નગોડ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નગોડ : નગોડ બે જાતની થાય છે, ધોળાં ફુલવાળી અને કાળાં ફુલવાળી. બંને જાતની નગોડ બુદ્ધી તથા સ્મૃતી વધારનાર, કડવી, તુરી, તીખી, હલકી તેમજ વાળ અને આંખ માટે હીતકર છે. તે શુળ, સોજા, અામવાત, કૃમી, કોઢ, અરુચી, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે અેમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખુબ ઉપયોગી છે.

(૧) નગોડનાં તાજાં મુળ અને લીલાં પાનનો રસ કાઢી  તેમાં ચોથા ભાગે તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે ઉતારી લેવું. સવાર-સાંજ નીયમીત અા તેલથી માલીશ કરતા રહેવાથી કંપવા, સાંધાના વાની પીડા અને વાયુથી થતા દુખાવામાં રાહત થાય છે.

(૨) ગમે તેવું ભરનીંગળ ગુમડંુ થયું હોય તેના પર નગોડનાં પાન વાટીને લગાડવામાં આવે તો પાકીને ફુટી જાય છે.

(૩) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.

(૪) સુવાવડી સ્ત્રીના તાવમાં મોટા ભાગે ગર્ભાશયનો સોજો હોય છે. નગોડના પાનનો સ્વરસ અથવા પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો ઉતરી જાય છે અને તાવ મટે છે.

(૫) સંધીવામાં નગોડનો ઉકાળો લાભ કરે છે.

(૬) નગોડ ઉત્તમ વ્રણશોધક, વ્રણરોપક, મુત્રજનન, આર્તવજનન કૃમીઘ્ન અને વેદનાહર છે.

(૭) કોઈ પણ દુખાવામાં નગોડના તેલની હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે. સાયટીકા-રાંઝણનું તે શ્રેષ્ઠ ઔષધ છે.

(૮) શરદી હોય અને નાક બંધ થઈ જતું હોય તો નીર્ગુંડી તેલનાં બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી તરત જ ફાયદો થાય છે.

(૯) કાનમાં પાક થઈ દુખાવો થતો હોય, પરું નીકળતું હોય તો કાનમાં આ તેલનાં બે-ત્રણ ટીપાં મુકવાથી દુખાવો તથા પાક મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , ,

4 Responses to “નગોડ”

 1. Dinesh Says:

  માથા ના વાળ બહુજ ખરે છે તેમના માટે કોઇ ઉપચાર બતાવવા વીનંતી

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે દિનેશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. ખરતા વાળમાં આપ નીચે પૈકી આપને અનુકુળ ઉપાય અજમાવી શકો.

   ખરતા વાળ
   (૧) ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઇ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું. અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઇ નવા વાળ આવે છે, વાળ જાડા તથા લાંબા પણ થાય છે. જુઓ લીન્ક : http://ayurjagat.wordpress.com/2011/02/14/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF/
   (૨) કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.
   (૩) આહારમાં કોબીજનું સેવન બને તેટલું વધુ કરવાથી અને કોબીજનો રસ વાળના મુળમાં ઘસીને પચાવવાથી ખરતા વાળ અટકે છે.
   (૪) ૧ ભાગ અડદનો લોટ, ૧/૨ ભાગ આમળાનું ચુર્ણ, ૧/૪ ભાગ શીકાકાઈનું ચુર્ણ અને ૧/૪ ભાગ મેથીનું ચુર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથું સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.
   (૫) ભાંગરાના પાનનો તાજો રસ ૧૫-૨૦ મી.લી. સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે.
   (૬) શતાવરી, આમળાં, બ્રાહ્મી અને ભૃંગરાજનું સમભાગે ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે.
   (૭) દીવેલને જરા હુંફાળું ગરમ કરીને માથાના વાળમાં ઘસવાથી મગજ શાંત રહે છે તથા ગરમીને કારણે વાળ ખરતા હોય તો તે અટકે છે.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

 2. પરેશ ડોડીયા Says:

  સાયટીકા માટે નો ઊપચાર
  9725519370

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે પરેશભાઈ,
  સાઈટીકાના નીચે મુજબ ઉપચારો કરી શકાય.
  ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

  રાંઝણ વાયુના પ્રકોપથી થતો રોગ છે.

  (૧) ચારથી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકા મટે છે.

  (૨) એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે.

  (૩)૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ (૨-૩ રતી) ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાઈટીકા મટે છે. શરુઆત ઓછી માત્રાથી કરવી. વધુ માત્રાથી કરવાથી કદાચ ગળામાં તકલીફ પણ થાય.

  (૪) એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકા મટે છે. ગૌમુત્ર તૈયાર પેકીંગમાં બજારમાં મળે છે.

  સાઈટીકામાં પરહેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ અને સંતરાં ન લેવાં. આ બધાંથી સાઈટીકામાં ખુબ જ હાની થાય છે. હંમેશાં ગરમ પાણીથી જ સ્નાન કરવું. માત્ર પરહેજીથી પણ સાઈટીકા જેવા હઠીલા રોગને કાબુમાં રાખી શકાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: