દુધી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દુધી દુધી ઠંડી, પૌષ્ટીક, ધાતુવર્ધક, બળવર્ધક, વૃષ્ય, વજન જો ગરમીને કારણે ઘટતું હોય તો તે વધારનાર અને ગર્ભને પોષણ આપનારી છે. એ ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દુધીનું તેલ પણ ગરમ પ્રકૃતીવાળા માટે ઉપયોગી છે. દુધીના તેલની માલીશ કરવાથી બુદ્ધી વધે છે.

દુધી મધુર, સ્નીગ્ધ, ધાતુપુષ્ટદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હૃદય માટે હીતકારી, રુચી તથા મુત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પીત્ત(ગરમી), વીષ, શ્રમ, તાવ, તથા દાહનો નાશ કરે છે. એ બુદ્ધીવર્ધક, ઉંઘ લાવનારી, તરસ દુર કરનાર, રક્તસ્રાવ અટકાવનાર, વાતપીત્તનાશક, તથા કફવર્ધક છે. બંગાળમાં દુધીનાં પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. દુધીનાં બીજ મુત્રલ છે તેથી તે સોજા ઉતારે છે.

(૧) શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવીકાર, ગુમડાં, શીળસ, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દુધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી મટે છે.

(૨) ખુબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દુધી છીણી અથવા બે ફાડીયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે.

(૩) દુધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે.

(૪) ઘી અને જીરુ વડે બનાવેલું દુધીનું શાક ખાવાથી અને દુધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે.

(૫) દાઝી જવાથી થયેલા વ્રણ પર દુધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે.

(૬) ૧૦ થી ૨૦ ગ્રામ દુધીનાં બીના ચુર્ણને સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દીવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમી નીકળી જાય છે.

(૭) ૧૦ થી ૨૦ ગ્રામ દુધીનાં બીના ચુર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે.

(૮) મધમાખી કે કાનખજુરા જેવાં ઝેરી જંતુના ડંખ પર દુધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વીષનો નાશ થાય છે.

(૯) ગરમીમાં દુધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે.

(૧૦) દુધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે.

(૧૧) એક ચમચી દુધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મુત્રપ્રવૃત્તી વધી સોજા ઉતરે છે. (દુધીનાં બીજ ન મળે તો સક્કરટેટી, કાકડી કે તડબુચનાં બીજ પણ ચાલી શકે.)

(૧૨) દુધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે.

(૧૩) દુધીનો હલવો ધાતુપુષ્ટીકારક છે.

(૧૪) દુધીના બીજનું તેલ માથાનાં દર્દોમાં સારું પરીણામ આપે છે. વાળ ખરતા હોય તો દુધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , , ,

6 Responses to “દુધી”

 1. hemant upadhyay Says:

  please send how to make didhi juce & what matirals add in juce

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે હેમન્તભાઈ,

   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

   એ ધ્યાનમાં રાખવું જોઈએ કે દુધી ઠંડી છે. આથી એનો ઉપયોગ એ હેતુ માટે જ કરવાનો હોય. એ રીતે જોતાં દુધીના રસમાં સાકર નાખી શકાય. આમ છતાં જે ફરીયાદ હોય તેનું કારણ જાણી તથા વ્યક્તીની પ્રકૃતી અનુસાર ઉપાય કરવો જોઈએ.

   દુધીનો રસ કાઢવાનો ઉત્તમ રસ્તો તો રસ કાઢવાનું મશીન (juicer) કહી શકાય. એ માટે દુધીને સારી રીતે ધોઈને સ્વચ્છ કરી મશીનમાં આવી શકે તેવા ટુકડા કરવા અને રસ કાઢવો. જો મશીન ન હોય તો દુધીને ઝીણી છીણીને સ્વચ્છ કપડામાં મુકી નીચોવીને રસ કાઢી શકાય. જો કે એ રીતે કદાચ પુરેપરો રસ નીકળી ન પણ શકે. મશીનથી કાઢતી વખતે પણ રસના પ્રમાણનો આધાર તો મશીનની ક્વોલીટી પર રહેશે.

   Gandabhai Vallabh

   My blogs

   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)

   (This blog is mainly about Ayurveda)

   http://kriyakand.wordpress.com (Gujarati)

   (Hindu Religious Services)

   http://azadiladat.wordpress.com (Gujarati)

   (A Book by Dayal Kesry)

 2. મહેશ ધામેલીયા Says:

  નમસ્તે. .
  મારે દુધી વિશે જાણવા ની ખૂબજ કુતૂહલ તા હતી જે આજે પુરી થઈ.. કે વાય છે કે દુધી ખૂબજ લાભદાયી છે.. એટલે આ સિવાય વધારે માહિતી હોય તો. જણાવશો આભાર. ..આભાર.

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મહેશભાઈ,
  દુધી વીશે વીશેષ માહીતી મારી પાસે નથી, પણ લાંબી તથા ગોળ, તેમ જ રતાશ પડતી અને સફેદ એવી જુદી જુદી જાત હોય છે અને તે મુજબ એના ગુણોમાં પણ થોડો ફેર હોય છે એવું મને જાણવા મળ્યું છે. જો કે મારા અનુભવમાં તો લાંબી સફેદ દુધી જ છે, જે અહીં ન્યુઝીલેન્ડમાં પણ થાય છે.
  મારા બ્લોગની મુલાકાત બદલ આપનો આભાર.

 4. kiritbhai Says:

  me sabhadyu che k duchi na ras thi dilhi ma vaignanik nu mot thae lu su aa sachu che sir

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે કિરીટભાઈ,
  મેં ઘણી વાર લખ્યું છે કે ઉપાયો યોગ્ય જાણકારી ધરાવનાર આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ તથા પોતાની પ્રકૃતીને અનુકુળ છે કે નહીં તેની ખાતરી કરીને જ કરવા. દુધી ઠંડી છે, આથી એ પીત્ત પ્રકૃતીવાળાને માફક આવે. દીલ્હીમાં જે વૈજ્ઞાનીકે દુધીનો રસ લીધો હશે તેમાં આ પ્રકારની કાળજી કદાચ ન પણ લીધી હોય. પરંતુ આ કીસ્સાની મને જાણ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: