દહીં

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દહીં એક વાસણમાં દુધ લઈ જરુરી પ્રમાણમાં દહીં નાખી, બરાબર એકરસ કરી પ્રેશરકુકરમાં ત્રણેક સીટી વાગે ત્યાં સુધી ગરમ કરવાથી મોળું દહીં તરત જ તૈયાર થાય છે.

(૧) મગની દાળ, આમળાં, મધ તથા સપ્રમાણ ઘી, સાકર પૈકી કોઈની સાથે જો દહીં ખાવામાં આવે તો દહીં ખાવાથી નુકસાન થતું નથી.

(૨) મોળા તાજા દહીંમાં રહેલા બેક્ટેરીયા આંતરડામાં જામી ગયેલાં વીષાક્ત કીટાણુઓ તથા મળને બહાર ફેંકવાનું કામ કરે છે.

(૩) આહાર સાથે દહીં લેવાથી આહારનું પાચન ઝડપભેર થાય છે. પાચનાંગોની શુષ્કતા તથા ગરમી દુર થાય છે તેમ જ અનીદ્રા મટે છે.

(૪) દહીં ખાવાથી દવા દ્વારા વધુ પડતી એન્ટીબાયોટીકની થયેલી અસર જલદીથી નાબુદ થાય છે. .

ઘોળવું : દહીંમાં પાણી મેળવ્યા વગર મલાઈ સહીત વલોવવાથી જે દ્રવ તૈયાર થાય તેને ઘોળવુંકહેવાય છે. એના ગુણો પાકી કેરીના ગુણો જેવા જ હોય છે. પાચનતંત્રની વીકૃતીઓમાં તે ખુબ હીતાવહ છે.

મથીત : દહીંની ઉપરની મલાઈને કાઢી નાખીને તેને પાણી મેળવ્યા વગર વલોવવાથી જે દ્રવ તૈયાર થાય તેને મથીતકહેવામાં આવે છે. મથીત પચવામાં ખુબ જ હલકું, ગ્રાહી એટલે કે મળને રોકનાર, સ્વાદમાં ખાટું, થોડું તીખું, અને પચી ગયા પછી મધુર છે. ભુખ ન લાગતી હોય તો મથીતના સેવનથી જઠરાગ્ની પ્રજ્વલીત થવાથી ભુખ સારી લાગે છે. મથીત પોષક, ઉષ્ણ તથા વાયુનો નાશ કરનાર તથા મરડો, સંગ્રહણી, આંતરડાના ચાંદા-કોલાયટીસ, કૉલેરા, કબજીયાત વગેરેમાં ખુબ જ ઉત્તમ છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: