Archive for એપ્રિલ, 2009

અંતીમ ક્રીયાવીધી (ફ્યુનરલ સર્વીસ)

એપ્રિલ 30, 2009

અંતીમ ક્રીયાવીધી (ફ્યુનરલ સર્વીસ)

આજથી અંતીમ ક્રીયાવીધી વીષે લખવા વીચારું છું. અમારા શ્રદ્ધેય સ્વ. ભાઈ નરસીંહભાઈએ અપનાવેલ વીધી આજે પણ અહીં ન્યુઝીલેન્ડમાં યથાતથ ચાલુ રહી છે. પરીસ્થીતી મુજબ આ વીધીમાં જરુરી ફેરફાર કરી શકાય.

મૃત્યુ વીષેના શબ્દો માત્ર ઉદાહરણ તરીકે મેં આપ્યા છે. વીધી કરાવનારને યોગ્ય લાગે તે શબ્દો કહી શકાય.

પ્રથમ ગતાત્માને વીષે બે શબ્દો કહ્યા બાદ મૃત્યુ વીષે પહેલાં અંગ્રેજીમાં અને ત્યાર બાદ જરુરત મુજબ ગુજરાતીમાં કે હીન્દીમાં કહેવામાં આવે છે. સંસ્કૃત શ્લોકોનું ભાષાંતર પણ જરુર મુજબ ગુજરાતી કે હીન્દી બે પૈકી એક જ ભાષામાં વાંચવામાં આવે છે, અને ત્યાર બાદ અંગ્રેજીમાં ગીતા વાંચવામાં આવે છે. નરસીંહભાઈના સમયમાં અહીં હીન્દીભાષીઓ વધુ પ્રમાણમાં નો’તા, આથી હીન્દીનો ઉપયોગ તે સમયે ખાસ થતો નહીં.

ધતુરો

એપ્રિલ 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ધતુરો ધતુરો ગરમ અને ઝેરી છે, આથી બાહ્ય ઉપચારમાં વપરાય છે.

(૧) ધતુરાનાં પાન પીસી ગરમ કરી દુ:ખાવા કે સોજા પર બાંધવાં.

(૨) તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જુ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે.

(૩) ધતુરાને ફળ આવે ત્યારે કાપ પાડી થોડાં બી કાઢી તેમાં લવીંગ ભરી ફરી ફળ બંધ કરી દેવંુ. ફળ ઝાડ પર પાકીને સુકાઈ જાય ત્યારે લવીંગ કાઢી લેવાં. જ્યારે દમનો હુમલો આવે ત્યારે આ લવીંગ અગ્ની પર ફુલાવી ખાઈ જવાં. તરત જ દમનો હુમલો હળવો પડશે.

દ્વીરુત્તર ચુર્ણ

એપ્રિલ 29, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્વીરુત્તર ચુર્ણ હીંગ-૧, ઘોડાવજ-૨, ચીત્રક મુળની છાલનું ચુર્ણ-૪, ઉપલેટ અથવા કઠ-૮, સંચળ-૧૬ અને વાવડીંગ-૩૨ના પ્રમાણમાં લઈ ચુર્ણ બનાવવું. અડધી ચમચી જેટલું આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પાચનતંત્રની તકલીફો જેવી કે ગૅસ, કબજીયાત, આફરો, અરુચી, મંદાગ્ની, ઓડકાર, ચુંક, આંકડી, પેટનો દુખાવો, મોળ, ઉબકા, આંતરડાના કૃમી વગેરે મટે છે.

દ્રાક્ષાસવ

એપ્રિલ 28, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાસવ ભુખ લગાડનાર, સ્ફુર્તીદાયક, શ્રમહર અને ક્ષયરોગમાં હીતકારી છે. શરીરના સુક્ષ્મ માર્ગોને ચોખ્ખા કરી ધાતુપુષ્ટીમાં સહાય કરે છે. એ ખાંસી, શ્વાસ-દમ, ઉરઃક્ષત, મંદાગ્ની અર્શ(હરસ)-મસા, ગોળો, કૃમી, કુષ્ઠ, વ્રણ, નેત્રરોગ, જીર્ણજ્વર અને અજીર્ણમાં નાનો અડધો કપ એટલે ૬-૮ ચમચી એટલા જ પાણી સાથે સવાર-સાંજ આપવામાં આવે છે. અડધો કપ દ્રાક્ષાસવ અને અડધો કપ પાણી મીશ્ર કરી જમતાં પહેલાં બપોરે અને રાત્રે પીવાથી બળ અને શરીરની કાંતીમાં વૃદ્ધી થાય છે, વજન વધે છે, શરીરની રોગપ્રતીકારક શક્તીમાં વધારો થાય છે તેમ જ હરસ, અરુચી, મંદાગ્ની, પાંડુરોગ, હૃદયરોગ, યકૃતના રોગો, કબજીયાત વગેરેમાં ઘણો ફાયદો થાય છે.

દ્રાક્ષાવલેહ

એપ્રિલ 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાવલેહ ૮૦૦ ગ્રામ કાળી સુકી દ્રાક્ષ બરાબર ધોઈને દુધમાં વાટીને જાડી પેસ્ટ જેવું બનાવવું. તેમાં ૮૦૦ ગ્રામ સાકરની ચાસણી મેળવી જાયફળ, જાવંત્રી, લવીંગ, એલચી, વાંસકપુર, તજ, તમાલપત્ર, નાગકેસર અને કમળકાકડીની મીંજ દરેકનું દસ-દસ ગ્રામ ચુર્ણ નાખી અવલેહ-ચાટણ તૈયાર કરવું. આ અવલેહ ૧ થી ૨ ચમચી સવાર સાંજ લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, રક્તપીત્ત, ક્ષય, પાંડુ, કમળો, લીવરના રોગો, અરુચી, ઉબકા, અને અશક્તી મટે છે. અવલેહ લીધા પછી ભુખ લાગે ત્યારે જ જમવું. એક ચમચી દ્રાક્ષાવલેહ સવારે, બપોરે અને રાત્રે લેવાથી રક્તસ્રાવ સંબંધી વીભીન્ન રોગો, નાકનો રક્તસ્રાવ, શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા, તથા તૃષ્ણા રોગમાં લાભ થાય છે. એનો મુખ્ય ફાયદો મળશુદ્ધી થઈ જઠરાગ્ની પ્રદીપ્ત થાય, ભુખ લાગે અને વજન વધે તે છે.

દ્રાક્ષાદી ચુર્ણ

એપ્રિલ 26, 2009

દ્રાક્ષાદી ચુર્ણ કાળી સુકી દ્રાક્ષ, લીંડીપીપર અને ઠળીયા કાઢેલી ખારેક સરખા ભાગે લઈ ખુબ ખાંડી બનાવેલા ચુર્ણને દ્રાક્ષાદી ચુર્ણ કહે છે. એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી અને મધ (ઘી કરતાં મધ બમણું) સાથે સવાર-સાંજ લેવાથી અને જરુરી પરેજી પાળવાથી કફજ્વર, ખાંસી-ઉધરસ, તાવ અને સોજા મટે છે.

લગ્નવીધી પુસ્તકાકારે

એપ્રિલ 25, 2009

સમગ્ર લગ્નવીધી પુસ્તકાકારે જોવા માટે ક્લીક કરોઃ

lagnavidhi

લગ્નવીધી પુસ્તકાકારે

એપ્રિલ 25, 2009

લગ્નવીધી પુસ્તકાકારે ડાઉનલોડ કરવા ક્લીક કરોઃ     lagnavidhi

દ્રાક્ષાદી ચાટણ

એપ્રિલ 25, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાદી ચાટણ (૧) બી કાઢેલી કાળી સુકી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ, સોનામુખી-મીંઢીઆવળ, હરડેની છાલઅને સાકર ૧૦૦-૧૦૦ ગ્રામ, જાવંત્રી ૧૦ ગ્રામ અને કેસર ૫ ગ્રામ બધાં મીશ્ર કરી લસોટી બારીક ચાટણ કરવું. આ ચાટણ અડધીથી એક ચમચી ચાટીને ઉપર પાણી પીવાથી મળ એકદમ સરળતાથી ઉતરશે. એનાથી કબજીયાત, અપચો, અમ્લપીત્ત પણ મટે છે.

(૨) ૧૦૦ ગ્રામ ઠળીયા કાઢેલી કાળી સુકી દ્રાક્ષ અને એટલું જ હરડેનું ચુર્ણ મીશ્ર કરી ખુબ ખાંડી, લસોટી નાની સોપારી જેવડી ગોળીઓ બનાવી રોજ એકથી બે ગોળી પાણી સાથે રાત્રે લઈ ઉપર નવશેકું એક ગ્લાસ દુધ પીવાથી અમ્લપીત્ત, ગૅસ, ખાટા ઘચરકા-ઓડકાર, કબજીયાત અરુચી વગેરે મટે છે.

દ્રાક્ષાદી ક્વાથ

એપ્રિલ 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાદી ક્વાથ દ્રાક્ષ, હરડે, કડુ, નાગરમોથ, ગરમાળાનો ગોળ અને પીત્તપાપડો સો-સો ગ્રામ લઈ ખુબ ખાંડી ભુકો કરી બાટલીમાં ભરી લેવું. એક ચમચી ભુકાનો ઉકાળો સવાર, બપોર, સાંજ ૧૦થી ૧૫ દીવસ પીવાથી પીત્તજ્વર, તરસ, મુર્ચ્છા, લવારી, શોષભ્રમ, દાહ અને રક્તપીત્ત મટે છે. આ ઉકાળાથી કબજીયાત પણ મટે છે.