તાંદળજો

તાંદળજો : એક પ્રચલીત લોકમાન્યતા અથવા લોકવાયકા છે કે, આયુર્વેદની દવાઓ ચાલતી હોય તો તાંદળજાની ભાજી ન ખવાય. એથી દવાઓની અસર મારી જાય છે. આવી લોકમાન્યતામાં કશું તથ્ય નથી. બારે માસ મળતી તાંદળજાની ભાજી બારે માસ ખાઈ પણ શકાય. એ એક ઉત્તમ ઔષધ છે.

તાંદળજો વીષઘ્ન એટલે કે ઝેરનાશક છે. તે મધુર અને શીતળ હોવાથી પીત્તના, લોહીના અને ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે. પચવામાં હલકો, સ્વાદીષ્ટ અને રુચી ઉપજાવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર અને બધાંને જ હીતકર આહારદ્રવ્યો એમાં છે. શરીરની આંતરીક બળતરાને શાંત કરનાર, મળમુત્ર સાફ લાવનાર, મુત્રાવરોધમાં ખુબ જ ઉપયોગી, કબજીયાતને તોડનાર, આંખો માટે હીતાવહ, રક્તસ્રાવ બંધ કરનાર, હરસ-મસા (પાઈલ્સ), લોહીવા, રક્તાતીસાર, ગડગુમડ, જ્વર, ખંજવાળ, ખરજવું, દાદર, ગરમીના સોજા, નસકોરી ફુટવી, ધાવણ ઓછું આવવું વગેરે વીકૃતીઓમાં તાંદળજાનું સેવન ખુબ ફાયદાકારક છે.

(૧) તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

(૨) તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી વીષની અસર પણ ઘટી જાય છે. વળી શરીરના કોઈ પણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય અથવા શરીરના કોઈ પણ ભાગમાં બળતરા થતી હોય તો તાંદળજાના તાજા રસમાં સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) આંખના રોગોમાં તાંદળજો ઉત્તમ ગણાય છે, કેમ કે એમાં વીટામીન સારા પ્રમાણમાં છે.

(૪) તાવમાં પણ તાંદળજાની ભાજી પથ્ય છે. ભાજીઓમાં તાંદળજાનું સ્થાન ઉંચું છે. ઉન્માદ, તાવ, રક્તપીત્ત, પાંડુ, કમળો, ત્રીદોષ, શીતપીત્ત, કફ અને ઉધરસનો નાશ કરે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , , , , , ,

2 Responses to “તાંદળજો”

  1. ગોવિન્દ મારુ Says:

    તાંદળજાની જાણકારી બદલ ખુબ ખુબ આભાર. પરંતુ મોટ ફોન્ટ અને સાથે બોલ્ડ અક્ષર હોવાથી વાંચવામા6 તકલીફ પડી છે. જે અંગે યોગ્ય થવા વીનંતી છે.
    આભાર.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    ગોવિન્દભાઈ,

    આપની કોમેન્ટ માટે હાર્દીક આભાર. મારા આ પહેલાંના લખાણ મુજબ મુકવાના પ્રયત્નો મેં વારંવાર કરી જોયા, પરંતુ ક્યાં કશી ઘોંચ પડી ગઈ તે સમજી શકાયું નહીં, અને મને જે રીતનું લખાણ જોઈતું હતું તે હું મુકી ન શક્યો. ડબલ સ્પેસ છોડીને લખ્યું તે પણ સંતોષજનક આવી ન શક્યું. દાખલા તરીકે આ અક્ષરો પણ ઘણા નાના છે, પણ એને મોટા શી રીતે કરી શકાય તેની જાણકારી મારી પાસે નથી. મેં મારા “રામકીર્તી” ફોન્ટની સાઈઝ પણ ૧૮ જેટલી મુકી છે, છતાં એ સાઈઝ અહીં દેખાતી નથી. હું Firefox વાપરું છું. Google Chrome તેમ જ Internet Explorer પણ વાપરી જોયાં, પરંતું અક્ષરોની સાઈઝ સંતોષકારક આવતી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: