ટામેટાં

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ટામેટાં : ટામેટામાં પોષક તત્ત્વો પુશ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે. તે અગ્નીમાંદ્ય, ઉદરશુળ, મેદવૃદ્ધી, રક્તવીકાર, હરસ, પાંડુરોગ અને જીર્ણજ્વરને દુર કરે છે. ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે. ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.

(૧) પાકાં ટામેટાંનો એક કપ રસ અથવા સુપ રોજ એકાદ વાર લેવાથી અંતરડામાં જામેલો-સુકાયેલો મળ છુટો પડી જુની કબજીયાત મટે છે.

(૨) ટામેટામાં રહેલું લાયકોપેન નામનું પીગ્મેન્ટ ફ્રી રૅડીકલ્સ દ્વારા થતા જોખમને ઓછું કરી અમુક કૅન્સરને વધતું અટકાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને થતા બ્રેસ્ટ કૅન્સર સામે વધુમાં વધુ ફાયદો મળે છે. લાયકોપેન ચરબીમાં દ્રાવ્ય છે આથી સલાડમાં (કાચાં) ખાવા કરતાં થોડા તેલ કે ઘીમાં રાંધેલાં ટામેટાં રોગ સામે વધુ રક્ષણ આપે છે.

(૩) ટામેટામાં બહુ જ ઓછી કૅલેરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખુબ ઉપયોગી છે.

(૪) વાત-કફ પ્રકૃતીવાળા માટે ટામેટાં ખુબ ફાયદાકારક છે.

(૪) ઉલટી થવાથી શરીરમાં પોટેશીયમ, કેલ્શીયમ અને સોડીયમની માત્રા ઘટી જાય છે અને આથી થાક લાગે છે. ટામેટાનો રસ આ તત્ત્વોની ઉણપ પુરી કરે છે.

(૫) રાત્રે વધુ પડતો દારુ પીવાયો હોય તો ટામેટાનો રસ પીવાથી હેંગઓવર દુર થાય છે.

Advertisements

ટૅગ્સ: , , , , , ,

One Response to “ટામેટાં”

  1. arvindadalja Says:

    શ્રી ગાંડાભાઈ
    આપનો ટમેટા ઉપરનો આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી લેખ વાંચી આનંદ થયો. ખૂબજ ઉપયોગી માહિતી આપે આપી છે તે બદલ ધન્યવાદ્ આપે હમણાં લાંબા સમય થયા મારા બ્લોગની મુલાકાત લીધી જણાતી નથી તો પધારવા સ્નેહ ભર્યું નિમંત્રણ છે. આપના પ્રતિભાવોની ઉત્કંઠા પૂરવક રાહ જોઉં છું. આભાર અને આવજો.
    સ-સ્નેહ
    અરવિંદ્

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: