તુલસી

તુલસી : તુલસીમાં રહેલું એક વીશીષ્ટ તેલ હવાને જંતુમુક્ત કરી શુદ્ધ કરે છે.

તુલસી શરીરની વીદ્યુત જાળવી રાખે છે.

તુલસી ગરમ હોવાથી કફના તમામ રોગોમાં અતી ઉપયોગી છે. શરદી, સળેખમ, સસણી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો તે મટાડે છે. આ ઉપરાંત પાચનતંત્રના રોગોમાં પણ તે ઉપયોગી છે. ભુખ મરી જવી, ખાવામાં રુચી ન રહેવી, પેટ ડબ રહેવું, મોં વાસ મારવું વગેરે રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે.

તુલસીનાં પાન એમ ને એમ કાચાં ખાઈ શકાય. તેનાં પાનનો રસ કાઢી પી શકાય. તુલસીનાં પાનની સુકવણી કરી જરુર પડ્યે ઉપયોગમાં લઈ શકાય.

ગરમ પ્રકૃતીવાળાએ અને પીત્તજન્ય રોગોમાં તેનો ઓછો ઉપયોગ કરવો.

તુલસીનાં પાન ખાઈને દુધ પીવું નહીં.

એના નીત્ય સેવનથી એસીડીટી, મરડો, કોલાઈટીસ વગેરે મટે છે. સ્નાયુનો દુખાવો, શરદી, સળેખમ, મેદવૃદ્ધી, માસીક સંબંધી રોગો અને દુખાવો, બાળકોના રોગો- ખાસ કરીને શરદી, કફ, ઝાડા-ઉલટીમાં ફાયદો કરે છે. તુલસી હૃદયરોગમાં આશ્ચર્યજનક ફાયદો કરે છે.

આંતરડાના રોગોની તુલસી અકસીર દવા છે. એક ફ્રેન્ચ ડૉક્ટરે પણ કહ્યું છે કે તુલસી એક અદ્ભુત ઔષધી છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોથી સાબીત થયું છે કે બ્લડપ્રેશરના અને પાચનતંત્રના નીયમનમાં, રક્તકણો વધારવામાં, તેમ જ માનસીક રોગોમાં તુલસી અત્યંત લાભદાયી છે. ઉપરાંત એ બ્રહ્મચર્યના રક્ષણમાં અને યાદશક્તી વધારવામાં અનુપમ સહાયક છે.

તુલસીનો રસ બેથી ત્રણ ચમચી અને સુકી તુલસીનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ લઈ શકાય. 

(૧) સવારે નરણે કોઠે તુલસીનો રસ પાણી સાથે લેવાથી બળ, તેજ અને સ્મરણ શક્તી વધે છે.

(૨) મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીનાં થોડાં પાન દરરોજ ચાવવાથી તે દુર થાય છે અને સ્વાસ્થ્યની વૃદ્ધી થાય છે.

(૩) તુલસીની માળા ધારણ કરનાર ઘણા રોગોથી મુક્ત રહે છે. 

 

Advertisements

ટૅગ્સ:

4 Responses to “તુલસી”

 1. pravinbhai shah Says:

  tulasi mate sari mahiti aapi. dhanyawad.

 2. Dr.Sailesh Prajapati Says:

  Really its good matter regarding to plants
  its very useful to our students of botany
  thanks a lot
  Dr.Sailesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: