ગાયનું દુધ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગાયનું દુધગાયનું દુધ સ્વાદીષ્ટ, સ્નીગ્ધ, મુલાયમ, મધુર, શીતલ, રુચીકર, બુદ્ધીવર્ધક, બળવર્ધક, સ્મૃતીવર્ધક, જીવનદાયક, રક્તવર્ધક, વાજીકારક, આયુષ્યવર્ધક અને સર્વ રોગોને હરનાર છે. જીર્ણજ્વર, માનસીક રોગ, બેહોશી, ભ્રમ, સંગ્રહણી, પાંડુરોગ, દાહ, તૃષા, હૃદયરોગ, શુળ, વાયુરોગ, રક્તપીત્ત, યોનીરોગ વગેરેમાં ગાયનું દુધ શ્રેષ્ઠ છે.

દરરોજ ગાયનું દુધ લેવાથી તમામ પ્રકારના રોગ અને વૃદ્ધાવસ્થા નષ્ટ થાય છે. એનાથી શરીરમાં તત્કાળ વીર્ય-શક્તી પેદા થાય છે. એલોપથીની દવાઓ, રાસાયણીક ખાતરો, પ્રદુષણ વગેરેને કારણે શરીરમાં જે વીષ એકત્રીત થાય છે તેનો નાશ કરવાની શક્તી ગાયના દુધમાં છે. ગાયનાં દુધ-ઘી અણુવીકરણોનાં પ્રતીરોધક છે.

મગજ અને બુદ્ધીના વીકાસમાં દુધ સહાયક છે. એમાં રાસાયણીક તત્વ નહીંવત હોવાથી વધુ પ્રમાણમાં પીવાથી કોઈ આડઅસર કે નુકસાન થતું નથી. ગાયના દુધમાંથી મળતા પ્રોટીનને લીધે શરીરના કોષો કેન્સરથી ગ્રસ્ત થતા બચી જાય છે. આ દુધથી કોલેસ્ટરોલ વધતું નથી. બલ્કે હૃદય અને ધમનીઓના સંકોચનું નીવારણ થાય છે.

દુધમાં એનાથી અડધું પાણી નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને પીવાથી કાચા દુધ કરતાં પચવામાં વધુ હલકું થાય છે. ગાયના દુધમાં એ જ ગાયનું ઘી મેળવી પીવાથી અને ગાયના ઘીમાં બનાવેલા શીરાના સહન કરી શકાય એટલા ગરમ ગરમ કોળીયા જમવાથી કૅન્સર મટે છે એવું સાંભળ્યું છે.

નીયમીત દુધ લેવાથી શરીરને કેલ્શીયમ અને પ્રોટીન બંને મળે છે.

દુધ હૃદયને મજબુત કરે છે.

Advertisements

ટૅગ્સ: , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: