દાડમના ઉપયોગો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દાડમના ઉપયોગો (૧) દાડમનો રસ ઉલટી મટાડે છે.

(૨) ઝાડા રોકવા માટે ઈંદ્રજવ અને દાડમની છાલનો પાઉડર પાણી સાથે લેવો.

(૩) નાના બાળકને ૧/૨ વાલ છાલ, ૧ રતી જાયફળ અને થોડું કેસર મેળવી થોડા દીવસ આપવાથી ઝાડા મટી જશે અને ભુખ લાગશે.

(૪)  પાકા મોટા દાડમ પર ચીકણી માટીનો બે આંગળ જેટલો જાડો થર કરી અગ્નીમાં શેકવું. માટી લાલચોળ થઈ જાય ત્યારે તેને ઉતારી, માટી દુર કરી દાડમનો રસ કાઢવો. આ રસ પચવામાં ખુબ જ સુપાચ્ય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર અને અતીસારના પાતળા ઝાડાને રોકે છે. દાડમનો મધુર રસ બળપ્રદ, ત્રણે દોષોને દુર કરનાર, શુક્રવર્ધક, મેધાપ્રદ અને હૃદય માટે હીતકર છે.

(૫) જેમને રોજ પાતળા ઝાડા થતા હોય તેમણે ફળની છાલનો ભુકો પાણી સાથે લેવો.

(૬) દાડમની છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ છાલ મોંમાં રાખી શકાય.

(૭) દાડમના રસમાં મરી અને સીંધવ નાખી પીવાથી અગ્ની પ્રદીપ્ત થાય છે, અને ભુખ ઉઘડે છે.

(૮) દાડમના  રસમાં સાકર કે ગ્લુકોઝ નાખી પીવાથી પીત્તનું શમન થાય છે.

(૯) તાવમાં મોં બગડી જાય તો દાડમના દાણા ખાવા કે તેનો રસ કાઢી પીવો.

(૧૦) દાડમ પીત્તનું શમન કરે છે; હૃદયનું રક્ષણ કરે છે. છાતીમાં દુ:ખતું હોય તો રોજ સાકર નાખી દાડમનો રસ પીવો. કફમાં પણ દાડમનો રસ ગુણકારી છે.

(૧૧) નાકમાંથી લોહી પડતું હોય તો દાડમના રસનો છુટથી ઉપયોગ કરવો.

(૧૨) ૧ તોલો દાડમની છાલ અને ૧ તોલો કડાની છાલનો ઉકાળો કરી પીવાથી મસામાં કે ઝાડામાં પડતું લોહી તરત જ બંધ થાય છે.

(૧૩) છાલ સહીત કાઢેલો દાડમનો રસ ઉત્તમ એન્ટી ઑક્સીડંટ છે. આથી એ ઑક્સીડેશનની અસર ઓછી કરે છે, કૉલેસ્ટરોલ ઘટાડે છે અને ધમનીઓને બરડ થતી અટકાવે છે. દરરોજ ૫૦-૮૦ મી.લી. રસ લેવો જોઈએ.

(૧૪) દાડમની છાલ ૨૦ ગ્રામ અને અતીવીષ પાંચ ગ્રામનો અધકચરો ભુકો એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી પાતળા ઝાડા, નવો મરડો અને આમ-ચીકાશયુક્ત ઝાડા મટે છે. આ ઉપચારથી આંતરડાંને નવું બળ મળે છે.

(૧૫) એક કપ દાડમના રસમાં એક ચમચી જીરાનું ચુર્ણ મેળવી સવાર-સાંજ પીવાથી ગમે તેવો આમાતીસાર મટી જાય છે.

(૧૬) દાડમની છાલનું ચુર્ણ એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર લેવાથી ઝાડા મટે છે. બાળકને પાથી અડધી ચમચી આપવું.

(૧૭) ગરમીના દીવસોમાં નસકોરી ફુટતી હોય, માસીક વધારે આવતું હોય, હરસમાં લોહી પડતું હોય તો સાકર નાખી દાડમનો રસ પીવાથી લાભ થાય છે.

(૧૮) દાડમની છાલનું પા (૧/૪) ચમચી ચુર્ણ બાળકને અને વયસ્કને એક ચમચી ચુર્ણ આપવાથી ઝાડા મટે છે.

(૧૯) દાડમની છાલનું ચુર્ણ મધ સાથે આપવાથી બાળકની ઉધરસ મટે છે.

(૨૦) દાડમની છાલ છાસમાં લસોટી પેસ્ટ બનાવી એક ચમચી જેટલી સવાર, બપોર, સાંજ લેવાથી જુનો મરડો અને સંગ્રહણી મટે છે.

(૨૧) દાડમડીના મુળની છાલનો ઉકાળો સવાર-સાંજ ત્રણ-ચાર દીવસ લેવાથી પેટના કૃમીઓ નીકળી જાય છે.

(૨૨) લીલા દાડમના અડધા કપ રસમાં એક એક ચપટી જાયફળ, લવીંગ અને સુંઠ નાખી સવાર-સાંજ પીવાથી જુની સંગ્રહણી અને જુનો મરડો મટે છે.

(૨૩) દાડમની છાલ અને ઈંદ્રીયજવના ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તાતીસાર મટે છે.

ટૅગ્સ: , , , , , , , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: