકથી બે કળી દુધમાં લસોટી પાવી અથવા જાસુદનું એક તાજુ ફુલ ચાવીને ખાવાનું કહેવું.

(૪) સ્વપ્નદોષમાં જાસુદની આઠથી દસ કળી ચાવીને ખાવી.

(૫) ગુલકંદની જેમ જપાકંદ બનાવી શકાય. કાચની બરણીમાં જાસુદનાં તાજાં ફુલની છુટી કરેલી પાંદડી અને દળેલી સાકરના થર પર થર કરવા. બન્ને સરખા વજને લેવાં. બરણીનું મોં સફેદ સુતરાઉ કાપડથી બાંધી ૨૫ થી ૩૦ દીવસ તડકામાં રાખવાથી જપાકંદ તૈયાર થાય છે. એનાથી લોહીવા-રતવા, મગજની તથા યાદશક્તીની નબળાઈ, અપસ્માર, ઉન્માદ, હતાશા, ભય વગેરે મટે છે. કામશક્તી વધારવા અને શુક્રજંતુઓની વૃદ્ધી માટે પણ ઉપયોગી છે. એની માત્રા પુખ્ત વયના માટે એક ચમચી અને બે વરસથી મોટાં બાળકો માટે અડધી ચમચી છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: